ચીનને છોડી ભારત આવવાની તૈયારીમાં 200 અમેરિકન કંપનીઓ!, મળશે હજારો નોકરીઓ

News18 Gujarati
Updated: April 27, 2019, 3:58 PM IST
ચીનને છોડી ભારત આવવાની તૈયારીમાં 200 અમેરિકન કંપનીઓ!, મળશે હજારો નોકરીઓ
ચીનને છોડી ભારત આવવાની તૈયારીમાં 200 અમેરિકન કંપનીઓ!, મળશે હજારો નોકરીઓ

આ કંપનીઓ ભારતમાં આવવાથી હજારો નોકરીઓના અવસર તૈયાર થશે.

  • Share this:
લોકસભા ચૂંટણી બાદ અમેરિકાની 200થી વધારે કંપનીઓ પોતાની મેન્યુફેક્ચરિંગ બેસ ચીનથી હટાવી ભારતમાં લગાવી શકે છે. અમેરિકાના મોટા સલાહકાર સમૂહનું કહેવું છે કે, આ અમેરિકન કંપનીઓને ચીન કરતા પણ સારૂ ઓપ્શન ભારત દેખાઈ રહ્યું છે. USISPF (યૂએસ-ઈન્ડિયા સ્ટ્રેટઝિક એન્ડ પાર્ટનરશિપ ફોરમ)ના પ્રેસિડન્ટ મુકેશ આધી અનુસાર, ભારતમાં રોકાણ માટે કંપનીઓ તેમની પાસે સલાહ લઈ રહી છે. તેમનું કહેવું છે કે, લોકસભા ચૂંટણી બાદ બનનારી નવી સરકારે આર્થિક સુધારની ઝડપ ફાસ્ટ કરવી પડશે. તમને જણાવી દઈએ કે, અમેરિકાના દક્ષિણ અને કેન્દ્રીય એશિયા મામલા માચે પૂર્વ વ્યાપારિક સહાયક પ્રતિનિધિ માર્ક લિનસ્કોટ આ સમયે યૂએસઆઈએસપીએપમાં સભ્ય તરીકે કામ કરી રહ્યા છે.

બનશે હજારો નોકરીઓના અવસર - મુકેશ આધીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે, અગામી સરકારે વધારે પારદર્શિ બનવું પડશે. આધી અનુસાર, નવી સરકારે વધારેમાં વધારે રોકાણ દેશમાં આકર્ષિત કરવા માટે રિફોર્મ અને ટ્રાંસપરન્સી પર જોર આપવું પડશે. આ કંપનીઓ ભારતમાં આવવાથી હજારો નોકરીઓના અવસર તૈયાર થશે.

ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટેની તૈયારી પૂરી - મુકેશ આધીએ જણાવ્યું કે, ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે તેમણે હાઈ લેવલ મેન્યુફેક્ચરિંગ કાઉન્સિલનું ગઢન કર્યું છે. આ કાઉન્સિલ ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી એક ડોક્યુમેન્ટ તૈયાર કરશે, જેમાં ભારતવે મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની યોજના તૈયાર છે.

મુક્ત વ્યાપાર કરાર દ્વારા થવો જોઈએ બિઝનેસ - આધીએ કહ્યું કે, ભારત અને અમેરિકા વચ્ચે જો મુક્ત વ્યાપાર કરાર થાય છઠે તો, તેના કારણે ભારતમાં રોકાણ વધશે. આના કારણે ચીનથી આવતા સસ્તા સામાનની સમસ્યા ઘટી જશે. ચીનના સામાનો પર પ્રતિબંધ લગાવ્યા બાદ અમેરિકા અને ભારતની કંપનીઓને એકબીજાના દેશમાં મોટુ બજાર મળશે.
First published: April 27, 2019, 3:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading