શાક વેચનારનું ભાગ્ય ચમક્યું! જે લોટરીને કચરામાં ફેંકી તેનાથી મળ્યું મોટું ઇનામ

પ્રતિકાત્મક તસવીર

આ પછી સાદિક કહ્યું કે આ લૉટરીએ અમારા જીવનને બદલી દીધું છે.

 • Share this:
  કોનું ભાગ્ય ક્યારે ચમકે કહી ના શકાય, આવું જ કંઇ બન્યું છે કોલકાતામાં રહેતા શાકવાળા સાથે. શાકના વેપારી તેવા આ વ્યક્તિને (Lottery Ticket)માં એક કરોડ રૂપિયા જીત્યા (One Crore Rupee) કોલકાતાના દમદમ વિસ્તારમાં શાકની દુકાન ચલાવનાર આ વ્યક્તિએ નવા વર્ષે નાગાલેન્ડ લોટરીના ટિકિટ ખરીદ્યા હતા. લોટરીના ઇનામોની જાહેરાત પછી કેટલાક લોકોએ તેને કહ્યું કે તે ઇનામ નહીં જીતે. ગુસ્સે ભરાઇ આ વ્યક્તિએ પોતાની ટિકીટ કચરાની પેટીમાં ફેંકી દીધી. જે પછી તેને આનાથી એક ટિકીટ પર 1 કરોડ રૂપિયા જીતવાની જાણકારી મળી છે.

  કોલકાતાના દમદમ વિસ્તારમાં શાકની દુકાન ચલાવનાર સાદિક અને તેની પત્ની અમીના નવા વર્ષના એક દિવસ પહેલા લોટરીની પાંચ ટિકિટ લીધી હતી. 2 જાન્યુઆરીએ લોટરીના ઇનામોની જાહેરાત થઇ તો સાદિકને મિત્રોએ કહ્યું કે તેમને કોઇ ઇનામ નથી મળ્યું. જે સાંભળી સાદિકે ટિકિટ કચરાપેટીમાં ફેંકી દીધી. તે પછી બીજા દિવસે લોટરી વહેંચનાર દુકાનદારે તેમને જણાવ્યું કે તેમની એક ટિકટને 1 કરોડનું ઇનામ લાગ્યું છે.

  આ વાત સાંભળી સાદિક ઘરે પહોંચ્યો અને પત્ની અમીનાને બધી વાત કહી. અને બંને મળીને કચરાપેટીમાં ટિકિટ શોધવા બેઠા. થોડી ભાગદોડ પછી સાદિકને કચરામાં ફેંકેલી ટિકિટ મળી ગઇ તો તેમનો પરિવાર ખુશીના મારે ઝૂમી ઉઠ્યો. સાદિકે પાંચ ટિકિટ લીધા હતા જેમાં એક પર તેમને 1 કરોડ અને ચાર ટિકિટો પર 1-1 લાખ રૂપિયાનું ઇનામ મળ્યું.

  આ પછી સાદિક કહ્યું કે આ લોટરીએ અમારા જીવનને બદલી દીધું છે. અમીનાએ જણાવ્યું કે સાદિકે આમાંથી પોતાના બાળકો માટે એક એસયુવી કાર બૂક કરાવી છે. આ સિવાય તે પોતાના બાળકોને સારી સ્કૂલમાં મૂકવા ઇચ્છે છે. અમીના કહ્યું કે આ લોટરીની ટિકિટ જીતને તે ખુબ જ ખુશ છે. અને હવે તેમને પૈસા આવવાની રાહ છે. જણાવવામાં આવી રહ્યું છે કે અમીના અને સાદિકને આ લૉટરીની રકમ 2-3 મહિનામાં મળશે.
  Published by:Chaitali Shukla
  First published: