Home /News /business /

Veranda Learning Solutions IPO: વેરાંદા લર્નિંગનો શેર પ્રીમિયમ પર લિસ્ટ થયા બાદ BSE પર 20% ભાગ્યો, NSE પર 4% તૂટ્યો

Veranda Learning Solutions IPO: વેરાંદા લર્નિંગનો શેર પ્રીમિયમ પર લિસ્ટ થયા બાદ BSE પર 20% ભાગ્યો, NSE પર 4% તૂટ્યો

ઓનલાઇન અભ્યાસ (ફાઇલ તસવીર)

Veranda Learning Solutions IPO listing: વેરાંદા લર્નિંગ સોલ્યુશન્સ કંપનીએ 200 કરોડ રૂપિયાનો ઇશ્યૂ લોંચ કર્યો હતો. આઈપીઓ 29મી માર્ચના રોજ ખુલ્યો હતો અને 31મી માર્ચના રોજ બંધ થયો હતો.

    મુંબઇ. Veranda Learning Solutions IPO listing: ઑનલાઇન ટ્યૂશન (Online Education) અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતી વેરાંદા લર્નિંગ સોલ્યુશન્સ (Veranda Learning Solutions listing)ના શેરનું આજે એટલે કે 11 એપ્રિલના રોજ ભારતીય શેર બજાર (Indian stock market)માં લિસ્ટિંગ થયું હતું. કંપનીનું લિસ્ટિંગ રોકાણકારોને ખુશ અને નિરાશ કરનારું હતું! કારણ કે પ્રીમિયમ ભાવે લિસ્ટિંગ થયા બાદ વેરાંદા લર્નિંગના શેર (Veranda Learning Solutions stock) 20 ટકા ઉપર ટ્રેડ કરી રહ્યા હતા. કંપનીનો શેર સવારે 10:30 વાગ્યે 20.07 ટકા એટલે કે 27.50 રૂપિયાની તેજી સાથે 164.50 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. બીજી તરફ NSE પર શેર 4.20 ટકા તૂટીને 131.25 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો.

    પ્રીમિયમ પર લિસ્ટિંગ


    વેરાંદા લર્નિંગ સોલ્યુશન્સના આઈપીઓના શેરનું ઇશ્યૂ ભાવથી 14 ટકા પ્રીમિયમ પર લિસ્ટિંગ થયું છે. કંપનીના શેરનું BSE પર 14.60 ટકા પ્રીમિયમ પર 157 રૂપિયા પર લિસ્ટિંગ થયું. કંપનીની ઇશ્યૂ કિંમત 137 રૂપિયા હતી. NSE પર કંપનીનો શેર 8.7 ટકા ઘટીને 125 રૂપિયા પર ખુલ્યો હતો.

    કેટલો ભરાયો હતો ઇશ્યૂ?


    વેરાંદા લર્નિંગ સોલ્યુશન્સ કંપનીએ 200 કરોડ રૂપિયાનો ઇશ્યૂ લોંચ કર્યો હતો. આઈપીઓ 29મી માર્ચના રોજ ખુલ્યો હતો અને 31મી માર્ચના રોજ બંધ થયો હતો. આ ત્રણ દિવસ દરમિયાન આઈપીઓ 3.53 ગણો ભરાયો હતો. રિટેલ હિસ્સો 10.76 ગણો ભરાયો હતો. નૉન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે અનામત હિસ્સો 3.87 ગણો ભરાયો હતો. જ્યારે ક્વૉલિફાઇડ ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સ માટે અનામત હિસ્સો 2.02 ટકા ભરાયો હતો.

    આઈપીઓથી મળનારી રકમનો ઉપયોગ


    કંપની આઈપીઓ મારફતે એકઠા થનારી રકમનો ઉપયોગ દેવું ઓછું કરવા માટે, Edurekaના ખરીદી માટે થયેલા ખર્ચને પૂર્ણ કરવા માટે અને પોતાના બિઝનેસના વિસ્તાર માટે કરશે. આઈપીઓનો 75 ટકા હિસ્સો QIB માટે અનામત છે. 15 ટકા હિસ્સો બિન-સંસ્થાગત રોકાણકારો અને 10 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે અનામત છે.

    આ પણ વાંચો: પાંચ લાખના બજેટમાં જ મળી રહી છે આ શાનદાર કાર્સ, જુઓ યાદી

    આઈપીઓ માટે દાખલ પેપર પ્રમાણે કંપની પ્રાઇવેટ પ્લેસમેન્ટ મારફતે 30.76 લાખ ઇક્વિટી શેર જાહેર કરીને 40 કરોડ રૂપિયા એકઠા કર્યાં છે. પ્રાઇવેટ પ્લેસમેન્ટ છતાં આઈપીઓ ઑફર સાઇઝમાં કાપ મૂકવામાં આવ્યો નથી.

    કંપની પોતાની ચાર પેટા-કંપની મારફતે વિદ્યાર્થીઓ, વ્યવસાયિકો અને કોર્પોરેટ કર્મચારીઓને સુવિધા આપે છે. Veranda Race Learning Solutions, Veranda XL Learning Solutions, Veranda IAS Learning Solutions અને Brain4ce Education Solutions (Edureka) તેની જ પેટા કંપનીઓ છે.

    આ પણ વાંચો: સોનાની ખરીદી પહેલા જાણો આજે ભાવમાં કેટલો વધારો-ઘટાડો થયો

    આઈપીઓની મહત્ત્વની વાતો


    આઈપીઓ માટે ઓછામાં ઓછા 100 શેરના એક લોટ માટે અરજી કરવાની હતી. વધુમાં વધુ 14 લોટ એટલે કે 1400 શેર માટે અરજી કરી શકાતી હતી. એક લોટ માટે બીડ કરનારા રોકાણકારોએ ઓછામાં ઓછું ₹13,700 રૂપિયાનું રોકાણ કરવું પડ્યું હતું. 14 લોટ માટે બીડ કરનારા રોકાણકારો માટે 191,800 રૂપિયાનું રોકાણ જરૂરી હતું.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, IPO, Share market, Stock market

    આગામી સમાચાર