Home /News /business /બાબા રામદેવની મુશ્કેલી ફરી વધી! આ કારણે પતંજલિ પર રૂ. ત્રણ કરોડનો દંડ લાગી શકે

બાબા રામદેવની મુશ્કેલી ફરી વધી! આ કારણે પતંજલિ પર રૂ. ત્રણ કરોડનો દંડ લાગી શકે

પતંજલિ સ્ટોર્સ (ફાઇલ તસવીર)

રિપોર્ટ પ્રમાણે પતંજલિ આયુર્વેદ કંપનીની બે શરબત બ્રાન્ડમાં અલગ અલગ દાવા કરવામાં આવ્યા છે.

યોગ ગુરુ બાબા રામદેવની કંપની પંતજલિ ફરી એકવાર વિવાદમાં ફસાતી નજરે પડી રહી છે. યુએસ હેલ્થ રેગ્યુલેટર, યૂનાઇટેડ સ્ટેટ્સ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (USFDA)ના એક રિપોર્ટમાં પતંજલિની બે શરબત બ્રાન્ડમાં ભારત અને અમેરિકામાં અલગ અલગ ગુણવત્તા હોવાનું માલુમ પડ્યું છે.

આ કારણે અમેરિકન ફૂડ વિભાગ પતંજલિ આયુર્વેદ કંપની વિરુદ્ધ કેસ દાખલ કરવા માટે વિચારી રહી છે. દોષી માલુમ પડતા કંપની પર આશરે ત્રણ કરોડ રૂપિયાનો દંડ લાગી શકે છે. રિપોર્ટ પ્રમાણે પતંજલિ આયુર્વેદ કંપનીની બે શરબત બ્રાન્ડમાં અલગ અલગ દાવા કરવામાં આવ્યા છે.

કંપનીએ ભારતમાં વેચવામાં આવતા સરબતના ઉત્પાદકોના લેબલ પર અલગ દાવા કર્યા છે, જ્યારે અમેરિકામાં નિકાસ કરવામાં આવતી પ્રોડક્ટો પર અલગ દાવો કરવામાં આવ્યો છે. જો પતંજલિ વિરુદ્ધ આરોપ સાચા સાબિત થશે તો અપરાધિક કેસ અને પાંચ લાખ યુએસ ડોલર સુધી દંડ લાગી શકે છે. એટલું જ નહીં કંપનીના અધિકારીઓને ત્રણ મહિનાની જેલ પણ થઈ શકે છે.



USFDAના એક તપાસ અધિકારી મોરીન વેન્ટજેલે ગત વર્ષે સાતમી અને આઠમી મેના રોજ પતંજલિ આયુર્વેદ લિમિટેડના હરિદ્વારા પ્લાન્ટની મુલાકાત લીધી હતી. વેન્ટજેલે પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે, મને માલુમ પડ્યું કે ઘરેલૂ (ભારત) અને આંતરરાષ્ટ્રીય (અમેરિકા) બજારમાં 'બેલ શરબત' અને 'ગુલાબ શરબત'ના નામે ઉત્પાદકો પતંજલિના બ્રાન્ડ નામથી વેચવામાં આવી રહ્યા છે. જેમાં ભારતીય લેબલ પર ઔષધીય અને આહાર સંબંધી વધારાના દાવા કરવામાં આવ્યા છે.

વેન્ટજેલના નિરીક્ષણ રિપોર્ટ પ્રમાણે પતંજલિના હરિદ્વાર પ્લાન્ટમાં કે જ્યાં મધનું પ્રોસેસિંગ કરવામાં આવે છે, ત્યાં યંત્રો પર કબૂતર ઉડી રહ્યા હતા. વેન્ટજેલને કહેવામાં આવ્યું હતું કે મશીન ચાલુ કરતી વખતે કબૂતરોને ઉડાવી દેવામાં આવશે. પતંજલિના ગ્રુપ પ્રવક્તાએ પીટીઆઈ ભાષાએ આ રિપોર્ટ પર કરેલા સવાલનો કોઈ જવાબ આપ્યો ન હતો.
First published:

Tags: USA, પતંજલી