Home /News /business /અમેરિકામાં મોંઘવારી ઘટવાના સંકેતથી ડાઉ જોન્સ 800 અંક ઊછળ્યો, ભારતમાં શું પડશે અસર?

અમેરિકામાં મોંઘવારી ઘટવાના સંકેતથી ડાઉ જોન્સ 800 અંક ઊછળ્યો, ભારતમાં શું પડશે અસર?

શેરબજારમાં રોકાણ કરતાં હોવ તો આ બંને બજાર વચ્ચેનું કનેક્શન ખાસ સમજી લો ફાયદાના ચાન્સ વધી જશે.

US Market Rally Effect On India: છેલ્લા કેટલાય સમયથી નબળા ચાલી રહેલા અમેરિકન માર્કેટમાં USમાં મોંઘવારી ઘટવાના સંકેત મળતાં જ ભારે તેજી જોવા મળી છે. અમેરિકાના પ્રમુખ ઈન્ડેક્સ ડાઉ જોન્સમાં ગુરુવારના કારોબારમાં 3 ટકા જેટલો ઉછાળો આવ્યો છે. જ્યારે નાસ્ડેકમાં 6 ટકા અને S&P 500માં 4 ટકાની તેજી જોવા મળી હતી.

વધુ જુઓ ...
    મુંબઈઃ મોંઘવારી ઓછી થવાના સંકેત સાથે જ અમેરિકન શેરબજારમાં રોકાણકારો ખુશીના માર્યા ઝુમી ઉઠ્યા હતા અને તેની સીધી અસર ગુરુવારે અમેરિકાના શેરબજારમાં ભારે ઉછાળા સાથે જોવા મળી હતી. અમેરિકાની મુખ્ય 30 કંપનીઓના શેરનું પ્રતિનિધિત્વ કરતા ઇન્ડેક્સ ડાઉ જોન્સમાં 3 ટકાનો ઉછાળો આવ્યો હતો જ્યારે ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જના નાસ્ડેક અને એસ એન્ડ પી 500 ઈન્ડેક્સમાં ક્રમશઃ 6 ટકા અને 4 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ઓક્ટોબર મહિનામાં ફુગાવાના આંકડાને કારણે સ્ટોક માર્કેટમાં ભારે મંદી જોવા મળી હતી જે બાદ આ તેજી રોકાણકારોમાં નવો વિશ્વાસ ભરી રહી છે.

    આ પણ વાંચોઃ ગુજરાતમાં પ્લાન્ટ ધરાવતી આ કેમિકલ કંપનીના શેરમાં તિજોરી છલકાઈ શકે, બ્રોકરેજ ફર્મે કહ્યું 'બસ મંડી પડો ખરીદવા'

    આખરે અમેરિકન બજારમાં પ્રાણ ફૂંકાયા


    અમેરિકાના શેરબજાર આ વર્ષની શરુઆત સાથે જ વ્યાજ દરોમાં ભારે વધારા વચ્ચે દબાણમાં હતા. અમેરિકામાં મોંઘવારી પાછલા અનેક વર્ષના ઉચ્ચ સ્તર પહોંચી ગઈ હતી. જેના કારણે કેન્દ્રિય બેંકને આક્રમક રીતે વ્યાજ દરોમાં વધારો કરવો પડ્યો હતો. સાથે જ ગ્લોબલ સ્તરે ટેક કંપનીઓના શેર્સમાં ભારે ઘટાડાની પણ અસર જોવા મળી હતી.

    આ પણ વાંચોઃ એક વર્ષમાં આટલું બમ્પર રિટર્ન, 1 લાખ મૂક્યા અને 9.50 લાખ મળ્યા, જાણો આ શેરનું નામ

    તમામ મુખ્ય બજારો ઉછળ્યા


    આ અહેવાલ લખવામાં આવ્યો ત્યાં સુધીમાં ડાઉ જોન્સ લગભગ 2.80 ટકા અથવા તો 909.7 અંકની તેજી સાથે 33,423.68ના સ્તેર કારોબાર કરી રહ્યો હતો. તો નાસ્ડેક કમ્પોઝિટ ઈન્ડેક્સ લગભગ 5.80 ટકા અથવા 600.04 અંકની તેજી સાથે 10,953.21ના સ્તરે પહોંચ્યો હતો. તો એસએન્ડપી 500 લગભગ 4.3 ટકા અથવા 161.05 અંક ઉછળીને 3,908.82ના સ્તરે પહોંચી ગયો હતો.

    ઓક્ટોબરમાં 7.7 ટકા રહ્યો મોઘવારી દર


    અમેરિકન સરકાર તરફથી ગુરુવારે રજૂ કરાયેલા આંકડા મુજબ ઓક્ટોબરમાં મોંઘવારી દર ઘટીને 7.7 ટકા પર આવી ગયો હતો. તેના પહેલા સપ્ટેમ્બરમાં મોંઘવારી દર 8.2 ટકા પર રહ્યો હતો. જોકે અમેરિકામાં માસિક આધારે કન્ઝ્યુમર ગુડ્સની કિંમતોમાં 0.4 ટકાનો વધારો થયો છે. ફૂડ અને એનર્જી કિંમતોને છોડી દઈએ તો કોર ઇંફ્લેશન છેલ્લા 12 મહિનામાં 6.3 ટકા વધી છે. જ્યારે સપ્ટેમ્બર મહિનામાં 0.3 ટકા વધારો છે.


    ભારત પર તેની અસર


    અમેરિકામાં મોંઘવારી દરમાં ઘટાડો થતા ભારતીય શેરબજારમ પર તેની સીધી અસર જોવા મળી શકે છે. વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય શેરબજારમાં ફરી એકવાર ધોમ ખરીદી કરવામાં આવી શકે છે જેના પગલે બજાર તેજીના આખલા પર સવાર થઈને દોડી શકે છે. આ ઉપરાંત ડોલર સામે રુપિયાની કિંમતો પર પણ અસર જોવા મળી શકે છે.
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Business news, Expert opinion, Share market, Stock market

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन