Home /News /business /Electric Vehicle: એલન મસ્કની Tesla કંપનીએ 2021માં દુનિયાભરમાં કરી 10 લાખ કારની ડિલિવરી

Electric Vehicle: એલન મસ્કની Tesla કંપનીએ 2021માં દુનિયાભરમાં કરી 10 લાખ કારની ડિલિવરી

ટેસ્લા કાર

Electric Vehicle: Elon Muskની ટેસ્લા કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે અમેરિકન ઇલેક્ટ્રિક કાર નિર્માતાએ 2021માં તમામ મૉડલની 9,36,000થી વધારે કારની ડિલિવરી કરી છે. જે ગત વર્ષની સરખામણીમાં 87% વધારે છે.

    મુંબઈ: કોરોના વૈશ્વિક મહામારી વચ્ચે પણ અમેરિકાની ટેસ્લા કંપની (Tesla Company)એ વાહનોના વેચાણમાં વિક્રમ સર્જ્યો છે. અમેરિકાના દિગ્ગજ અબજોપતિ એલન મસ્ક (Elon Musk)ની ઇલેક્ટ્રિક કાર બનાવતી કંપની ટેસ્લા (Tesla)એ રવિવારે એક નિવેદનમાં કહ્યુ છે કે 2021ના વર્ષમાં કંપનીએ આશરે 10 લાખ વાહનોની ડિલિવરી કરી છે. આ સંખ્યા ગત વર્ષની સરખામણીમાં બેગણી છે. કંપનીએ કહ્યું છે કે ડિલિવરીને લઈને વૈશ્વિક પડકારો વચ્ચે પણ કંપનીના આંકડા અપેક્ષા કરતા વધારે સારા રહ્યા છે.

    કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે અમેરિકન ઇલેક્ટ્રિક કાર નિર્માતાએ 2021માં તમામ મૉડલની 9,36,000થી વધારે કારની ડિલિવરી કરી છે. જે ગત વર્ષની સરખામણીમાં 87% વધારે છે. ટેસ્લાએ ગત જાન્યુઆરીમાં જાહેરાત કરી હતી કે તેનો ટાર્ગેટ દર વર્ષે 50 ટકા વૃદ્ધિ કરવાનો છે. રવિવારે જાહેર થયેલું પરિણામ કંપનીના લક્ષ્યથી ક્યાંય વધારે છે.

    એકલા ચૌથા ત્રિમાસિક દરમિયાન ટેસ્લાએ 308,000 કારની ડિલિવરી કરી હતી. ટેસ્લાને ઓક્ટોબરમાં વધુ એક સપોર્ટ મળ્યો છે. આ દરમિયાન કંપનીને હર્ટ્ઝ કંપની તરફથી 1,00,000 કારનો ઓર્ડર મળ્યો હતો. આ ઓર્ડર કંપનીએ 2022 સુધી પૂર્ણ કરવાનો છે. આ ઓર્ડર બાદ ટેસ્લાનો શેર રેકોર્ડ ઊંચાઈ પર પહોંચી ગયો હતો. કંપનીનું નામ 1 ટ્રિલિયન ડૉલરથી વધુ મૂલ્ય ધરાવતી ક્લબમાં સામેલ થઈ ગયું હતું.

    જોકે, ટેસ્લા હાલ NHTSA ઑટો રેગ્યુલેટરની તપાસના દાયરામાંથી પસાર થઈ રહી છે. કંપની સુરક્ષા અંગે પોતાની ઑટોપાયલટ સિસ્ટમનો અભ્યાસ કરી રહી છે. સરકારની સુરક્ષા તપાસ બાદ ઇલેક્ટ્રિક કંપનીએ વાહન ચાલુ હોય ત્યારે ડ્રાઇવરને કાર સિસ્ટમ પર વીડિયો ગેમ રમતા રોકવા માટે પોતાના સૉફ્ટવેરને અપડેટ કરવા અંગે પણ સહમતિ દર્શાવી છે.

    આ પણ વાંચો: Electric Vehicles: શું તમે ઇલેક્ટ્રિક કાર ખરીદવા માંગો છો? આ રહ્યું ભારતમાં ઉપલબ્ધ શ્રેષ્ઠ કારનું લીસ્ટ

    ઉલ્લેખનીય છે કે ટેસ્લાના સ્થાપક અને સીઈઓ એલન મસ્ક કર્મચારીઓની ભરતી કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. તેમણે તાજેતરમાં જ ખુલાસો કર્યો છે કે ભારતીય મૂળના અશોક ઇલ્લુસ્વામી (Ashok Elluswamy) એવા પહેલા કર્મચારી હતા, જેમની કંપનીમાં ઑટોપાયલટ ટીમ માટે ભરતી કરવામાં આવ્યા હતા.

    ઓટોપાયલટ મોડમાં ચાલી રહી હતી Tesla કાર, ફ્રન્ટ સીટ પર મહિલાએ આપ્યો બાળકીને જન્મ

    થોડા દિવસ પહેલા એવા સમાચાર આવ્યા હતા કે, ફિલાડેલ્ફિયામાં એક મહિલાએ ટેસ્લા કાર (Tesla Car)ની અંદર બાળકીને જન્મ આપ્યો હતો. મહિલાએ બાળકીને જન્મ આપ્યો ત્યારે કાર ઓટોપાયલટ મોડ ઉપર ચાલી રહી હતી. બાળકીનો જન્મ ઇલેક્ટ્રિક કારની ફ્રન્ટ સીટ પર (Woman Gave Birth on Front Seat of Car) થયો હતો. (વાંચો સમગ્ર અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Automobile, Electric car, Elon musk, Tesla

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन