Home /News /business /અમેરિકામાં આ વર્ષમાં છઠ્ઠીવાર વ્યાજ દર વધ્યા, આજે RBIની બેઠક; તો શું ભારતમાં પણ વધશે?

અમેરિકામાં આ વર્ષમાં છઠ્ઠીવાર વ્યાજ દર વધ્યા, આજે RBIની બેઠક; તો શું ભારતમાં પણ વધશે?

અમેરિકામાં વ્યાજદર વધ્યા શું ભારતમાં પણ ફરી વધશે?

US Fed Reserve Hikes Rate: સતત વધતી મોંઘવારી અને નબળા રોજગારી આંકડાઓ વચ્ચે યુએસ ફેડ દ્વારા સતત ચોથીવાર બેંચમાર્ક વ્યાજ દરમાં 0.75 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તેમજ આ એક વર્ષમાં છઠ્ઠીવાર વ્યાજ દરોમાં વધારો કરવામાં આવ્યો છે.

નવી દિલ્હીઃ અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા બુધવારે પોતાના બેંચમાર્ક વ્યાજ દરોમાં 0.75 ટકાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ચાલુ વર્ષમાં વ્યાજ દરોમાં આ છઠ્ઠો વધારો છે. તેમજ સતત ચોથીવાર વ્યાજ દરમાં 0.75 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. અમેરિકામાં વધતી મોંઘવારી અને નબળા રોજગારી આંકાડ વચ્ચે અર્થતંત્ર દબાણ હેઠળ છે અને 8 નવેમ્બરે મહત્વની મીડ ટર્મ ચૂંટણી પહેલા ફેડ રિઝર્વનું આ પગલું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેવામાં આ વાતને જો ભારતના સંદર્ભમાં જોવામાં આવે તો ભારતમાં પણ મોંઘવારી કાબૂમાં આવી રહી નથી અને આજે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા તેની ટોચની સંસ્થા મોનિટરી પોલિસીની બેઠક બોલવવામાં આવતા અનેક તર્ક વિતર્ક ઉઠી રહ્યા છે. જેમાં એવી પણ શક્યતા જોવામાં આવી રહી છે કે મોંઘવારીને કાબૂમાં કરવા શું RBI પણ ફેડ રિઝર્વની જેમ આકરી નીતિ અપનાવશે?

આ પણ વાંચોઃ તમારી હોમલોનના વ્યાજને ફ્રી કરી દેશે આ SIP, સમજો A to Z ગણતરી

યુએસ ફેડરલ રિઝર્વે સતત ચોથી વખત વ્યાજ દરોમાં 75 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. આ જબરદસ્ત વધારા પાછળ ફેડની ફુગાવાનો દર ઘટાડવાની આક્રમક નીતિ હોવાનું માનવામાં આવે છે. બેન્ચમાર્કે સર્વસંમતિથી ફેડરલ ફંડ રેટની રેન્જને 3.75% થી વધારીને 4% કરી છે. આ સાથે વ્યાજ દર વર્ષ 2008 પછીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે.

આ જાહેરાત દરમિયાન, ફેડરલ રિઝર્વે પણ સંકેત આપ્યો છે કે તે ટૂંક સમયમાં તેના દરમાં વધારો થોડો ઘટાડી શકે છે. આ વધારાની જાહેરાત કરતા ફેડરલ રિઝર્વના ચીફ ગેરોલ પોવેલે કહ્યું કે અમને પૂરો વિશ્વાસ છે કે અમે ફુગાવાના દરને 2 ટકાના લક્ષ્યાંક પર પાછા લાવીશું. તાજેતરમાં ફુગાવાના આંકડા અપેક્ષા કરતા વધુ આવ્યા છે. પોવેલે જણાવ્યું હતું કે ઊંચા ફુગાવા છતાં, આપણે લાંબા ગાળે સુધારાની અપેક્ષા રાખી શકીએ છીએ.

આ પણ વાંચોઃ Bikaji Foods IPO: 3 નવેમ્બરના દિવસે ખૂલશે, GMP દ્વારા મળી રહ્યા છે આ મોટા સંકેત

બીજી તરફ, ભારત માટે આ વ્યાજ દર વધારાની સીધી અસર પડી શકે છે. તેમાં પણ ખાસ કરીને ભારત જેવી ડેવલોપિંગ ઈકોનોમી પર તેની સૌથી વધુ અસર થાય છે. કારણ કે જ્યારે યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે છે, તો અમેરિકન રોકાણકારોને ઉભરતા બજારોમાંથી નાણાં પાછા ખેંચવાની ફરજ પડે છે. ગુરુવારે ભારતીય બજાર પર તેની મોટી અસર જોવા મળશે અને મુખ્ય ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડો આવી શકે છે.આ ઉપરાંત પહેલાથી જ ડોલર સામે નબળા રુપિયા માટે પડ્યા પર પાટું જેવી સ્થિતિ ઉભી થઈ શકે છે. ડોલર સામે રૂપિયો 83ને પાર કરી ગયો છે. યુએસ ફેડરલ દ્વારા દરમાં વધારાની જાહેરાત સાથે, આ અઠવાડિયે કેટલાક પ્રસંગોએ રૂપિયો વધુ નબળો પડી શકે છે. નબળો રૂપિયો ચાલુ ખાતાની ખાધને વધારે છે અને આયાત મોંઘી બનાવે છે.બજારના વિશ્લેષકો કહે છે કે યુએસ ફેડરલ રેટમાં વધારો કરવાની કાર્યવાહીની સીધી અસર ભારતીય બજારો અને રૂપિયા પર પડે છે, કારણ કે યુએસમાં ઊંચા વ્યાજ દરો ભારતીય ઇક્વિટીમાં ઘટાડો કરે છે અને વિદેશી રોકાણકારોને દૂર લઈ જાય છે.
First published:

Tags: Business news, Indian rupee, Rbi policy, US Dollar