અર્થતંત્રને લઈને FMની પ્રેસ કોન્ફરન્સ : હોમ, ઓટો અને પર્સનલ લોન લેનારાઓ માટે નાણા મંત્રીની મોટી જાહેરાત

દુનિયામાં ભારતની આર્થિક સ્થિત ખૂબ સારી છે. ચીન, અમેરિકા, જર્મની, યૂકે, ફ્રાંસ, કેનેડા, ઇટાલી, જાપાન જેવા દેશોની સરખામણીમાં ભારતનો જીડીપી ગ્રોથ રેટ વધારે છે : નાણા મંત્રી

News18 Gujarati
Updated: August 23, 2019, 6:54 PM IST
અર્થતંત્રને લઈને FMની પ્રેસ કોન્ફરન્સ : હોમ, ઓટો અને પર્સનલ લોન લેનારાઓ માટે નાણા મંત્રીની મોટી જાહેરાત
નિર્મલા સીતારમણ (ફાઇલ તસવીર)
News18 Gujarati
Updated: August 23, 2019, 6:54 PM IST
નવી દિલ્હી : દેશના અર્થતંત્રને લઈને નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં નાણા મંત્રીએ જાહેરાત કરી હતી કે વિદેશી તેમજ ઘરેલૂ રોકાણકારો પરથી સરચાર્જ હટાવી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ તેમણે કહ્યુ કે CSR કાયદાનું ઉલ્લંઘન હવે ક્રિમિનલ ગૂનો નહીં બને, હવે તે સિવિલ જવાબદારી ગણાશે. પહેલી ઓક્ટોબર 2019થી ઇન્કમટેક્સ ઓથોરિટી તમામ નોટિસ, સમન્સ, આદેશ વગેરે સેન્ટ્રલાઇઝ્ડ કોમ્પ્યૂટરની મદદથી મોકલશે. તમામ જૂની નોટિસ પ્રથમ ઓક્ટોબરથી ફરીથી સિસ્ટમમાં અપડેટ કરવામાં આવશે. નાણા મંત્રીએ કહ્યું કે, અમે બેંકોને કહ્યું છે કે રેપો રેટમાં ઘટાડાનો લાભ ગ્રાહકોને આપે. રેપો દરને વ્યાજ દર સાથે જોડતા કાર, ઘરની ખરીદી પર હપ્તો ઓછો થશે.

સામાન્ય જનતાને ફાયદો : નાણા મંત્રીએ કહ્યું કે RBI તરફથી વ્યાજદરમાં ઘટાડાનો પૂરો ફાયદો ગ્રાહકોને આપવા અંગે તમામ બેંકો સહમત થઈ ગઈ છે. જેનાતી હોમ, ઓટો લોન અને ઇએમઆઈ સસ્તો થશે. રેપો રેટમાં જે પ્રમાણે ઘટાડો થશે તે પ્રમાણે MCLRમાં ઘટાડો થશે. સરકારી બેંકોએ લોનો ભરપાઈ થવાના 15 દિવસમાં ડોક્યુમેન્ટ્સ ગ્રાહકોને પરત આપવા પડશે. તમામ પ્રકારની લોનની અરજીઓ ઓનલાઇન થશે. તેનું ઓનલાઇન ટ્રેકિંગ પણ કરી શકાશે.

મોટા પગલાં ભર્યા : નાણા મંત્રીએ સરકાર તરફથી લેવામાં આવેલા પગલાંઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, સ્ટાર્ટઅપ અને તેમાં રોકાણકારો માટે એન્જલ ટેક્સ જોગવાઈને ખતમ કરવામાં આવી છે. બેંકોને 70 હજાર કરોડ આપવામાં આવ્યા છે, જેનાથી તેઓ તેમનું દેવું ચુકવી શકે.
Loading...


એજેન્ડામાં સુધારો મોખરે : નાણા મંત્રીએ કહ્યુ કે સરકારના એજેન્ડામાં આર્થિક સુધારણા સૌથી ઉપર છે. સરકાર વેલ્થ ક્રિએટર્સનું સન્માન કરે છે. ટેક્સ ચુકવતા લોકોને પરેશાન નહીં કરવામાં આવે.

બિઝનેસ કરવો સરળ બનશે : નાણા મંત્રીએ કહ્યું કે ઇઝ ઓફ ડુઇંગ અતંર્ગત બિઝનેસ મામલાઓની પતાવટ 48 કલાકમાં કરી દેવામાં આવશે. MSME અને ઘર ખરીદનારા લોકો માટે એક મજબૂત IBC (Insolvency and Bankruptcy Board ) લાવવામાં આવ્યો છે.

GST ફાઇલિંગ સરળ બનશે : નાણા મંત્રીએ કહ્યું કે જીએસટી રિટર્ન ફાઇલિંગને વધારે સરળ બનાવવામાં આવશે. સાથે જ સરકાર GSTNમાં રહેલી ખામીઓને ઝડપથી દૂર કરશે.

નાણા મંત્રીએ પ્રેસ કોન્ફરન્સ પહેલા પ્રેઝન્ટેશન બતાવતા કહ્યું કે ભારતની સ્થિતિ દુનિયાની સરખામણીમાં ખૂબ સારી છે. દુનિયામાં ભારતની આર્થિક સ્થિત ખૂબ સારી છે. ચીન, અમેરિકા, જર્મની, યૂકે, ફ્રાંસ, કેનેડા, ઇટાલી, જાપાન જેવા દેશોની સરખામણીમાં ભારતનો જીડીપી ગ્રોથ રેટ વધારે છે.
First published: August 23, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...