Mutual Fund: 18 ઓગસ્ટ સુધી અહીં લગાવી શકો છો રૂ. 5000, ઓછા સમયમાં મળશે બમ્પર વળતર!

પ્રતીકાત્મક તસવીર

UTI Mutual Fund: આ યોજનાનો રોકાણ ઉદ્દેશ્ય સમગ્ર માર્કેટ કેપમાં મહત્તમ 30 શેરોના ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત ઉપકરણોમાં રોકાણ કરીને લાંબા સમયગાળાની મૂડી પેદા કરવાનો છે.

  • Share this:
નવી દિલ્હી: જો તમે રોકાણ (Investment) કરવા વિશે વિચારી રહ્યા છો તો તમારી પાસે એક શાનદાર અવસર છે. યૂટીઆઇ મ્યૂચુઅલ ફંડ (UTI Mutual Fund)એ એક ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ લોન્ચ કરી છે, જેમાં માર્કેટ કેપમાં વધુ 30 શેરોમાં રોકાણ કરાયું છે. જેનું નામ છે, યુટીઆઇ ફોકસ્ડ ઇક્વિટી ફંડ (UTI Focused Mutual Fund). આ નવી ફંડ ઑફર 4 ઓગસ્ટે શરૂ થઇ ગઈ છે અને 18 ઓગસ્ટ, 2021એ તે બંધ થશે.

આ યોજનાનો રોકાણ ઉદ્દેશ્ય સમગ્ર માર્કેટ કેપમાં મહત્તમ 30 શેરોના ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત ઉપકરણોમાં રોકાણ કરીને લાંબા સમયગાળાની મૂડી પેદા કરવાનો છે. જોકે આ વાતનું કોઇ આશ્વાસન ન હોઇ શકે કે યોજનાના રોકાણ ઉદ્દેશ્યને પ્રાપ્ત કરી શકાશે. સુધાંશુ અસ્થાના આ યોજનાના ફંડ મેનેજર છે.

આ પણ વાંચો: રતન ટાટાના રોકાણવાળી કંપની આપી રહી છે બિઝનેસની તક, એક લાખના રોકાણમાં કરો મોટી કમાણી

જાણો શું કહે છે એક્સપર્ટ?

સુધાંશુએ જણાવ્યું કે, ફોકસ્ડ ઇન્વેસ્ટમેન્ટ (Focused Investment) વિશ્વાસ વિશે છે કે આલ્ફા પેદા કરવા માટે પોર્ટફોલિયો આપણી ફિલસૂફી અનુસાર છે. પહેલું તે કે ઘણી બધી કંપનીઓમાંથી શ્રેષ્ઠ પસંદ કરવા અને અનુસંધાન અને ફંડ આયોજનમાં સારા અનુભવની મદદથી આપણા સ્કોર આલ્ફા રોકાણ ફીલસૂફી પર વિશ્વાસ રાખીને આ કામ કરવાનું છે. બીજું કે, દરેક કંપનીમાં મહત્વપૂર્ણ પોર્ટફોલિયોનું નિર્માણ કરવાનું છે, જે પોર્ટફોલિયો પરિણામ વધારી શકે.

આ પણ વાંચો:  1 લાખના 12 લાખ! આ SME સ્ટૉકે ચાર મહિનામાં આપ્યું 1,082%થી વધારે વળતર

યૂટીઆઇ ફોકસ્ડ ઇક્વિટી ફંડ 30 હાઇ કનવિક્શન આઇડિયાનો એક કેન્દ્રિત પોર્ટફોલિયો બનાવવાનો પ્રયાસ કરશે. લાંબા સમયગાળાના સતત વિકાસ ક્ષમતાવાળા શેરોની સાથે કોર પોર્ટફોલિયોનું નિર્માણ કરવામાં આવશે. પોર્ટફોલિયોનો એક ભાગ પરિવર્તનકારી અવસરોમાં રોકવામાં આવશે.

યૂટીઆઇ ફોકસ્ડ ઇક્વિટી ફંડની મુખ્ય વિશેષતાઓ

યૂટીઆઇ ફોકસ્ડ ઇક્વિટી ફંડ શેરોની ઓળખ કરવા માટે બોટમ-અપ દ્રષ્ટિકોણ અપનાવશે અને ગ્રોથ સ્ટોક તરફ ઝૂકાવની સાથે ગ્રોથ અને વેલ્યૂ સ્ટોક બંનેમાં રોકાણ મિશ્રિત રણનીતિનું પાલન કરશે. ફંડના પ્રયત્નો તમામ ક્ષેત્રો અને બજાર મૂડીકરણમાં રોકાણમાં વિવિધતા લાવવાના છે.

આ પણ વાંચો: ફાયદો જ ફાયદો: આ પાંચ ખાનગી બેંક બચત ખાતા પર આપી રહી છે સૌથી વધારે વ્યાજ, જાણો વિગત

ઓછામાં ઓછા 5000 રૂપિયાનું કરો રોકાણ

આ ફંડમાં ઓછામાં ઓછું પ્રારંભિક રોકાણ રૂ. 5000 અને 1/- રૂપિયાના ગુણાંકમાં. ત્યાર બાદ કોઇ મહત્તમ સીમા નથી. વધારાની ખરીદ રકમ રૂ. 1000/- અને રૂ. 1/-ના ગુણાંકમાં. ત્યાર બાદ કોઇ સીમા નથી.

(ડિસ્ક્લેમર: માર્કેટ રોકાણ બજાર જોખમોને આધિન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લો. ન્યૂઝ18 ગુજરાતી તરફથી કોઈને પણ પૈસા લગાવવાની સલાહ નથી આપવામાં આવતી.)
Published by:Vinod Zankhaliya
First published: