Home /News /business /

સુરત હીરા બજારને લાગી નજર, છ મહિનામાં 100થી વધુ પાટીયા ઉતર્યા, 757 કરોડનું ઉઠમણું

સુરત હીરા બજારને લાગી નજર, છ મહિનામાં 100થી વધુ પાટીયા ઉતર્યા, 757 કરોડનું ઉઠમણું

સુરતઃ સુરતમાં હીરાની ચમક ધીરેધીરે ઓછી થતી જતી હોય તેવુ લાગી રહ્યુ છે કારણ કે જે રીતે છેલ્લા છ મહિનામાં ઉઠામણાંના આંક સામે આવ્યા છે તેને લઇને હીરાના વેપારીઓ હીરાબજારમાં વેપાર કરતા ડરી રહ્યા છે. છેલ્લા છ મહિનાની વાત કરીએ તો અંદાજિત 100થી વધુ ઉઠામણાં હીરાબજારમાં થઇ ચુકયા છે જેનો આંક 757 કરોડ પર પહોંચ્યો છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
સુરતઃ સુરતમાં હીરાની ચમક ધીરેધીરે ઓછી થતી જતી હોય તેવુ લાગી રહ્યુ છે કારણ કે જે રીતે છેલ્લા છ મહિનામાં ઉઠામણાંના આંક સામે આવ્યા છે તેને લઇને હીરાના વેપારીઓ હીરાબજારમાં વેપાર કરતા ડરી રહ્યા છે. છેલ્લા છ મહિનાની વાત કરીએ તો અંદાજિત 100થી વધુ ઉઠામણાં હીરાબજારમાં થઇ ચુકયા છે જેનો આંક 757 કરોડ પર પહોંચ્યો છે.
સુરત શહેરની ઓળખ સમાન શહેરના બે પાયાના વેપારો ટેક્ષટાલ અને ડાયમંડમાં લાંબા સમયથી ચાલી રહેલી મંજીની પરિસ્થિતિને કારણે ઉઠમણાંના દૌર સતત ચાલી રહ્યો છે. એવામાં કરોડોની માતબર રકમ ફસાિ હોવા છતાં વેપારીઓ જુનવણી પધ્ધતિએ કરતા વેપાર તેમજ વેપારીના  વેશમાં કેટલાક ઠગો દ્વારા થતી ઠગાઇના કારણે વેપારીઓનો નુકશાનનો આકંડો રૂ 750 કરોડને પાર થયો છે.  ખાસ કરીને  છેલ્લા છ મહિનાની વાત કરવામાં આવે તો 100થી વધુ ઉઠામણાં થઇ ચુકયા છે. જેનો આંક 757 કરોડને પાર પહોંચ્યો છે. આ ઉઠામણા પૈકી સૌથી મોટું ઉઠામણુ રૂ 80 કરોડનું મુંબઇની ડોલી નામની મહિલાએ કર્યુ હતુ.

સામાન્ય રીતે વાત કરીએ હીરા ઉધોગ જુનવણી પ્રથાથી ચાલી આવે છે. એટલે કે તેો દ્વારા વેપાર-ધંધામાં વિશ્વાસ મુકીને માત્ર ચિઠ્ઠી પર કરોડોનો ધંધો કરતા હોય છે. જેનો લાભ આવા લેભાગુ તત્વો ઉઠાવે છે. શરૂઆતમાં વેપારીોનો વિશ્વાસ જીતી લીધા બાદ તેઓને સમયસર માલ ખરીદીનું પેમેન્ટ ચુકવણુ કરી દે છે. જો કે બાદમાં એકસાથે 20થી 25 જેટલા વેપારીઓ પાસેથી કરોડો રૂપિયાનો માલ ખરીદી અંડરગ્રાઉન્ડ થઇ જતા હોય છે.

વિશ્વાસના ધંધામાં અવિશ્વાસનું વાતાવરણ સર્જાતા હવે હીરાના વેપારીઓ ધંધો કરતા પણ ડરે છે. 20 થી 30 ટકામાં સમાધાન થતુ હોવાથી લેભાગુને મોકળુ મેદાન મળે છે. કાયદાકીય રક્ષણ ન હોવાના કારણે વેપારીઓ લાચાર છે.

First published:

Tags: ડાયમંડ, વિશ્વાસ, સમાધાન, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन