વેદાંતાના ચેરમેન અનિલ અગ્રવાલની coronavirus સામે લડવા રૂ. 100 કરોડ આપવાની જાહેરાત

News18 Gujarati
Updated: March 22, 2020, 7:12 PM IST
વેદાંતાના ચેરમેન અનિલ અગ્રવાલની coronavirus સામે લડવા રૂ. 100 કરોડ આપવાની જાહેરાત
અનિલ અગ્રવાલની તસવીર

કોરોના વાયરસ સામે લડવા માટે અનેક કંપનીઓ સામે આવી છે. ત્યારે વેદાંતા પણ કોરોના સામે લડવા માટે આગળ આવી છે. વેદાંતાના રિસોર્શ લિમિટેડના ચેરમેન અનિલ અગ્રવાલે કોરોના વાયરસ સામે લડાઈ લડવા માટે 100 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

  • Share this:
નવી દિલ્હીઃ અત્યારે સમગ્ર વિશ્વના દેશો કોરોના વાયરસ મહામારી સામે લડી રહ્યા છે ત્યારે ભારત પણ કોરોના સામે લડવા માટે કમર કસી છે. જેના ભાગરૂપે 22 માર્ચના રોજ સમગ્ર ભારતમાં જનતા કર્ફ્યૂ રહ્યું છે. ત્યારે સાંજે પાંચ વાગે સમગ્ર દેશવાસીઓએ તાળીઓ અને થાળીઓ વગાડીને કોરોના સામે જંગ લડતા વીરોનું સમ્માન કર્યું હતું. આ સાથે કોરોના વાયરસ સામે લડવા માટે અનેક કંપનીઓ સામે આવી છે. ત્યારે વેદાંતા પણ કોરોના સામે લડવા માટે આગળ આવી છે. વેદાંતાના રિસોર્શ લિમિટેડના ચેરમેન અનિલ અગ્રવાલે કોરોના વાયરસ સામે લડાઈ લડવા માટે 100 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.અનિલ અગ્રવાલે આ અંગેની માહિતી આપતું એક ટ્વીટ કર્યું છે. જેમાં તેમણે ટ્વિટમાં જણાવ્યું હતું કે, હું કોરોના વાયરસ સામે લડવા માટે 100 કરોડ રૂપિયા આપવા કટીબદ્ધ છું. તેમણે #DeshKiZarooratonKeLiye સાથે વધું લખ્યું હતું કે, અત્યારે સમગ્ર દેશ અનિશ્વિતાઓ સામે લડી રહ્યો છે. દેશને અમારી જરૂર છે. જેમાં ખાસ કરીને રોજનું વેતરન રળતા લોકો માટે ચિંતિત છું. તેમને મદદ કરવા માટે અમે પ્રયત્ન કરીશું.આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જનતા કર્ફ્યૂના દિવસે સાંજે પાંચ વાગે થાળી, તાળી વગાડીને કોરોના સામે જંગ લડતા લોકોનું સમ્માન કરવા માટે અપીલ કરી હતી. જેનું સમર્થન આપતા અનિલ અગ્રવાલે પણ હાથમાં થાળી અને ચમચી વગાડીને દેશના કોરોના સામે લડા વીરોનું સમ્માન કર્યું હતું. આ ફોટા સાથે અનિલ અગ્રવાલે ટ્વીટ કર્યું હતું.
First published: March 22, 2020
વધુ વાંચો
अगली ख़बर