Veranda Learning Solutions IPO: આઈપીઓનો 75 ટકા હિસ્સો QIB માટે અનામત છે. 15 ટકા હિસ્સો બિન-સંસ્થાગત રોકાણકારો અને 10 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે અનામત છે.
મુંબઇ. Veranda Learning Solutions IPO: વેરંદા લર્નિંગ સૉલ્યૂશન્સનો આઈપીઓ આજે એટલે કે 29મી માર્ચના રોજ ખુલી રહ્યો છે. કંપની આઈપીઓ મારફતે 200 કરોડ રૂપિયા એકઠા કરવા માંગે છે. આ માટે કંપનીએ પ્રાઇસ બેન્ડ 130-137 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. આઈપીઓ 31 માર્ચના રોજ બંધ થશે. કંપની આઈપીઓ મારફતે એકઠા થનારી રકમનો ઉપયોગ દેવું ઓછું કરવા માટે, Edurekaના ખરીદી માટે થયેલા ખર્ચને પૂર્ણ કરવા માટે અને પોતાના બિઝનેસના વિસ્તાર માટે કરશે.
કોના માટે કેટલો હિસ્સો અનામત?
આઈપીઓનો 75 ટકા હિસ્સો QIB માટે અનામત છે. 15 ટકા હિસ્સો બિન-સંસ્થાગત રોકાણકારો અને 10 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે અનામત છે.
આઈપીઓ માટે દાખલ પેપર પ્રમાણે કંપની પ્રાઇવેટ પ્લેસમેન્ટ મારફતે 30.76 લાખ ઇક્વિટી શેર જાહેર કરીને 40 કરોડ રૂપિયા એકઠા કર્યાં છે. પ્રાઇવેટ પ્લેસમેન્ટ છતાં આઈપીઓ ઑફર સાઇઝમાં કાપ મૂકવામાં આવ્યો નથી.
કંપની પોતાની ચાર પેટા-કંપની મારફતે વિદ્યાર્થીઓ, વ્યવસાયિકો અને કોર્પોરેટ કર્મચારીઓને સુવિધા આપે છે. Veranda Race Learning Solutions, Veranda XL Learning Solutions, Veranda IAS Learning Solutions અને Brain4ce Education Solutions (Edureka) તેની જ પેટા કંપનીઓ છે.
કેટલું રોકાણ કરવું પડશે?
આઈપીઓ માટે ઓછામાં ઓછા 100 શેરના એક લોટ માટે અરજી કરવી પડશે. વધુમાં વધુ 14 લોટ એટલે કે 1400 શેર માટે અરજી કરી શકાશે. 1 લોટ માટે બીડ કરનારા રોકાણકારોએ ઓછામાં ઓછું ₹13,700 રૂપિયાનું રોકાણ કરવું પડશે. 14 લોટ માટે બીડ કરનારા રોકાણકારોએ 191,800 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
મહત્ત્વની તારીખો
આઈપીઓ 29મી માર્ચના રોજ ખુલશે અને 31મી માર્ચના રોજ બંધ થશે. શેરનું અલોટમેન્ટ પાંચમી એપ્રિલના રોજ થશે. જેમને શેર નથી લાગ્યા તેમને છઠ્ઠી એપ્રિલથી રિફંડ મળવાની શરૂઆત થશે. આ જ તારીખે ડીમેટ ખાતામાં શેર જમા થશે. આઈપીઓનું લિસ્ટિંગ સાતમી એપ્રિલના રોજ થશે.
અનલિસ્ટેડ અરેનાના અભય દોશીએ કહ્યુ કે, "કંપનીએ ડિસેમ્બર, 2020માં બિઝનેસ શરૂ કર્યો છે, આથી તેના મુલ્યાંકન માટે વધારે જૂનો રેકર્ડ નથી. કંપનીએ નાણાકીય વર્ષ 22ના પ્રથમ છ મહિના દરમિયાન 15.6 કરોડ રૂપિયાની કમાણી પર 18.2 કરોડ રૂપિયાનું નુકસાન કર્યું છે. આ સેક્ટર હાલ ઊભરી રહ્યું છે. આ સેક્ટર્સમાં ખૂબ સ્પર્ધા જોવા મળી રહી છે. ખોટ કરતી કંપની માટે માંગવામાં આવે રહેલી રકમ સેલ્સની સરખામણીમાં 25 ગણી વધારે છે. પ્રાઇમારી માર્કેટના સેન્ટીમેન્ટ્સ પણ ખરાબ છે. તાજેતરમાં ખોટ કરતી કંપનીએને વધારે સફળતા નથી મળી. આથી રોકાણકારો તમામ વાતોને ધ્યાનમાં રાખીને જ આઈપીઓ ભરે."
- આઈપીઓ માટે કેફિનટેક પ્રા. લિ. રજિસ્ટ્રાર છે. આ કંપની શેર અલોટમેન્ટ અને રિફંડનું કામ જોશે.
- વેરંદા લર્નિંગ સૉલ્યૂશન્સ આખા ભારતમાં સ્ટેટ પીએસસી, બેન્કિંગ, સ્ટાફ સિલેક્શન, આરઆરબી, આઈએએસ અને સીએ સહિતની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તાલિમ કાર્યક્રમ પણ ચલાવે છે.
- કંપની વિદ્યાર્થીઓને ઑનલાઇન, ઑફલાઇન અને હાઇબ્રિડ રીતે વિવિધ અભ્યાસક્રમો પૂરા પાડે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર