Home /News /business /US Inflation : અમેરિકામાં 1981 બાદ રેકોર્ડ સ્તરે મોંઘવારીનો દર વધ્યો, ફુગાવો રોકવા નવી પોલિસીની શક્યતા

US Inflation : અમેરિકામાં 1981 બાદ રેકોર્ડ સ્તરે મોંઘવારીનો દર વધ્યો, ફુગાવો રોકવા નવી પોલિસીની શક્યતા

અમેરિકામાં મોંઘવારી

US Inflation :  અમેરિકામાં ફુગાવો રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. ( USA Inflation) જૂન 2022માં અમેરિકામાં મોંઘવારીનો દર 9.1 ટકા પર પહોંચી ગયો છે. છેલ્લા 41 વર્ષમાં, 1981 પછી પહેલીવાર કોઈ મહિનામાં મોંઘવારીનો દર આટલો ઊંચો રહ્યો છે. અમેરિકાની સેન્ટ્રલ ફેડરલ રિઝર્વ (central federal reserve USA) દેશમાં ફુગાવાને કાબૂમાં રાખવામાં અત્યાર સુધી નિષ્ફળ રહી છે.

વધુ જુઓ ...
US Inflation :  અમેરિકામાં ફુગાવો રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે, 41 વર્ષ પછી મોંઘવારીનો દર આટલો ઊંચો રહ્યો છે, પેટ્રોલ, ઘરનું ભાડું અને ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો મુખ્ય કારણ, યુએસ ફેડરલ રિઝર્વ બેંક નાણાકીય પોલિસી વધુ કડક બનાવી શકે છે. અમેરિકામાં મોંઘવારી વધવાથી વિશ્વ પર અસર પડશે.

અર્થશાસ્ત્રીઓના અનુમાનને ખોટા સાબિત કરી, અમેરિકામાં ફુગાવો રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે.( USA Inflation) જૂન 2022માં અમેરિકામાં મોંઘવારીનો દર 9.1 ટકા પર પહોંચી ગયો છે. છેલ્લા 41 વર્ષમાં, 1981 પછી પહેલીવાર કોઈ મહિનામાં મોંઘવારીનો દર આટલો ઊંચો રહ્યો છે. અમેરિકાની સેન્ટ્રલ ફેડરલ રિઝર્વ (central federal reserve USA) દેશમાં ફુગાવાને કાબૂમાં રાખવામાં અત્યાર સુધી નિષ્ફળ રહી છે.

યુએસ લેબર ડિપાર્ટમેન્ટે બુધવારે 13 જુલાઈના રોજ ફુગાવાના આંકડા જાહેર કર્યા છે. લેબર ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે જૂન મહિનામાં ‘કસ્ટમર પ્રાઈઝ ઈન્ડેક્સમાં’ પાછલા વર્ષની સરખામણીમાં 9.1 ટકાનો વધારો થયો છે. ગયા મહિના એટલે કે મે મહિનાની સરખામણીમાં આ વધારો 1.3 ટકાનો છે. માસિક ધોરણે 2005 પછી આ સૌથી વધુ વધારો છે. પેટ્રોલ, ઘરનું ભાડું અને ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં થયેલો જંગી વધારો, અમેરિકામાં મોંઘવારી વધવાનું મુખ્ય કારણ છે.

અર્થશાસ્ત્રીઓના અનુમાન ખોટા પડયા

મનીકંટ્રોલના એક અહેવાલ મુજબ અર્થશાસ્ત્રીઓએ મે મહિનામાં માસિક ધોરણે ફુગાવો 1.1 ટકા અને વાર્ષિક ધોરણે 8.8 ટકા વધવાનો અંદાજ કાઢ્યો હતો. જો કે, તેમના અનુમાન કરતા હાલ હકીકત જુદી જ છે, તાજેતરના આંકડાઓ અર્થશાસ્ત્રીઓના અંદાજ કરતા ઘણા વધારે છે.

નાણા પોલિસી વધુ કડક બની શકે છે

વધતી જતી ફુગાવાના પરિસ્થિતિને કારણે યુએસ ફેડરલ રિઝર્વ બેંક પર તેની નાણાકીય પોલિસી વધુ કડક બનાવવા દબાણ વધ્યું છે. હવે નિષ્ણાતો અનુમાન લગાવી રહ્યા છે, કે ફેડરલ રિઝર્વ આ મહિનાના અંતમાં ફરીથી હાલના વ્યાજદરમાં વધારો કરી શકે છે. કેન્દ્રીય બેંકો દ્વારા વ્યાજદરમાં વધારો કરવાથી બજારમાં લીકવીડિટી ઓછી થાય છે, જેથી ફુગાવાને કાબુમાં રાખવા મદદ મળે છે.

આ પણ વાંચોBlockchain Technology : જાણો બ્લોકચેઈન ટેક્નોલોજી શું છે? સમયની સાથે તે કેમ બની રહી છે લોકપ્રિય

સમગ્ર વિશ્વ પર અસર થશે

વિશ્વભરના દેશોમાં મોંઘવારી વધી રહી છે. અમેરિકામાં મોંઘવારી વધવાથી વિશ્વ પર અસર પડશે. જો યુએસ તેની નાણાકીય પોલિસી કડક બનાવતી વખતે વ્યાજદરમાં વધારો કરશે, તો માંગમાં ઘટાડો આવશે. વિશ્વભરમાં માંગના અભાવે મંદીનો ડર પહેલેથી જ છે. યુએસ વ્યાજદરમાં વધારો થતાં આ ભય વધુ મક્કમ થશે. આવા સમયે, વિદેશી સંસ્થાકીય રોકાણ (FII) પણ વિદેશી શેરબજારોમાંથી રોકેલા નાણાં પાછા ખેંચી શકે છે. જેની નેગેટિવ અસર ભારત સહિત વિશ્વના અનેક શેરબજારો પર થશે.
First published:

Tags: American President, Inflation, United states of america, અમેરિકા, મોંઘવારી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો