વાપીમાં પ્રદુષણ ઓકતા ઉદ્યોગોને પુણે NGTAનું તેડું આવતા ફફડાટ

News18 Gujarati | Web18
Updated: October 1, 2015, 5:08 PM IST
વાપીમાં પ્રદુષણ ઓકતા ઉદ્યોગોને પુણે NGTAનું તેડું આવતા ફફડાટ
વાપીઃ વાપીમાં થઇ રહેલા પ્રદુષણના મુદ્દે વાપીના એક પર્યાવરણવાદી અને આર.ટી.આઈ કાર્યકરએ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ પુણેમાં વાપીમાં પ્રદુષણને મુદે એક પીટીશન દાખલ કરી હતી. જે સંદર્ભે એન.જી ટી.એ વાપીમાં પ્રદુષણ ફેલાવતા કેટલાક ઉદ્યોગોને પુણેનું તેડું મોકલ્યું છે.

  • Web18
  • Last Updated: October 1, 2015, 5:08 PM IST
  • Share this:
વાપીઃ વાપીમાં થઇ રહેલા પ્રદુષણના મુદ્દે વાપીના એક પર્યાવરણવાદી અને આર.ટી.આઈ કાર્યકરએ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ પુણેમાં વાપીમાં પ્રદુષણને મુદે એક પીટીશન દાખલ કરી હતી. જે સંદર્ભે એન.જી ટી.એ વાપીમાં પ્રદુષણ ફેલાવતા કેટલાક ઉદ્યોગોને પુણેનું તેડું મોકલ્યું છે.

vapi pradusan

નેસનલ ગ્રીન ટ્રીબ્યુનલ એટલે એન.જી.ટી એ આ મામલે જી.પી.સી.બી ને વાપી માં પ્રદુષણ ઓકતા ઉદ્યોગોને પુણેની એન.જી.ટી સમક્ષ હાજર કરવાનું ફરમાન કર્યું છે.આ ફરમાનને લઈને વાપીના ઉદ્યોગોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આથી વાપીના ઉદ્યોગપતિ એકત્રિત થઈને આ મુશ્કેલીમાંથી કેવી રીતે બહાર આવવું તેની ગોઠવણમાં દોડતા થઇ ગયા છે. એક બાજુ વાપી દેશના સૌથી વધુ પ્રદુસિત વિસ્તાર બદનામ થઇ રહ્યું છે.અને હવે એન.જી ટીના ફરમાન બાદ વાપીના ઉદ્યોગો વધુ મોટી મુશ્કેલીઓમાં મુકાય તેવી સંભાવના વર્તાઈ રહી છે.

વાપી  જીઆઈડીસીમાં આજે નાના મોટા અંદાજે 2000 હજાર જેટલા ઉદ્યોગો કાર્યરત છે.દેશની નામાંકિત ઉદ્યોગ ગૃહો દ્વારા પોતાના યુનિટો વાપીમાં શરુ કરેલ છે.જોકે શરૂઆતના દૌરમાં પ્રદુષણના મામલે સરકારની ઉદાસીનતાને કારણે આ ઉદ્યોગો દ્વારા બેફામ પ્રદુષણ કરાયુ હતું.

પ્રદુષણ ઓકતા ઉદ્યોગો બેફામ બનતા વર્ષ 2014માં વાપીના એક પ્રયાવરણવાદી અને આર.ટી.આઈ એક્ટીવીસ્ટ તરુણ પટેલ દ્વારા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ પુણેમાં પ્રદુષણના મુદ્દે પીટીશન દાખલ કરી હતી.જે સંદર્ભે એન.જી ટી. એ વાપીમાં પ્રદુષણ મુદે લાલ આંખ કરી છે.અને પ્રદુષણ ઓકતા ઉદ્યોગો ને ટ્રીબ્યુનલ સમક્ષ હાજર થવા નું ફરમાન કર્યું છે.

એન.જી ટી. એ કરેલા આદેશ પ્રમાણે જી.પી.સી.બી એ અત્યાર સુધી વાપી ના પ્રદુષણ ફેલાવતા અગાઉ એક થી વધુ વખત પકડાઈ ગયેલા 10 જેટલા ઉદ્યોગો ને નોટીસ ફટકારી છે.એક અંદાજ મુજબ છેલ્લા 4 વર્ષ માં ગુજરાત પોલ્યુસન કંટ્રોલ બોર્ડ દ્વારા વાપી ના 750 જેટલા ઉદ્યોગો ને પ્રદુષણ ના મામલે નોટીસ ફટકારી છે અને તેમાં પણ અનેક ઉદ્યોગોને એક કરતા વધુ વખત ક્લોસર નોટીસ ફટકારી છે.આથી પ્રદુષણ ફેલાવવા માટે બદનામ હજુ પણ કેટલાક ઉદ્યોગો પર ગાજ પડી સકે છે.આથી વાપીના ઉદ્યોગોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.આમ હવે વાપીના ઉદ્યોગપતિઓ આ નવી આવી પડેલી મુશ્કેલીમાંથી કેવી રીતે બહાર નીકળવું તેની રણનીતિ ઘડવા મથામણ કરી રહ્યા છે.
First published: October 1, 2015, 5:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading