Maruti Ciazની કિંમતથી પણ સસ્તામાં મળી રહી છે Audi A4

News18 Gujarati
Updated: October 25, 2019, 4:21 PM IST
Maruti Ciazની કિંમતથી પણ સસ્તામાં મળી રહી છે Audi A4
તમે આ કારને મારુતિ સિયાઝ કરતા ઓછામાં ખરીદી શકો છો.

તમે આ કારને મારુતિ સિયાઝ કરતા ઓછામાં ખરીદી શકો છો.

  • Share this:
ઑડી કાર મારુતિની સિયાઝ કરતા પણ સસ્તી મળી રહી છે, તમે વિચારતા હશો કે આ કેવી રીતે હોઇ શકે? પરંતુ તે શક્ય છે, ઑડી એ 4 લક્ઝરી કારોમાં સૌથી લોકપ્રિય સેડાન કાર માનવામાં આવે છે, જેની કિંમત આશરે 45 લાખ રૂપિયા (નવું મૉડલ) છે, પરંતુ ધનતેરસ પર તમે આ કારને મારુતિ સિયાઝ કરતા ઓછામાં ખરીદી શકો છો.

સિયાઝથી સસ્તી ઑડી

ખરેખર ફેસબૂક પેઇઝ માર્કેટ પ્લેસ પરની એક પોસ્ટ મુજબ, સેકન્ડહેન્ડ ઑડી એ 4 વેચાઇ રહી છે. જેની માંગ કિંમત 9.75 લાખ રૂપિયા છે, જે આ સમયે ખૂબ આકર્ષક ડીલ સાબિત થઈ શકે છે. જે મારુતિ સુઝુકીની નવી સિયાઝ કરતા સસ્તી છે.



હાલમાં મારુતિ સુઝુકી સિયાઝ ડેલ્ટા ડીઝલ (1.5L) અને સિયાઝ સ્માર્ટ હાઇબ્રિડ આલ્ફા પેટ્રોલની કિંમત 9.98 લાખ રૂપિયા છે જ્યારે સિયાઝના ટોપ મૉડેલની કિંમત 11.38 લાખ રૂપિયા છે. સેકન્ડ હેન્ડ ઑડી એ 4 તેની વિગતો સાથે અનેક તસવીરો પણ શેર કરવામાં આવી છે. ફોટામાં કારની સ્થિતિ પણ સારી દેખાઈ રહી છે. કોઈ શારીરિક નુકસાન પણ દેખાતું નથી, પરંતુ કારની બોડી પર લાઇટ સ્ક્રેચ્સ જોઇ શકાય છે.

સેકન્ડ હેન્ડ ઑડી એ 4ની માહિતી

પોસ્ટ અનુસાર ડીઝલ એન્જિન સાથે મૉડેલ વર્ષ 2011 નું છે. તે 19 ઇંચના મલ્ટી-સ્પોક એલોય વ્હીલ્સ સાથે જોઇ શકાય છે અને લો પ્રોફાઇલ ટાયર સાથે આવે છે. મળતી માહિતી મુજબ આ કાર 55,000 કિમી સુધી ચાલી છે. તેમાં 2.0-લિટર ડીઝલ એન્જિન છે જે 136 બીએચપી પાવર અને 326 એનએમ ટોર્ક આપે છે. તેની ટોપ સ્પીડ 215 કિમી પ્રતિ કલાકની છે. આ કાર ઓટોમેટિક ગિયરબોક્સ સાથે આવે છે. તેમાં અનેક સલામતી સુવિધાઓ સાથે ઇલેક્ટ્રિક સનરૂફ અને ક્રુઝ કંટ્રોલ જેવી સુવિધાઓ પણ મળે છે.
First published: October 25, 2019, 4:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading