દુનિયાની સૌથી મોટી IT કંપની એપલને ટ્રમ્પે આપી આ ચેતવણી!

અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર

એપલના સીઈઓ ટીમ કુકને ટ્વિટરના માધ્યમથી અમેરિકાના રાષ્ટ્રપતિએ આપી ચેતવણી

 • Share this:
  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાની સૌથી મોટી ટેક કંપની એપલને (Apple) ચેતવણી આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પે એપલના સીઈઓ ટિમ કુકને ચેતવણી આપતાં કહ્યું છે કે જો કંપની મેક બુક પ્રો લેપટોપના પાર્ટ ચીનમાં બનાવશે તો તેને ઇમ્પોર્ટ ચાર્જમાં છૂટ નહીં મળે. અમેરિકાના રાષ્ટ્રપતિએ શુક્રવારે ટ્વિટ કર્યુ કે, એપલને મેક બુક પ્રોના ચીનમાં બનનારા પાર્ટ પર ઇમ્પોર્ટ ચાર્જમાં છૂટ નહીં આપવામાં આવે. તેને અમેરિકામાં બનાવો, તેની પર કોઈ ચાર્જ નહીં લાગે.

  ટ્રેડ વોર છતાંય એપલ બનાવી રહી છે યોજના

  અમેરિકા અને ચીનની વચ્ચે ટ્રેડ વોર છતાંય એપલ કથિત રીતે પોતાના નવા લોન્ચ થયેલા મેક પ્રો ડેસ્કટોપ કોમ્પ્યૂટરનું ઉત્પાદન ચીનમાં કરવાની યોજના બનાવી રહી છે. વોલ સ્ટ્રીટ જર્નલ અનુસાર, ટેક કંપનીએ તાઇવાનના ક્વાંટા કોમ્પ્યૂટર ઇન્કને 6,000 ડોલરના ડેસ્કટોપ કોમ્પ્યૂટરના નિર્માણના સંબંધમાં વાત કરી છે અને શંઘાઈની પાસે એક ફેક્ટરીમાં ઉત્પાદનની તૈયારી કરી રહી છે.


  આ પણ વાંચો, અમેરિકામાં ભારતીય મૂળના શીખ ધર્મગુરુ સાથે મારપીટ, ગુરુદ્વારામાં તોડફોડ

  ટ્રમ્પ કુકને આ ઉત્પાદન ચીનથી અમેરિકા સ્થળાંતરિત કરવા માટે કહી રહ્યા છે. ટ્રમ્પના ટ્વિટ બાદ અમેરિકન સ્ટોક એક્સચેન્જ નેસ્ડેક ઇન્ડેક્સ પર એપલના શેરોમાં સામાન્ય ઘટાડો નોંધાયો.

  આ પણ વાંચો, પીળી સાડીવાળી ઓફિસરનો Tik Tok વાયરલ, લોકોએ કહ્યું- સપનાને મારશે ટક્કર
  Published by:Mrunal Bhojak
  First published: