Home /News /business /'સ્વર્ગ' સુધી સફર કરવા થઇ જાવ તૈયાર! એફિલ ટાવરથી પણ ઉંચા બ્રિજ પર ચાલશે 'વંદે ભારત'

'સ્વર્ગ' સુધી સફર કરવા થઇ જાવ તૈયાર! એફિલ ટાવરથી પણ ઉંચા બ્રિજ પર ચાલશે 'વંદે ભારત'

કાશ્મીર ખીણ દેશના બાકીના ભાગો સાથે રેલ માર્ગે જોડાઈ જશે તો જમ્મુથી અહીં પહોંચવું વધુ સરળ અને ઝડપી બનશે.

Jammu-Srinagar Vande Bharat: કાશ્મીરની મુલાકાત લેવાનું કોને મન ન થાય, પરંતુ રસ્તામાં આવતી મુશ્કેલીઓ અને પરિસ્થિતિઓ જોઈને લોકો વારંવાર પાછા વળી જાય છે. પરંતુ, ભારતીય રેલ્વેએ તમારા માટે આ મુશ્કેલીને સરળ બનાવી દીધી છે અને ટૂંક સમયમાં વંદે ભારત ટ્રેનથી કાશ્મીર સુધીની શાનદાર યાત્રા શરૂ થવા જઈ રહી છે.

વધુ જુઓ ...
પૃથ્વી પર સ્વર્ગની યાત્રા કરવાનું દરેકનું સપનું હોય છે. તમારી આ સફરમાં ક્યારેક હવામાન તો ક્યારેક આતંકવાદીઓ અવરોધ બની જાય છે. પરંતુ, આ પ્રકારનું પરાક્રમ કરીને ભારતીય રેલ્વેએ બતાવી દીધું છે કે હવે આ મુસાફરીના માર્ગમાં કોઈ અવરોધ આવશે નહીં. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કરીને માહિતી આપી છે કે વર્ષના અંત સુધીમાં વંદે ભારત ટ્રેન (જમ્મુ-શ્રીનગર વંદે ભારત) જમ્મુથી સીધી શ્રીનગર સુધી દોડશે. રેલ્વે મંત્રીએ એક વીડિયો જાહેર કર્યો છે અને કહ્યું છે કે વિશ્વનો સૌથી ઉંચો રેલ્વે બ્રિજ પણ લગભગ તૈયાર છે.

કાશ્મીર જેને ધરતી પરના સ્વર્ગ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખરાબ હવામાનને કારણે માર્ગ અને હવાઈ માર્ગો બંધ થવાને કારણે ઘણી વખત દેશના અન્ય ભાગોથી તે સંપર્ક વિહોણું પણ થઇ જાય છે. ભારતીય રેલ્વેએ હવે આ પડકારને પાર કરી લીધો છે અને ટૂંક સમયમાં જ જમ્મુથી શ્રીનગર સુધીની રેલ્વે લાઈન તૈયાર થઈ જશે અને થોડા જ કલાકોમાં તમે સુંદર મેદાનોમાં પહોંચી જશો. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક પ્રોજેક્ટ (USBRL) પર કામ ડિસેમ્બર 2023 અથવા જાન્યુઆરી 2024 સુધીમાં પૂર્ણ થઈ જશે. આ પછી વંદે ભારત મેટ્રો ટ્રેન પણ જમ્મુથી શ્રીનગર સુધી દોડશે.

આ પણ વાંચો: આ ખેડૂતે કમાલ કર્યો, એવો આંબો તૈયાર કર્યો જે વર્ષમાં 3 વાર કેરી આપે, રાષ્ટ્રપતિ ભવનમાં પણ લાગ્યા છોડ

રેલ્વે મંત્રીએ પ્રવાસ કર્યો


આ પ્રોજેક્ટનું સૌથી મુશ્કેલ કામ ચિનાબ નદી પર રેલવે પુલ બનાવવાનું છે. વાસ્તવમાં, આ બ્રિજ એફિલ ટાવરથી ઊંચો છે અને વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ પણ છે. તેની ઊંચાઈ લગભગ 359 મીટર છે, જ્યારે એફિલ ટાવરની કુલ ઊંચાઈ 330 મીટર છે. બ્રિજનું નિરીક્ષણ કરતા પહેલા રેલ્વે મંત્રીએ પૂજા પણ કરી હતી અને ટ્રોલીમાં બેસીને પુલ પાર કર્યો હતો. તેમણે કહ્યું કે જમ્મુમાં એન્જિનિયરોને વિશેષ તાલીમ પણ આપવામાં આવશે. ચિનાબ બ્રિજ પર ટ્રેક બનાવવાનું કામ પૂર્ણ થઈ ગયું છે અને હવે ઈલેક્ટ્રિફિકેશન અને એન્ટિ-કોલિઝન સેફ્ટી ડિવાઈસ એટલે કે કવચ લગાવવાનું કામ ચાલી રહ્યું છે.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદી વંદે ભારતને લીલી ઝંડી આપશે! આરામદાયક મુસાફરી સાથે જોવા મળશે ચાના બગીચા, આ શહેરો વચ્ચે દોડશે નવી ટ્રેન

કાશ્મીરમાં થશે મેઇન્ટેનન્સ


વૈષ્ણવે કહ્યું કે કાશ્મીર ખીણમાં બડગામ ખાતે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની જાળવણી માટે વ્યવસ્થા કરવામાં આવશે. આ રેલ લિંકનું કામ પૂરું થતાં જ આ ટ્રેક પર વંદે ભારત ટ્રેન દોડવા લાગશે. ચેનાબ પરનો પુલ અડધા ફૂટબોલ મેદાન જેટલો છે અને તે ગર્વની વાત છે. તે અત્યંત સક્રિય સિસ્મિક ઝોનમાં બનેલ છે, જેનો અર્થ છે કે અહીં ભૂકંપનું જોખમ ઘણું વધારે છે. આ જ કારણ છે કે બ્રિજ 28 હજાર ટન સ્ટીલનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. તેની કુલ કિંમત લગભગ 1,486 કરોડ રૂપિયા છે.

ચિનાબ બ્રિજ આટલો ખાસ કેમ?


આ પુલની ઊંચાઈ લગભગ 359 મીટર છે, જ્યારે કુલ લંબાઈ 1,315 મીટર છે. આ કમાન પુલ 17 સ્પાન એટલે કે થાંભલાઓ પર ઉભો છે, જેમાં મુખ્ય સ્પાન 460 મીટર ઉંચો છે. બ્રિજનું સરેરાશ આયુષ્ય 120 વર્ષ છે અને તે 266 કિમીની ઝડપે ફૂંકાતા પવનનો પણ સામનો કરી શકે છે. આ પુલ પરથી ટ્રેન 100 કિમીની ઝડપે પસાર થઈ શકશે.


જમ્મુથી શ્રીનગર 3.5 કલાકમાં


રેલ્વે મંત્રીએ દાવો કર્યો છે કે એકવાર કાશ્મીર ખીણ દેશના બાકીના ભાગો સાથે રેલ માર્ગે જોડાઈ જશે તો જમ્મુથી અહીં પહોંચવું વધુ સરળ અને ઝડપી બનશે. આ રેલ લિંક દ્વારા જમ્મુથી કાશ્મીર માત્ર 3.5 કલાકમાં પહોંચી શકાશે. એટલું જ નહીં, કાશ્મીરથી સફરજન અને અન્ય કૃષિ ઉત્પાદનોનું પરિવહન પણ ખૂબ જ સરળ બનશે. ચિનાબ બ્રિજ પાસે પ્રવાસન સ્થળો વિકસાવવા માટે પણ કામ ચાલી રહ્યું છે.
First published:

Tags: Business news, Railway Ministry, Vande Bharat Express