નવી દિલ્હીઃ કોરોના વાયરસના (coroanvirus) કારણે પરેશાન સામાન્ય લોકો ઉપર મોંઘવારીનો (Inflation) માર પડી રહ્યો છે. સામાન્ય રીતે રોજની જરૂરી વસ્તુઓના ભાવ આકાશને આંબી રહ્યા છે. શાકભાજીના ભાવો વધી રહ્યા છે અને સામાન્ય લોકોની પહોંચીની બહાર નીકળી રહ્યા છે. આ સાથે શાકભાજીના ભાવમાં (Vegetable Prices) કોઈ રાહત મળવાના કોઈ અણસાર નથી. શાકભાજીમાં સૌથી વધારે વપરાતા બટાકાના ભાવમાં બે મહિનામાં (Potato Prices get Doubled) બે ગણો વધારો થયો છે.
હોટલોમાં શાકભાજીમાં ખપત ઓછી હોવા છતાં કિંમતમાં થયો વધારો
કોરોના કાળમાં હોટલ, રેસ્ટોરન્ટ, કેન્ટીન અને ઢાબામાં શાકભાજીઓની ખપત ઓછી થવા છતાં પણ આની કિંમતોમાં સતત વધારો થતો રહ્યો છે. વેપારીઓ વરસાદમાં લીલા શાકભાજીનું ઉત્પાદન ઓછું થવાના કારણે આવક ઓછી થઈ રહી છે. જોકે બટાકાને આ વાત લાગુ પડતી નથી. કારણે આની મોટાભાગની આવક અત્યારે કોલ્ડ સ્ટોરેજથી થઈ રહી છે.
આ વખતે બટાકાનું ઉત્પાદન વધ્યું
આ સાથે જ સરકારી આંકડાઓની વાત કરીએ તો વર્ષ 2019-20માં બટાકાનું ઉત્પાદન ગત વર્ષની તુલનાએ વધારે થયું છે. દેશમાં બટાકાનું ઉત્પાદન મોટાભાગે રવી સિઝનમાં થાય છે. કેન્દ્રીય કૃષી મંત્રાલયના આંકડાઓ પ્રમાણે વર્ષ 2019-20 દરમિયાન દેશમાં બટાકાના ઉત્પાદનની આવક વર્ષસુધી બની રહેશે. કેન્દ્રીય કૃષીમંત્રાલયના આંકડાઓ અનુસાર વર્ષ 2019-20 દરમિયાન દેશમાં બટાકાનું ઉત્પાદન 513 લાક ટન થયું છે. જ્યારે એકવર્ષ પહેલા 2018-19માં દેશણાં 501.90 લાખ ટન બટાકાનું ઉત્પાદન થયું હતું.
દિલ્હી-એનસીઆરમાં બટાકાના ભાવ
દિલ્હી-એનસીઆરના બજારોમાં બટાકાનો ભાવ 20થી 25 રૂપિયા પ્રતિ કિલો હતો. જ્યારે શુક્રવારે બટાકાનો ભાવ 40-50 રૂપિયા પ્રતિકિલો વેચાઈ રહ્યા હતા. જ્યારે જથ્થાબંધ બજારમાં બટાકાનો ભાવ 44 રૂપિયા પ્રતિ કિલો હતો. હવે જથ્થાબંધ ભાવ 60 રૂપિયા પ્રતિ કિલોથી ઉપર થયો છે.