Home /News /business /

Stock Market : રોકાણકારોના 1 લાખ રૂપિયા માત્ર 15 દિવસમાં જ 2 લાખ થઈ ગયા, આ શેરે કરાવ્યો જબરદસ્ત ફાયદો

Stock Market : રોકાણકારોના 1 લાખ રૂપિયા માત્ર 15 દિવસમાં જ 2 લાખ થઈ ગયા, આ શેરે કરાવ્યો જબરદસ્ત ફાયદો

વેરાન્ડા લર્નિંગ સોલ્યુશન્સના શેરે રોકાણકારોને માલામાલ કરાવ્યા

Stock Market : વેરંડા લર્નિંગ સોલ્યુશન્સ (veranda learning solutions) નો પબ્લીક ઈશ્યુ (IPO) 29 માર્ચે ખુલ્યો અને 31 માર્ચે બંધ થયો. IPO ના સફળ રોકાણકારોને કંપનીના શેરની ફાળવણી 5 એપ્રિલે કરવામાં આવી હતી

    Stock Market : શેરબજાર (Share Bazar) માં છેલ્લા કેટલાક સમયથી ઘણા ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. આ સમયમાં ઘણા શેરો રોકાણકારોને કંગાળ બનાવી રહ્યા છે, ત્યાં કેટલાક એવા શેરો છે જેનાથી રોકાણકારો અમીર બન્યા છે. આવો જ એક શેર છે, જે ઓનલાઈન શિક્ષણ આપતી કંપનીનો છે.

    ઈ-લર્નિંગ સાથે સંકળાયેલી ચેન્નાઈ સ્થિત કંપની વેરાન્ડા લર્નિંગ સોલ્યુશન્સે (veranda learning solutions) રોકાણકારોને જબરદસ્ત વળતર આપ્યું છે. 15 ટ્રેડિંગ સેશનમાં આ શેરે રોકાણકારોના પૈસા બમણા કર્યા છે. શેરબજારમાં આ કંપનીનું લિસ્ટિંગ 11 એપ્રિલ 2022ના રોજ થયું હતું. ત્યારથી તેણે 100% થી વધુ વળતર આપ્યું છે.

    વેરાન્ડા લર્નિંગ સોલ્યુશન્સની ઇશ્યૂ પ્રાઈઝ રૂ. 130-137 હતી. 11 એપ્રિલે, લિસ્ટિંગના દિવસે, તે 14.6 ટકાના પ્રીમિયમ સાથે રૂ. 157 પર લિસ્ટ થયો હતો. 5 મે, 2022 ના રોજ, તે NSE પર રૂ. 265.05 પર બંધ થયો હતો. NSEના ડેટા અનુસાર, 16 ટ્રેડિંગ સેશનમાં કંપનીના શેરમાં 101.94 ટકા અથવા રૂ. 133નો વધારો થયો છે. જો કોઈ વ્યક્તિએ લિસ્ટિંગના દિવસે આ સ્ટૉકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે આ રૂપિયા 2.01 લાખ રૂપિયા થઈ ગયા હોત. તેનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂ. 298 અને નિમ્ન સ્તર રૂ. 125 છે.

    આ પણ વાંચોInvestment: હવે સોનામાં ખરીદી ન કરો, આગામી ત્રિમાસિક ગાળામાં જોવા મળી શકે નબળાઈ: મોતીલાલ ઓસવાલના નવનીત દામાણી

    વેરંડા લર્નિંગ સોલ્યુશન્સનો પબ્લીક ઈશ્યુ 29 માર્ચે ખુલ્યો અને 31 માર્ચે બંધ થયો. IPO ના સફળ રોકાણકારોને કંપનીના શેરની ફાળવણી 5 એપ્રિલે કરવામાં આવી હતી. તેના ઈશ્યુની લોટ સાઈઝ 100 શેર હતી. વેરંડા લર્નિંગ સોલ્યુશન્સની EGM 27મી મેના રોજ યોજાશે. જેમાં બોર્ડના સભ્યો ઘણી મહત્વની દરખાસ્તો પર વિચાર કરશે. આ બેઠકમાં કર્મચારીઓના સ્ટોક ઓપ્શન પ્લાન 2022ને મંજૂરી મળી શકે છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Business news, Business news in gujarati, Indian Stock Market, Stock market Tips, Stock Markets

    આગામી સમાચાર