Vedant Fashions IPO: ચોથી ફેબ્રુઆરીએ ખુલશે વધુ એક IPO, માન્યવરની પ્રમોટર કંપની લાવી રહી છે આઈપીઓ, જાણો વિગત
Vedant Fashions IPO: ચોથી ફેબ્રુઆરીએ ખુલશે વધુ એક IPO, માન્યવરની પ્રમોટર કંપની લાવી રહી છે આઈપીઓ, જાણો વિગત
તસવીર: manyavar.com
Vedant Fashions IPO: વેદાંત ફેશન્સ તરફથી આઈપીઓ માટે 824-866 રૂપિયા પ્રતિ શેર પ્રાઇસ બેન્ડ (Price band) જાહેર કરવામાં આવી છે. આ આઈપીઓ સંપૂર્ણ રીતે ઑફર ફોર સેલ છે. જેમાં વર્તમાન શેરધારકો અને પ્રમોટરો પોતાનો હિસ્સો વેચશે.
મુંબઇ. Vedant Fashions IPO: માન્યવર (Ethnic apparel brand Manyavar) નામે પરંપરાગત વસ્ત્રો વેચતી કંપની વેદાંત ફેશન્સ (Vedant Fashions)નો આઈપીઓ (Initial public offering) આગામી ચોથી ફેબ્રુઆરીના રોજ ખુલી રહ્યો છે. કંપની તરફથી આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ (Price band)ની જાહેરાત કરી દેવામાં આવી છે. એન્કર ઇન્વેસ્ટર્સ (Anchor Investors) માટે આઈપીઓ ત્રીજી ફેબ્રુઆરીના રોજ ખુલશે. અપર પ્રાઇસ બેન્ડ પ્રમાણે વેદાંત ફેશન્સ આ આઈપીઓ મારફતે બજારમાંથી 3,149 કરોડ રૂપિયા એકઠા કરવા માંગે છે. આઈપીઓ આઠમી ફેબ્રુઆરીના રોજ બંધ થશે.
પ્રાઇસ બેન્ડ (Vedant Fashions IPO price band)
વેદાંત ફેશન્સ તરફથી આઈપીઓ માટે 824-866 રૂપિયા પ્રતિ શેર પ્રાઇસ બેન્ડ જાહેર કરવામાં આવી છે. આ આઈપીઓ સંપૂર્ણ રીતે ઑફર ફોર સેલ છે. જેમાં વર્તમાન શેરધારકો અને પ્રમોટરો પોતાનો હિસ્સો વેચશે. કંપની 36,364,838 ઇક્વિટી શેર ઑફર ફોર સેલ માટે મૂકશે. કંપનીના પ્રમોટર્સમાં રવિ મોદી, શિલ્પી મોદી અને રવિ મોદી ફેમિલી ટ્રસ્ટ છે.
કેટલું રોકાણ કરવું પડશે? (Minimum Investment)
રોકાણકારો આઈપીઓ માટે ઓછામાં ઓછા 17 શેરની બોલી લગાવી શકે છે. અપર પ્રાઇસ બેન્ડ પ્રમાણે રોકાણકારોએ આઈપીઓમાં માટે ઓછામાં ઓછું 14,722 (17*866) રૂપિયાનું રોકાણ કરવું પડશે.
ગ્રે માર્કેટ પ્રીમિયમ (Grey Market Premium)
બજાર નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે 28મી જાન્યુઆરીના રોજ વેદાંત ફેશન્સનો શેર ગ્રે માર્કેટમાં 105 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો હતો. કંપનીના શેરનું લિસ્ટિંગ 16મી ફેબ્રુઆરીના રોજ BSE અને NSE પર થશે.
કંપની વિશે (Vedant Fashions company)
વેદાંત ફેશન્સ (Vedant Fashions) મેન્સ વેડિંગ એન્ડ સેલિબ્રેશન વીયર સેગમેન્ટમાં ભારતની સૌથી મોટી કંપનીઓમાંની એક છે. કંપનીની ફ્લેગશીપ બ્રાન્ડ "માન્યવર" વેડિંગ એન્ડ સેલિબ્રેશન વીયરમાં લીડર બ્રાન્ડ છે. જેની હાજરી આખા દેશમાં છે. આ ગ્રુપની અત્ય બ્રાન્ડ્સમાં ત્વમેવ (Twamev), મંથન (Manthan), મોહે (Mohey) અને મેબાઝ (Mebaz) સામેલ છે.
આઈપીઓનો 50 ટકા હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સ (QIB) માટે અનામત રાખવામાં આવ્યો છે. 15 ટકા હિસ્સો નોન-ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સ (NIB) માટે અનામત છે. રિટેલ રોકાણકારો માટે આઈપીઓનો 35 ટકા હિસ્સો અનામત રાખવામાં આવ્યો છે.