44 વર્ષ જુની આ સ્કિમમાંથી ભારતને હટાવી શકે છે અમેરિકા!

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 4 માર્ચે જાહેરાત કરી હતી કે અમેરિકા તરફથી ભારત અને તુર્કીને આપવામાં આવેલી ટેક્સ છૂટની વ્યવસ્થાના દરજ્જાને સમાપ્ત કરવાનો ઈરાદો

News18 Gujarati
Updated: May 18, 2019, 5:51 PM IST
44 વર્ષ જુની આ સ્કિમમાંથી ભારતને હટાવી શકે છે અમેરિકા!
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: May 18, 2019, 5:51 PM IST
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તુર્કીને ટેરિફમાં છૂટની સામાન્ય વ્યવસ્થા (GSP)નો લાભ બંધ કરી દીધો છે. અમેરિકન વ્યાપારમાં GSP હેઠળ ગરીબ અને પછાત દેશોના રોજગાર પ્રધાન માલને પોતાના બજારમાં ટેક્સ મુક્ત પ્રવેશની સુવિધા આપે છે. અમેરિકાએ ભારતને પણ GSPની છૂટ ખતમ કરવાની નોટિસ આપી રાખી છે પરંતુ, હજુ તેના પર અંતિમ નિર્ણય નથી થયો.

શું છે GSP
GSP અમેરિકાનો સૌથી મોટો અને જુનો વ્યાપાર કાર્યક્રમ છે. આ કાર્યક્રમ પસંદગીના લાભાર્થી દેશોના હજારો ઉત્પાદકોને ટેક્સમાં છૂટ આપીને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવ્યો હતો. તુર્કીની GSP (છૂટની સામાન્ય વ્યવસ્થા) લાભાર્થી દેશનો દરજ્જો 17મેથી સમાપ્ત થઈ ગયો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 4 માર્ચે જાહેરાત કરી હતી કે અમેરિકા તરફથી ભારત અને તુર્કીને આપવામાં આવેલી ટેક્સ છૂટની વ્યવસ્થાના દરજ્જાને સમાપ્ત કરવાનો ઈરાદો છે.

વાઈટ હાઉસ અથવા અમેરિકી વ્યાપાર પ્રતિનિધિ (USTR)એ ભારતના GSP દરજ્જાને લઈ હાલમાં કઈં કીધુ નથી. માનવામાં આવી રહ્યું છે કે, તેની જાહેરાત કોઈ પણ સમયે થઈ શકે છે. જોકે, કેટલાક અપુષ્ટ સમાચારોમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, અમેરિકન વાણિજ્ય મંત્રી વિલ્બર રોસની હાલમાં જ થયેલી ભારત યાત્રા બાદ, અમેરિકા ભારતમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણી સુધી બારતના GSP દરજ્જાને લઈ કોઈ પણ અધિકારીક જાહેરાત નહીં કરવા પર રાજી છે.

હાલના અઠવાડીયામાં, અમેરિકાના કેટલાક સાંસદો અને ઉદ્યોગ પ્રતિનિધિઓએ ટ્રમ્પ સરકારને પત્ર લખી ભારતમાં નવી સરકારના ગઠન ન થાય ત્યાં સુધી પોતાના આદેશને રોકી રાખવાનો આગ્રહ કર્યો છે. પરંતુ, ટ્રમ્પ સરકાર તરફથી આ સંબંધમાં હજુ સુધી કઈં કહેવામાં આવ્યું નથી. ટ્રમ્પે ગુરૂવારે જાહેર કરેલી અધિકારીક જાહેરાતમાં કહ્યું કે, તેમણે નિર્ધારિત કર્યું છે કે, લાભાર્થી વિકાસશિલ દેશોના રૂપે તુર્કીનો દરજ્જો 17મે 2019થી સમાપ્ત થઈ રહ્યો ચે. અમેરિકાએ તુર્કીને 1975માં GSP લાભાર્થી વિકાસશીલ દેશનો દરજ્જો આપ્યો હતો.
First published: May 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...