Home /News /business /

પેટ્રોલ અને ડીઝલનો નહીં રહે કોઈ 'ભાવ', 2030 સુધીમાં 'પાણી'થી ચાલશે બસ-ટ્રક!

પેટ્રોલ અને ડીઝલનો નહીં રહે કોઈ 'ભાવ', 2030 સુધીમાં 'પાણી'થી ચાલશે બસ-ટ્રક!

હાઇડ્રોજન ફ્યુઅલ કાર (પ્રતીકાત્મક તસવીર)

Future Of Hydrogen Fuel Cell Cars Vs Electric Cars:વિજ્ઞાન જે ઝડપી પ્રગતિ કરી રહ્યું છે તે જોતાં 2030ના દાયકા સુધી રસ્તાઓ પર 'પાણી'થી ચાલતી ગાડીઓ જોવા મળશે તો કોઈ નવાઈ નહીં.

  મુંબઈ: 2030થી દેશ-દુનિયામાં રસ્તાઓ પર પેટ્રોલ અને ડીઝલ (Petro-Diesel fuel)ને બદલે 'પાણી'થી દોડતી બસો જોઈને આપણને બધાને આશ્ચર્ય થશે, પરંતુ આ ઝડપથી બદલાતી દુનિયામાં કંઈ પણ શક્ય છે. તમારે આના પર વિશ્વાસ કરવો પડશે. જો તમને વિશ્વાસ ન હોય તો બીજુ કઈ નહિ પરંતુ તમારા છેલ્લા બે દાયકાની તમારી યાત્રા યાદ કરો. આ બે દાયકામાં જ આપણી આંખોની સામે જ ઘણી વસ્તુઓ અચાનક અદૃશ્ય થઈ ગઈ છે, જેની આપણે પોતે કલ્પના પણ કરી ન હતી. લેન્ડલાઇન ફોન (Landline phone), રોલ્ડ મેન્યુઅલ કેમેરા, ટેપ રેકોર્ડર્સ જેવી ઘણી વસ્તુઓ છે જે અચાનક ગાયબ થઈ ગઈ. એ જ રીતે ઓટોમોબાઇલ જગત (Automobile sectors by 2030)માં પણ એવી કાર છે જે બે-ત્રણ દાયકા પહેલાં સુધી અકલ્પનીય હતી.

  હકીકતમાં, અમે હાઇડ્રોજન ઇંધણના (Hydrogen Fuel Cell Cars) પેટ્રોલ-ડીઝલ વિકલ્પો વિશે વાત કરી રહ્યા છીએ. અમે હાઇડ્રોજનને બદલે પાણી શબ્દનો ઉપયોગ કર્યો છે કારણ કે પાણી આ ગેસનો સૌથી મોટો સ્ત્રોત છે. આપણે બધાએ શાળામાં વિજ્ઞાનના પુસ્તકોમાં વાંચ્યું જ છે કે, પાણી બે ભાગ હાઇડ્રોજન અને એક ભાગ ઓક્સિજનના મિશ્રણથી બનેલું છે.

  વિશ્વમાં હાઇડ્રોજન સંચાલિત ટ્રેનોનું ના માત્ર સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે ઘણી કંપનીઓએ આ ઇંધણથી ચાલતી ટ્રેનો બનાવવાનું પણ શરૂ કર્યું છે. આગામી દાયકા સુધીમાં પેટ્રોલ-ડીઝલના અસરકારક વિકલ્પ તરીકે હાઇડ્રોજનનો વિકાસ થવાની પૂરી સંભાવના છે.

  શું છે હાઇડ્રોજન અને કેવી રીતે ઉત્પન્ન કરશે વીજળી

  ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રકાશિત એક અહેવાલ મુજબ, 1783માં ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી એન્ટોઇન લોરેન્ટ ડી લાવોઇસિયર (Antoine Laurent de Lavoisier)એ પાણી ઉત્પન્ન કરવા વાળા તત્વનું નામ હાઇડ્રોજનનું આપ્યું હતું. ત્યારબાદ ઈ.સ.1800માં વિલિયમ નિકોલસન (William Nicholson) અને એન્થની કાર્લિસ્લે (Amthony Carlisle)એ પાણીને હાઇડ્રોજન અને ઓક્સિજનમાં અલગ કર્યું.

  ત્યારબાદ વર્ષ 1839માં વિલિયમ રોબર્ટ ગ્રોવ નામના વૈજ્ઞાનિકે એક ફ્યુઅલ સેલની રચના કરી જે હાઇડ્રોજન અને ઓક્સિજનને જોડીને વીજળી ઉત્પન્ન કરે છે. એટલું જ નહીં આપણા બ્રહ્માંડના તમામ તારાઓ હાઇડ્રોજન અને હિલિયમમાં રૂપાંતરિત કરીને ઊર્જાનું સર્જન કરે છે.

  આ પણ વાંચો: ચીનના હેકરે દુનિયાના સૌથી મોંઘા અને સુરક્ષિત iPhone 13 પ્રોને 15 સેકેન્ડમાં હેક કરીને બતાવ્યો- વાંચો અહેવાલ

  હાઇડ્રોજન એન્જિનનો વિકાસ

  તમને જાણીને આશ્ચર્ય થશે કે દેશમાં વર્ષ 1857માં આઝાદીના પ્રથમ યુદ્ધ પહેલા વિશ્વમાં હાઇડ્રોજન એન્જિનનો સિદ્ધાંત માત્ર 1839માં વિકસાવવામાં આવ્યો હતો. તે પછી તરત જ, 1841માં, એક એન્જિનિયર જ્હોન્સને એક કંબુસ્સન એન્જિન (Combustion Engine) વિકસાવ્યું જે હાઇડ્રોજન અને ઓક્સિજનના મિશ્રણથી ઉત્પન્ન થતી વીજળીથી સંચાલિત થતુ હતું.

  અહીં એ જાણવું જરૂરી છે કે હાઇડ્રોજન એક એવો વાયુ છે જે હાલના કુદરતી ગેસ કરતા ૨.૬ ગણી વધુ ઊર્જા આપે છે. પરંતુ કમનસીબે એન્જિન અસરકારક રીતે કામ નથી કરી રહ્યુ કારણ કે તે સમયે બંને વાયુઓ - ઓક્સિજન અને હાઇડ્રોજનનું ઉત્પાદન અત્યંત ખર્ચાળ હતું.

  કોનું ભવિષ્ય - ઇલેક્ટ્રિક અથવા હાઇડ્રોજન કાર

  આ એક મોટો સવાલ છે અને જાણકારી પણ નથી બતાવી રહી કે ભવિષ્યમાં રસ્તાઓ પર કોણ રાજ કરશે. હકીકતમાં, અશ્મિભૂત ઇંધણ, પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા અને તેના દ્વારા ફેલાતા પ્રદૂષણને કારણે, વિશ્વભરમાં વૈકલ્પિક ઇંધણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

  તેનો સૌથી યોગ્ય વિકલ્પ બેટરી સંચાલિત ઇલેક્ટ્રિક કાર છે. પરંતુ આ તકનીકની તેની મર્યાદાઓ છે. આ કારણોસર હાલ તેને સંપૂર્ણ પેટ્રોલ-ડીઝલ વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યો નથી.

  આ પણ વાંચો: PF એકાઉન્ટના આ અન્ય ફાયદા વિશે જાણીને તમારા મોઢા પર આવી જશે મોટી સ્માઇલ! 

  ૨૦ મિલિયન ઇલેક્ટ્રિક કારનું વેચાણ

  આ વર્ષે જાન્યુઆરીથી જૂન વચ્ચે વિશ્વભરમાં ૨૦ મિલિયનથી વધુ ઇલેક્ટ્રિક કારનું વેચાણ થયું હતું. આમાંની મોટાભાગની કાર ચીન અને યુરોપમાં વેચાય છે. બીજી તરફ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ કારનું વેચાણ માત્ર 8500 હતું. હકીકતમાં, હાઇડ્રોજન-ઇંધણવાળી કાર પણ એક પ્રકારની ઇલેક્ટ્રિક કાર છે.

  આમાં તફાવત એ છે કે આપણે જે ઇલેક્ટ્રિક કારની વાત કરીએ છીએ તેમાં લગાવેલી બેટરીમાંથી વીજળી મળતી હોય છે, જ્યારે હાઇડ્રોજન ફ્યુઅલ આધારિત એન્જિનમાં કાર આ ગેસની મદદથી જાતે જ વીજળી ઉત્પન્ન કરે છે.

  તાજેતરમાં ઓટોમેકર ટોયોટાએ મિરાઈ ફ્યુઅલ સેલ કાર (Mirai Fuel Cell Car)નું પરીક્ષણ કર્યું હતું, જેણે માત્ર 5.7 કિલો હાઇડ્રોજનમાં 1352 કિમીનું અંતર કાપ્યું હતું.

  આ પણ વાંચો:  ટાટા મોટર્સે માઇક્રો SUV Tata Punchની કિંમતનો કર્યો ખુલાસો, Magnite અને Kigerને આપશે સીધી ટક્કર

  શું છે પડકાર?

  હાઇડ્રોજન કાર સાથેનો સૌથી મોટો પડકાર હાઇડ્રોજનની ઉપલબ્ધતા છે. અત્યાર સુધી આપણી પાસે જે ટેક્નોલોજી છે તેના દ્વારા હાઇડ્રોજન બનાવવાનો ખર્ચ ઘણો વધારે છે. અન્યથા, આપણી પાસે લગભગ બસો વર્ષ પહેલાં હાઇડ્રોજન આધારિત એન્જિન તકનીક છે. પરંતુ, હવે વસ્તુઓ બદલાઈ રહી છે. દેશ અને દુનિયામાં નવી ટેકનોલોજી દ્વારા હાઇડ્રોજન ઉત્પાદનનો ખર્ચ ઝડપથી ઘટી રહ્યો છે. આ કેસ કેટલીક ઇલેક્ટ્રિક કાર જેવો છે.

  છેલ્લા કેટલાક વર્ષોમાં ઇલેક્ટ્રિક કારમાં વપરાતી બેટરીની કિંમતમાં તીવ્ર ઘટાડો થયો છે. ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની પેટ્રોલિયમ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પોતે તાજેતરમાં જાહેરાત કરી હતી કે આ દાયકાના અંત સુધીમાં હાઇડ્રોજન ઉત્પાદન ખર્ચ ઘટીને કિલોદીઠ એક ડોલર થઈ જશે. જો એવું થશે તો દુનિયાનું ચિત્ર બદલાઈ જશે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन