Home /News /business /

Russia-Ukraine War: રશિયા પર અમેરિકાના પ્રતિબંધની ભારત પર થઈ શકે છે અસર, જાણો કેવી રીતે

Russia-Ukraine War: રશિયા પર અમેરિકાના પ્રતિબંધની ભારત પર થઈ શકે છે અસર, જાણો કેવી રીતે

તસવીર: moneycontrol

Russia-Ukraine War: જો અમેરિકા CAATSA અંતર્ગત પ્રતિબંધ મૂકે છે તો ભારત પણ એ દેશની યાદીમાં સામેલ થઈ જશે, જેના પરત અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો છે. ચીનને બાદ કરતા પશ્ચિમ સહિત દુનિયાના મોટાભાગના દેશ તેમને અછૂત માને છે.

    નવી દિલ્હી: યુક્રેનમાંથી રશિયન સૈનિકોની તાત્કાલિક વાપસીની માંગ પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં થયેલા વોટિંગમાં ભારતે ભાગ લીધો ન હતો. જેનાથી અમેરિકા નારાજ છે. જે બાદમાં અમેરિકા હાલ રશિયા પાસેથી S-400 ટ્રાયમ્ફ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવા મામલે ભારત પર રોક લગાવવા માટે વિચારી રહ્યું છે. અમેરિકા કાઉન્ટરિંગ અમેરિકાઝ એડ્વર્સરિઝ થ્રો સેન્કશન્સ એક્ટ (CAASA) દ્વારા આ પ્રતિબંધ મૂકી શકે છે. બુધવારે સીનિયમર અમેરિકન ડિપ્લોમેટ ડોનાલ્ડ એલયૂએ સેનેટ ફોરેન રિલેશન્સ સબ-કમિટીના સભ્યોને આ જાણકારી આપી હતી.

    અમેરિકા કેમ લાલઘૂમ?

    યુક્રેન પર હુમલો કરવા માટે રશિયાની ટીકા કરવા ત્રીજી માર્ચના રોજ થયેલા વોટિંગમાં ભારતે ભાગ લીધો ન હતો. ભારતે એ 35 દેશમાં સામેલ છે જેણે વોટિંગમાં ભાગી લીધો ન હતો. જેના પગલે રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ બંને પાર્ટીના સાંસદોએ ભારતની ટીકા કરી હતી.

    જોકે, અમેરિકન ડિપ્લોમેટે જણાવ્યું કે અમેરિકાની સરકારે હાલ CAATSA અંતર્ગત ભારત પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો નથી. તેમણે કહ્યુ, "અમેરિકા વાસ્તવમાં ભારતનું સુરક્ષા સાથી છે. અમે આ ભાગીદારીનો આદર કરીએ છીએ. અમને આશા છે કે રશિયાની જેવી રીતે આકરી ટીકા થઈ છે તેને જોતા ભારત ભવિષ્યમાં તેનાથી દૂર રહેવાનો પ્રયાસ કરશે."

    ત્રીજી માર્ચના રોજ યૂએન સિક્યોરિટી કાઉન્સિલમાં રશિયા વિરુદ્ધ થયેલા વોટિંગમાં ભારતે પોતાનું નિષ્પક્ષ વલણ બનાવી રાખ્યું હતું. યુક્રેન પર રશિયાના હુમલા બાદ ત્રીજી વખત ભારતે વોટિંગમાં ભાગી લીધો ન હતો. જોકે, ભારતના નિષ્પક્ષ વલણ પછી પણ આ પ્રસ્તાવ પસાર થઈ ગયો હતો. બીજી તરફ ભારતનું વિરોધી ચીન પણ આ રશિયાનો સાથે આપી રહ્યું છે.

    શું છે CAATSA?

    કાઉન્ટરિંગ અમેરિકાઝ એડ્વર્સરિઝ થ્રો સેન્કશન્સ એક્ટ (CAATSA) અમેરિકાનો એક કાયદો છે. જે અંતર્ગત અમેરિકાએ ઈરાન, ઉત્તર કોરિયા અને રશિયા પર પ્રતિબંધ મૂક્યા છે. સેનેટે 27 જુલાઈ, 2017ના રોજ આ બિલ પાસ કર્યું હતું.

    ભારત પર શું અસર પડશે?

    તાજેતરના વર્ષોમાં અમેરિકાએ ભારત સાથેના પોતાના સંબંધો મજબૂત બનાવ્યા છે. એશિયામાં ચીનના વધી રહેલા પ્રભાવને ઓછો કરવા માટે અમેરિકા ભારત સાથેના સંબંધને ખાસ મહત્ત્વ આપી રહ્યું છે. આ જ કારણ છે કે રશિયા સાથે રક્ષા સોદામાં ભારત પર પ્રતિબંધ નથી લગાવી રહ્યું.

    આ પણ વાંચો: યુક્રેન પર રશિયાના હુમલાની વિશ્વ અને ભારતના અર્થતંત્ર પર શું અસર થશે?

    ભારત રશિયા પાસેથી હાઈ પાવર રશિયન એસ-400 ટ્રાયમ્ફ મિસાઈલ ખરીદી છે. જેને દુનિયામાં સૌથી સારી કહેવામાં આવે છે. આ જ કારણ છે કે ભારતે અમેરિકાને બદલે રશિયા પાસેથી ટેક્નોલોજી ખરીદવાનો નિર્ણય કર્યો છે.

    અમેરિકામાં ભારતના પૂર્વ રાજદૂત અશોક સાજનહારે તાજેતરમાં મનીકંટ્રોલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભારતને એસ-400 ટ્રાયમ્ફ મિસાઇલનું વેચાણ નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે ચાલુ જ રહેશે. ભારતે રશિયાની પાંચ એસ-400 મિસાઇલ સિસ્ટમ ખરીદવાનો સોદો કર્યો છે. આ માટે ભારતે 5.5 અબજ ડૉલરની ચૂકવણી કરી છે. આ ડીલ ઓક્ટોબર 2018માં થઈ હતી.

    આ પણ વાંચો: યુક્રેનમાંથી ભારત આ વસ્તુઓની કરે છે આયાત, યુદ્ધથી થશે અસર

    અમેરિકા CAATSA અંતર્ગત ભારત પર પ્રતિબંધ મૂકે તો શું થાય?

    આવું થાય તો ભારત પણ એ દેશની યાદીમાં સામેલ થઈ જશે, જેના પરત અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો છે. ચીનને બાદ કરતા પશ્ચિમ સહિત દુનિયાના મોટાભાગના દેશ તેમને અછૂત માને છે. તેઓ આ દેશો સાથે સંબંધ નથી રાખવા માંગતા.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Russia, Russia Ukraine, Ukraine, US, ભારત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन