Home /News /business /

Success Story: આંખમાં સપનાઓ અને હાથમાં ટિફીન લઇને નીકળ્યા હતા અનિલ અગ્રવાલ, આજે છે અબજોની સંપત્તિના માલિક

Success Story: આંખમાં સપનાઓ અને હાથમાં ટિફીન લઇને નીકળ્યા હતા અનિલ અગ્રવાલ, આજે છે અબજોની સંપત્તિના માલિક

અનિલ અગ્રવાલ સ્વભાવે ખૂબ જ વિનમ્ર છે (તસવીર -twitter/@anilagarwal_ved))

vedanta group Chairman Anil Agarwal Success Story - તેમણે પોતાની સફળતાની કહાની જાતે લખી છે. ફોર્બ્સ (Forbes)ના જણાવ્યા પ્રમાણે આજે તેમની પાસે 3.6 અબજ ડોલરની સંપત્તિ છે

કહેવાય છે કે કોઇ કાર્ય માટે પહેલું પગલું ઉઠાવવું સૌથી મુશ્કેલ અને નિર્ણાયક કામ છે. પરંતુ જો જીવનમાં કંઇક કરી બતાવવાનું તમારું મનોબળ મક્કમ છે તો તમને મંજીલ જરૂર મળશે. વેદાંતા ગ્રુપના વડા અનિલ અગ્રવાલ (Vedanta Chairman Anil Agarwal)ની સફળતાનું પણ આ જ રહસ્ય છે. જ્યારે તે બિહારથી સપનાના શહેર મુંબઈ આવ્યા ત્યારે તેમની પાસે માત્ર એક ટિફિન બોક્સ હતું, એક બેડ હતો, તેમની આંખોમાં મોટા સપના હતા અને તેની સાથે તેનો કંઇક કરી ચૂકવાનો મજબૂત ઇરાદો હતો. અનિલ અગ્રવાલ (Anil Agarwal)એવા લોકો પૈકી એક છે જેમણે પોતાની સફળતાની કહાની ( Anil Agarwal Success Story) જાતે લખી છે. ફોર્બ્સ (Forbes)ના જણાવ્યા પ્રમાણે આજે તેમની પાસે 3.6 અબજ ડોલરની સંપત્તિ છે.

મુંબઇ આવ્યા ત્યારે હતા ખિસ્સા ખાલી

15 ફેબ્રુઆરી, 2022એ સવારે 4.49 વાગ્યે, 67 વર્ષીય અનિલ અગ્રવાલે તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર જૂના દિવસોની યાદો શેર કરી અને લખ્યું કે, “કરોડો લોકો મુંબઈ પોતાનું નસીબ અજમાવવા આવે છે, હું પણ એમાંનો જ એક હતો. મને આજે પણ યાદ છે કે જ્યારે મેં બિહાર છોડ્યું હતું, ત્યારે મારા હાથમાં માત્ર એક ટિફિન બોક્સ હતું, બેડિંગ હતી અને તેની સાથે મારી આંખોમાં સ્વપ્નો પણ હતા. જ્યારે હું વિક્ટોરીયા ટર્મિનસ સ્ટેશન પહોંચ્યો ત્યારે મેં અનેક વસ્તુઓ જીવનમાં પહેલીવાર જોઇ હતી.”

આ પણ વાંચો - punjab election 2022 : હું ભગત સિંહનો શિષ્ય, લોકો મને આતંકી બનાવવામાં લાગ્યા છે : અરવિંદ કેજરીવાલ

મજબૂત મનોબળ સાથે ઉઠાવો પહેલું પગલું

તેઓ આગળ લખે છે કે, “મેં પહેલી વાર કાળી-પીળી ટેક્સી, ડબલ ડેકર બસ અને સપનાનું શહેર જોયું. એ પહેલાં મેં આ બધી વસ્તુઓ માત્ર ફિલ્મોમાં જ જોઈ હતી. હું હંમેશા યુવાનોને સખત મહેનત કરવા પ્રોત્સાહિત કરું છું. જેથી તેઓ ઉંચાઈને સ્પર્શી શકે. મજબૂત ઇરાદા સાથે પહેલું પગલું ભરશો તો સફળતા ચોક્કસ મળશે એ નક્કી છે.”વિનમ્ર સ્વભાવના છે અનિલ અગ્રવાલ

અનિલ અગ્રવાલ સ્વભાવે ખૂબ જ વિનમ્ર છે. 2005માં રેડિફ પર પ્રકાશિત એક ઇન્ટરવ્યુમાં, તેમણે 1970ના દાયકામાં 19 વર્ષની વયે મુંબઇ આવવાની અને ક્યારેય પટના પાછા ન જવાની વાત કરી હતી. તેમણે જૂના સ્મરણો યાદ કરતા જણાવ્યું કે, “આ પહેલી વાર હતું જ્યારે હું વિમાનમાં (વિદ્યાર્થીઓના કન્સેશન પર) બેઠો હતો અને આખી ફ્લાઇટ દરમિયાન ચૂપ રહ્યો હતો, કારણ કે હું અંગ્રેજીમાં એક પણ શબ્દ બોલી શકતો ન હતો.”

1970ના દાયકામાં અનિલ અગ્રવાલે મુંબઈમાં સ્ક્રેપ મેટલ્સનો વેપાર શરૂ કર્યો હતો અને 1980ના દાયકામાં તેમણે સ્ટારલાઇટ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી હતી. 1990ના દાયકામાં કોપરને શુદ્ધ કરનારી આ કંપની દેશની પ્રથમ ખાનગી કંપની બની હતી. આ જ કંપની બાદમાં વેદાંત રિસોર્સિસ લિમિટેડ એટલે કે વેદાંતા ગ્રુપ બની હતી. આજે તે માત્ર દેશ જ નહીં પરંતુ વિશ્વની સૌથી મોટી ખાણ કંપનીઓમાંની એક છે.
First published:

Tags: Business, Success story

આગામી સમાચાર