Jio પ્લેટફોર્મ્સમાં રૂ.730 કરોડનું રોકાણ કરશે અમેરિકાની Qualcomm, 12 સપ્તાહમાં 13મું રોકાણ

News18 Gujarati
Updated: July 12, 2020, 10:17 PM IST
Jio પ્લેટફોર્મ્સમાં રૂ.730 કરોડનું રોકાણ કરશે અમેરિકાની Qualcomm, 12 સપ્તાહમાં 13મું રોકાણ
ફાઈલ તસવીર

12 સપ્તાહમાં જીયો પ્લેટફોર્મ્સે 25.24 ટકા ભાગીદારી થકી હવે 1,18,318.45 કરોડ રૂપિયા એકઠાં કર્યાની જાહેરાત કરી છે. જીયો પ્લેટફોર્મ્સ માટે આ સતત તેરમી ડીલ છે.

  • Share this:
મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના (RIL) ડિજિટલ એકમ જીયો પ્લેટફોર્મ્સમાં (Jio Platforms) હવે અમેરિકાની Qualcomm Inc. પણ 0.15 ટકા સ્ટેક માટે 730 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. જીયો પ્લેટફોર્મ્સ માટે આ સતત તેરમી ડીલ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને સેમીકંડક્ટર કંપની ઈન્ટેલ (Intel) બાદ કોલકોમ તીજી સ્ટેટેજિક ઈન્વેસ્ટર છે. જે જીયો પ્લેટફોર્મમાં રોકાણ કરશે.

12 સપ્તાહમાં જીયો પ્લેટફોર્મ્સે 25.24 ટકા ભાગીદારી થકી હવે 1,18,318.45 કરોડ રૂપિયા એકઠાં કર્યાની જાહેરાત કરી છે. જેમાં દુનિયાના કેટલાક પ્રમુખ ટેક ઈન્વેસ્ટર્સ (Tech Investors In Jio) સામેલ છે. સૌથી પહેલા 22 એપ્રિલે ફેસબુકે જિયો પ્લેટફોર્મમાં 9.99 ટકાની ભાગીદારી માટે 43,574 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ જનરલ એટલાન્ટિક, KKR, સાઉદી સોવરેન વેલ્થ ફંડ, અબુ ધાબી સ્ટેટ ફંડ, સાઉદી અરબની પીઆઈએ અને ઈન્ટેલ જેવા ગ્લોબલ ઈન્વેસ્ટરે (Global Investors in Jio Platforms)ને પણ જીયો પ્લેટફોર્મ્સમાં રોકાણ કરવાની જાહેરાત કરી છે.

Qualcommનું હેડક્વાર્ટર અમેરિકાના કેલિફોર્નિયામાં છે. આ વાયરલેસ ટેક્નોલોજી ક્ષેત્રની કંપની છે. આ કંપની પાસે 3G, 4G અને 5G જેવી વાયરલેસ ટેક્નોલોજીમાં કામ કરવાની મહારથ મેળવી છે. ક્વોલકોમની ટેક્નોલોજી અને પ્રોડક્ટનો ઉપયોગ કરીને દુનિયાભરમાં મોબાઈલ ડિવાઈસસ અને વાયરલેસ પ્રોડક્સમાં થાય છે.

આ પણ વાંચોઃ-ગુજરતામાં સ્થિતિ ગંભીર! સતત ચોથા દિવસે કોરોનાના 800થી વધુ કેસ, રાજ્યમાં વધુ 13ના મોત

સ્માર્ટફોન બનાવનારી કેટલીક પ્રમુખ કંપનીઓ ક્વોલકોમની સ્નેપડ્રેગન (Qualcomm's Snapdragon) સિસ્ટમનો ઉપયોગ કરે છે. આ કંપનીની ટેક્નોલોજી અને પ્રોડક્ટ ઓટોમેટિક, કમ્પ્યુટર અને ઈન્ટરનેટ ઓફ થિંગ્સમાં (IoT) ઉપયોગ કરવામાં આવે છે. વૈશ્વિક સ્તર ઉપર આ કંપની પાસે મોટી સંખ્યામાં પેન્ટન્ટ છે. ભારતમાં પણ આ કંપનીએ સૌથી વધારે પેટન્ટ ફાઈલ કર્યા છે.

આ પણ વાંચોઃ-મંત્રી પુત્ર અને મહિલા કોન્સ્ટેબલ વિવાદ: સુરત પોલીસ હેડક્વાર્ટર પહોંચ્યા સુનિતા યાદવ, પોલીસ સાથે થઈ રકઝક આ પણ વાંચોઃ-જોવા મળશે અદભૂત નજારો! 14 જુલાઈથી 20 દિવસો સુધી ભારતના આકશમાં દેખાશે અનોખો ધૂમકેતૂ

આ પહેલા 3 જુલાઈએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ઈન્ટેલ કેપિટલની સાથે ડીલ કરવાનું એલાન કર્યું હતું. આ કંપની જિયો પ્લેટફોર્મ્સમાં 0.93 ટકાની ભાગીદારી માટે 1,894.50 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

જિયો પ્લેટફોર્મ્સ હવે દુનિયાની એક માત્ર એવી કંપની બની ગઈ છે જેણે સતત આટલા મોટા સ્તર ઉપર ફંટ એકઠું કર્યું હોય. જો તુલનાત્મક રૂપથી જોઈએ તો ગત વર્ષે ભારતમાં સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમે 1.10 લાખ કરોડ રૂપિયા એકઠાં કર્યા હતા. ફંડ એકઠાં કરવા માટે સૌથી સારું વર્ષ રહ્યું છે.
Published by: ankit patel
First published: July 12, 2020, 10:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading