કંપનીએ બોનસમાં એટલી રકમ આપી કે કર્મચારીઓની આંખો ચાર થઈ ગઈ!

News18 Gujarati
Updated: December 12, 2019, 1:31 PM IST
કંપનીએ બોનસમાં એટલી રકમ આપી કે કર્મચારીઓની આંખો ચાર થઈ ગઈ!
બૉનસની જાહેરાત બાદ એક કર્મચારીના હાવભાવ.

પ્રાસંગિક પ્રવચનમાં કંપનીના ચેરમેને કહ્યું, "હું સુકાની હોઈ શકું પરંતુ આ બોટને મારા કર્મચારીઓ જ હંકારે છે. તેમના વગર અમે કંઈ નથી."

  • Share this:
મેરિલેન્ડ : આપણે ત્યાં દિવાળી પર બોનસ આપવાની પરંપરા છે. જેમાં કર્મચારીઓને પગાર ઉપરાંતની રકમ આપવામાં આવે છે. અમેરિકાના મેરિલેન્ડ ખાતેની એક કંપનીએ તેના કર્મચારીઓને ક્રિસમસ બોનસ આપવાની જાહેરાત કરી છે. આ બોનસની રકમ વિશેની માહિતી જ્યારે કંપનીના કર્મચારીઓને મળી ત્યારે અનેક કર્મચારીઓ ભાવુક થઈ ગયા હતા. બોનસની રકમ જાણીને કર્મચારીઓને સુખદ આંચકો લાગ્યો હતો! કંપનીએ 10 મિલિયન પાઉન્ટ જેટલી રકમ તેના કર્મચારીઓને ક્રિસમસ બોનસ તરીકે આપવાની જાહેરાત કરી છે.

'ધ સન'ના જણાવ્યા પ્રમાણે શનિવારે કંપની તરફથી ટાર્ગેટ પૂરા થવાના માનમાં એક પાર્ટી રાખવામાં આવી હતી. આ પાર્ટીમાં કંપનીના કર્મચારીઓ હાજર હતા. આ દરમિયાન કંપનીના સ્થાપક તેમજ ચેરમેન એડવર્ડ જ્હોને કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરી હતી. કંપનીમાં કામ કરતા 200 કર્મચારીઓને બિલકુલ અપેક્ષા ન હતી કે પાર્ટીની સાથે સાથે તેમને બોનસ તરીકે આટલી મોટી રકમ મળશે.

પાર્ટી દરમિયાન સ્ટેટ જ્હોન પ્રોપર્ટીઝ કંપનીમાં કામ કરતા દરેક કર્મચારીને એક લાલ રંગનું કવર આપવામાં આવ્યું હતું. કર્મચારીઓને જ્યારે આ કવર ખોલવાનું કહેવામાં આવ્યું ત્યારે તેમને બોનસ પેટે 38,000 પાઉન્ટ (આશરે 35 લાખ રૂપિયા) આપવામાં આવ્યાની જાણ થઈ હતી. આ અંગેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં કર્મચારીઓના ચહેરા પરની ખુશી સ્પષ્ટ જોઈ શકાય છે.

આ પ્રસંગે મિસ્ટર જ્હોને જણાવ્યું કે, કંપની તેને મળેલી સિદ્ધિની ઉજવણી તેમના કર્મનિષ્ઠ કર્મચારીઓ સાથે કરવા માંગતી હતી. આ માટે કંપનીએ બોનસ પેટે આટલી રકમ આપવાનું નક્કી કર્યું હતું, જેનાથી કર્મચારીઓ વધારે સારી જિંદગી જીવી શકે.

"કંપની માટે કઠોર પરિશ્રમ કરનારા દરેક કર્મચારીનો હું આ પ્રસંગે આભાર માનું છું. આભાર માનવાની આનાથી વધારે સારી રીત મને કોઈ લાગી રહી ન હતી. હું સુકાની હોઈ શકું પરંતુ આ વહાણને તો એ લોકો જ (કર્મચાારીઓ) ચલાવે છે. આ એ લોકો છે જે બોટ સતત ચાલ્યા કરે તેના માટે પોતાનો જીવ રેડે છે. તેમના વગર આપણે કંઈ જ નથી," તેમ ચેરમેને પ્રાસંગિક નિવેદનમાં જણાવ્યું હતું.

આ પ્રસંગે એક કર્મચારીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "આજે રાત્રે જ થયું છે તે ખરેખરે ચમત્કારિક છે. આનાથી અમારા જીવનમાં અનેક બદલાવ આવશે."
First published: December 12, 2019, 1:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading