Home /News /business /Vedant Fashions IPO: આવતીકાલે ખુલશે માન્યવરની પ્રમોટર કંપનીનો IPO, જાણો પ્રાઇસ બેન્ડ, ગ્રે માર્કેટ પ્રીમિયમ સહિત વિગત

Vedant Fashions IPO: આવતીકાલે ખુલશે માન્યવરની પ્રમોટર કંપનીનો IPO, જાણો પ્રાઇસ બેન્ડ, ગ્રે માર્કેટ પ્રીમિયમ સહિત વિગત

પ્રૂડેન્ટ કોર્પોરેટનો આઈપીઓ

Vedant fashion IPO: માન્યવર (Manyavar)ની પ્રમોટર કંપનીનો આઈપીઓ આવતીકાલે એટલે કે શુક્રવારે, 4 ફેબ્રુઆરી 2022ના રોજ ત્રણ દિવસ માટે ખુલશે. આઈપીઓ આઠમી ફેબ્રુઆરીના રોજ બંધ થશે.

મુંબઈ. Vedant fashion Manyavar IPO: વેદાંત ફેશન્સ લિમિટેડનો આઈપીઓ (Vedant fashion IPO) સબ્સક્રિપ્શન માટે આવતીકાલે એટલે કે ચોથી ફેબ્રુઆરીના રોજ ખુલશે. રોકાણકારો આઠમી ફેબ્રુઆરી સુધી આઈપીઓ માટે બીડ કરી શકશે. પરંપરાગત વસ્ત્રોની બ્રાન્ડ માન્યવર (Manyavar brand)નું સ્વામિત્વ ધરાવતી કંપનીના આઈપીઓ માટે 824-866 રૂપિયા પ્રાઇસ બેન્ડ (Price Band) નક્કી કરવામાં આવી છે. આ પબ્લિક ઇશ્યૂમાં પ્રમોટર અને વર્તમાન શેરધારકો 3,63,64,838 ઇક્વિટી શેર ઑફર ફૉર સેલ (Offer for sale) માટે મૂકશે. કંપની અપર પ્રાઇસ બેન્ડ પ્રમાણે 3,149 કરોડ રૂપિયા એકઠા કરશે.

ગ્રે માર્કેટ પ્રીમિયમ (Vedant Fashions GMP)

બજાર નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે વેદાંત ફેશન્સના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ ઘટીને 43 રૂપિયા રહી ગયું છે. કંપનીના શેરનું લિસ્ટિંગ ભારતીય શેરબજારમાં 16મી ફેબ્રુઆરી 2022ના રોજ થવાનો અંદાજ છે.

નિષ્ણાતનો અભિપ્રાય

બ્રોકરેજ એન્જલ વને એક નોટમાં કહ્યુ છે કે, "વેદાંત ફેશન્સનો હાઈ ઓપરેટિંગ માર્જિન, અસેટ લાઇટ બિઝનેસ, મજબૂત બ્રાન્ડ અને પ્રોડક્ટની રેન્જ છે. પરંતુ અમારું માનવું છે કે આ પોઝિટિવ વાતોને કંપનીના વેલ્યુએશનમાં સામેલ કરી લેવાયા છે. આ માટે અમે તેને ન્યૂટ્રલ રેટિંગ આપીએ છીએ."

ચોઇસ બ્રોકિંગના અનાલિસ્ટ્સનું કહેવું છે કે, આઈપીઓની કિંમત ખૂબ વધારે છે. જેમાં રોકાણકારોની સુરક્ષા માટે માર્જિન છોડવામાં આવ્યું નથી. આઈપીઓ ભરતી વખતે સતર્ક રહેવાની જરૂર છે. અમે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને સતર્કતા સાથે આઈપીઓ ભરવાની સલાહ આપીએ છીએ.

પ્રાઇસ બેન્ડ (Vedant Fashions IPO price band)

વેદાંત ફેશન્સ તરફથી આઈપીઓ માટે 824-866 રૂપિયા પ્રતિ શેર પ્રાઇસ બેન્ડ જાહેર કરવામાં આવી છે. આ આઈપીઓ સંપૂર્ણ રીતે ઑફર ફોર સેલ છે. જેમાં વર્તમાન શેરધારકો અને પ્રમોટરો પોતાનો હિસ્સો વેચશે. કંપની 36,364,838 ઇક્વિટી શેર ઑફર ફોર સેલ માટે મૂકશે. કંપનીના પ્રમોટર્સમાં રવિ મોદી, શિલ્પી મોદી અને રવિ મોદી ફેમિલી ટ્રસ્ટ છે.

આ પણ વાંચો: Adani Wilmar IPO Allotment: શેરની ફાળવણી આજે, તમને શેર લાગ્યા કે નહીં તે આ રીતે તપાશો, જાણો લેટેસ્ટ GMP

કેટલું રોકાણ કરવું પડશે? (Minimum Investment)

રોકાણકારો આઈપીઓ માટે ઓછામાં ઓછા 17 શેરની બોલી લગાવી શકે છે. અપર પ્રાઇસ બેન્ડ પ્રમાણે રોકાણકારોએ આઈપીઓમાં માટે ઓછામાં ઓછું 14,722 (17*866) રૂપિયાનું રોકાણ કરવું પડશે.

કંપની વિશે (Vedant Fashions company)

વેદાંત ફેશન્સ (Vedant Fashions) મેન્સ વેડિંગ એન્ડ સેલિબ્રેશન વીયર સેગમેન્ટમાં ભારતની સૌથી મોટી કંપનીઓમાંની એક છે. કંપનીની ફ્લેગશીપ બ્રાન્ડ "માન્યવર" વેડિંગ એન્ડ સેલિબ્રેશન વીયરમાં લીડર બ્રાન્ડ છે. જેની હાજરી આખા દેશમાં છે. આ ગ્રુપની અત્ય બ્રાન્ડ્સમાં ત્વમેવ (Twamev), મંથન (Manthan), મોહે (Mohey) અને મેબાઝ (Mebaz) સામેલ છે. સપ્ટેમ્બર 2021 સુધી કંપીના રિટેલ નેટવર્કમાં 58 ગ્લોબલી શોપ ઈન શોપ્સ સહિત 546 એક્સક્લુઝિવ બ્રાન્ડ આઉટલેટ્સ સામેલ છે. જેમાં અમેરિકામાં 11 અને કેનેડા તેમેજ યૂએઈમાં 11 વિદેશી ઈબીઓ સામેલ છે. આ એવા વિસ્તારો છે જ્યાં મોટી સંખ્યામાં ભારતીય વસ્તી છે.

આ પણ વાંચો: Jubilant Food stock: ત્રીજા ત્રિમાસિક પરિણામ બાદ બ્રોકરેજ હાઉસિસ પાસેથી જાણો, શેરની ખરીદી કરવી, હોલ્ડ કરવો કે વેચી દેવો

કોના માટે કેટલો હિસ્સો અનામત?

આઈપીઓનો 50 ટકા હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સ (QIB) માટે અનામત રાખવામાં આવ્યો છે. 15 ટકા હિસ્સો નોન-ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સ (NIB) માટે અનામત છે. રિટેલ રોકાણકારો માટે આઈપીઓનો 35 ટકા હિસ્સો અનામત રાખવામાં આવ્યો છે.

એક્સિસ કેપિટલ, ઇડલવાઈઝ ફાઇનાન્સિયલ સર્વિસિસ, ICICI સિક્યોરિટીઝ, IIFL સિક્યોરિટીઝ અને કોટક મહિન્દ્રા કેપિટલ ઇશ્યૂ માટે બુક રનિંગ લીડ મેનેજર છે. KFintech પ્રાઇવેટ લિમિટેડ તેની રજિસ્ટ્રાર કંપની છે.
First published:

Tags: Investment, IPO, Share market

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો