વાહન માલીકોને મોટી રાહત, આ વર્ષે નહીં વધે વાહનના વીમાના દર

છેલ્લા એક દશકથી એપ્રિલ આસપાસ મોટર થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સના પ્રિમીયમમાં 10થી 40 ટકા સુધીનો વધારો કરવામાં આવતો હતો

News18 Gujarati
Updated: March 29, 2019, 7:10 PM IST
વાહન માલીકોને મોટી રાહત, આ વર્ષે નહીં વધે વાહનના વીમાના દર
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: March 29, 2019, 7:10 PM IST
ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરે કહ્યું કે, આ વખતે બાઈક, કાર અથવા કોમર્શિયલ વાહનોના થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સ પ્રિમીયમમાં કોઈ વધારો નહી કરવામાં આવે. તમને જણાવી દઈએ કે, છેલ્લા એક દશકથી એપ્રિલ આસપાસ મોટર થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સના પ્રિમીયમમાં 10થી 40 ટકા સુધીનો વધારો કરવામાં આવતો હતો. જોકે, ગત વર્ષે બાઈક, કાર અને ટેક્સીના પ્રિમીયમમાં 10થી 20 ટકા ઘટાડો કરવામાં આવ્યો હતો.

આ નાણાંકીય વર્ષમાં ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડીયાએ પ્રિમીયમમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. રેગ્યુલેટરી થર્ડ પાર્ટી મોટર કવરના દર નિર્ધારીત કરે છે અને પર્સનલ એક્સિડન્ટના મામલામાં દરની નિર્ધારણ અનુમતી વીમાકર્તાને આપે છે. આ વર્ષે આશા હતી કે, ઈન્શ્યોરન્સ દરમાં 20થી 30 ટકા વધારો થશે પરંતુ એવું કરવામાં નથી આવ્યું. ઉપભોક્તાઓએ પણ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે.

ગુરૂવારે IRDAIએ કહ્યું કે, 1 એપ્રિલ 2018ના રોજ લાગુ કરવામાં આવેલા પ્રિમીયમ દર જ આ નાણાંકીય વર્ષમાં લાગુ રહેશે. બીજા શબ્દોમાં કહીએ તો, લોકો હાલ જેટલો ચાર્જ આપી રહ્યા છે, અગામી નોટિસ સુધી એટલો જ ચાર્જ આપવો પડશે. 75 સીસીથી ઓછા એન્જીનવાળા ટુ-વ્હીલર વાહનોના દર પહેલાની જેમ જ 427 રૂપિયા રહેશે. આ સિવાય 75થી 150 સીસી સુધીના એન્જિનવાળા ટુ-વ્હીલર વાહનોનું પ્રિમીયમ 720 રૂપિયા હશે. હાઈપાવર બાઈકના પ્રિમિયમ દર 985 રૂપિયા જ રહેશે.

નાની કાર હોય તેમણે 1850 રૂપિયા પ્રિમીયમ આપવું પડશે અને એસયૂવીનો ચાર્જ 7890 રૂપિયા હશે. ઓટો રિક્શા અને આ-રિક્શાનો દર ક્રમશ - 2595 અને 1685 રૂપિયા રહેશે. નાની ટેક્સીઓ માટે 5437 રૂપિયા અને મોટો કોમર્શિયલ કારો માટે 7147 રૂપિયા વાર્ષીક પ્રિમીયમ આપવું પડશે.
First published: March 29, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...