Home /News /business /વર્ષના અંતમાં અમેરિકી બજારમાં જોવા મળી શકે છે તેજી, ભારતીય બજાર પણ જબરદસ્ત મજબૂત; ક્યાં કરશો રોકાણ?

વર્ષના અંતમાં અમેરિકી બજારમાં જોવા મળી શકે છે તેજી, ભારતીય બજાર પણ જબરદસ્ત મજબૂત; ક્યાં કરશો રોકાણ?

આગામી વર્ષે અમેરિકા મંદી તરફ જઈ શકે છે

યૂએસ ડોલર પર વાત કરતા ક્રિસ વૂડે કહ્યુ કે, કરન્સી તેજી તેના અંતિમ રાઉન્ડમાં છે. આગામી વર્ષે અમેરિકા મંદી તરફ જઈ શકે છએ. તે ઓઈલની કિંમતો માટે નકારાત્મક ખબર હશે. તેમણે તે પણ આશા છે કે, બજાર ઓઈલને લઈને બુલિશ રહી શકે છે.

  નવી દિલ્હીઃ US ફેડની આ સપ્તાહે થનારી પોલિસીની બેઠક પહેલા માર્કેટ નિષ્ણાતોએ આગાહી કરી છે કે, અમેરિકાની કેન્દ્રીય બેંક વધતી જતી મોઘવારીને રોકાવા માટે વ્યાજ દરોમાં વધારો કરી શકે છે. જેફરીઝ ગ્લોબલ હેડ ઓફ ઈક્વિટીઝ સ્ટ્રેરેજી ક્રિસ વુડ માને છે કે, આ પોતે જ ખૂબ મહત્વપૂર્ણ છે. તેમનું માનવુ છે કે, જો આશા પ્રમાણે મોઘવારી અને ફેટના વ્યાજ દરોમાં વધારો તેની ટોચ પર અટકશે તો વર્ષના અંતમાં અમેરિકામાં તેજી પણ જોવા મળી શકે છે.

  CNBC-TV18 ને આપવામાં આવેલા એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યુ કે, મધ્ય ગાળાની ચૂટણીઓ પછી આવનારા છૂટક ફુગાવાના આંકડાને વધુ સારી આધાર અસરથી લાભ થવાની આશા છે. એવામાં જો મધ્ય ગાળાની કોંગ્રેસની ચૂંટણીના પરિણામો અપેક્ષા પ્રમાણે હોય તો યૂએસમાં વર્ષના અંતમાં તેજી જોવા મળી શકે છે.

  તમામ મુશ્કેલીઓ વચ્ચે ભારતીય બજાર મજબૂત


  ભારતીય બજાર પર વાત કરતા ક્રિસ વુડ કહે છે કે, ભારતીય શેરબજારે તમામ વૈશ્વિક મુશ્કેલીઓ અને વૈશ્વિક બેંકો તરફથી વધારવામાં આવેલા વ્યાજ દરોની વચ્ચે જબરદસ્ત મજબૂતાઈ બતાવી છે.

  આ પણ વાંચોઃ ડિજિટલ રૂપિયાનું પહેલુ પાયલટ પરીક્ષણ આજથી શરૂ, નવ બેંકો લેશે ભાગ

  તેમણે આગળ કહ્યુ કે, એક શેરબજારના રૂપમાં આ વર્ષે ભારતની સૌથી મોટી વાત એ રહી છે કે, ભારતીય બજારે અમેરિકી બજારોમાં ઘટાડા છતાય મજબૂતી બતાવી છે. આ વર્ષના પહેલા છ મહિનામાં ભારતીય ઈક્વિટી બજારમાં એફઆઈઆઈની તરફથી રેકોર્ડ વેચાણ થયું. તેની સાથે જ આરબીઆઈએ તેની નાણાકીય નીતિમાં કડકાઈ ચાલુ રાખી છે. આ બધુ હોવા છતા પણ ભારતીય બજારે મજબૂતી બતાવી છે. તે બહુ જ મોટી વાત છે.

  ભારતીય બજારનું સેટઅપ ઘણું જ સારુ


  ક્રિસ વુડનું માનવુ છે કે, ભારતીય બજારનું સેટઅપ ઘણું જ સારુ દેખાઈ રહ્યુ છે. પૂરી દુનિયામાં નિરાશાની વચ્ચે ભારતીય બજાર આપણને તે બતાવે છે કે, તેનું સ્થાનિક બજાર અને અર્થશાસ્ત્રનો પાયો કેટલો મજબૂત છે.

  અમેરિકામાં સૌથી સારી સેક્ટર એનર્જી


  અમેરિકી બજાર પર વાત કરતા ક્રિસ વુડ કહે છે કે, FAANG(Facebook, Amazon, Apple, Netflix, Google) જેવા શેરો પર નજર રાખવી જરૂરી છે. પરંતુ તેમ છતાય અમેરિકામાં ઊર્જા ક્ષેત્ર સૌથી શ્રેષ્ઠ લાગી રહ્યુ છે.

  આ પણ વાંચોઃ બજારમાં આગઝરતી તેજી; સેન્સેક્સ 61 હજારને પાર અને નિફ્ટી 18,100ની આસપાસ

  ચીનમાં કરવુ જોઈએ રોકાણ


  ઈમર્જિંગ વિશે વાત કરતા વુડે કહ્યુ કે, ઈમર્જિંગ માર્કેટની વાત કરીએ તો રોકાણકારોએ ચીનમાં રોકાણ કરવુ જોઈએ, કારણ કે તે બેંચમાર્કનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેમણે તે પણ અંદાજ વ્યક્ત કર્યો કે, આગળ રોકાણકારો ચીન ઉપરાંત બીજા પણ ઉભરતા બજારમાં રસ દાખવશે.

  કરન્સી તેજી તેના અંતિમ રાઉન્ડમાં


  યૂએસ ડોલર પર વાત કરતા ક્રિસ વૂડે કહ્યુ કે, કરન્સી તેજી તેના અંતિમ રાઉન્ડમાં છે. આગામી વર્ષે અમેરિકા મંદી તરફ જઈ શકે છે. તે ઓઈલની કિંમતો માટે નકારાત્મક ખબર હશે. તેમણે તે પણ આશા છે કે, બજાર ઓઈલને લઈને બુલિશ રહી શકે છે.


  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Sahil Vaniya
  First published:

  Tags: Business news, Indian Stock Market, Investment

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन