Home /News /business /US Fed Rate Hike: અમેરિકામાં વ્યાજ દર 0.25 ટકા વધ્યા, આજે ભારતમાં પણ દેખાશે અસર

US Fed Rate Hike: અમેરિકામાં વ્યાજ દર 0.25 ટકા વધ્યા, આજે ભારતમાં પણ દેખાશે અસર

વ્યાજ દરો અમેરિકામાં વધ્યા પણ તેની અસર ભારતમાં જોવા મળશે.

US Fed Rate Hike: અમેરિકાની કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વ (US Federal Reserve) દ્વારા બુધવારે તેના મુખ્ય વ્યાજ દરમાં વધુ એકવાર વધારો કરતાં 0.25% નો વધારો ઝિંક્યો છે. આ સાથે જ યુએસ ફેડ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તેમનું મુખ્ય લક્ષ્ય હજુ પણ મોંઘવારીને રોકવાનું છે.

વધુ જુઓ ...
અમેરિકાની સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે બુધવાર, 22 માર્ચે તેના મુખ્ય વ્યાજ દરોમાં વધુ 0.25% વધારાની જાહેરાત કરી હતી. આ સાથે કેન્દ્રીય બેંકે સ્પષ્ટ કર્યું કે તેનું મુખ્ય લક્ષ્ય હજુ પણ ફુગાવાને કાબૂમાં રાખવા પર છે. ફેડરલ રિઝર્વે એવો પણ સંકેત આપ્યો છે કે તે આ વર્ષના અંત સુધીમાં વધુ એક વખત વ્યાજદરમાં વધારો કરી શકે છે.

ફેડરલ રિઝર્વ બેંકે આ વ્યાજ દરો એવા સમયે વધાર્યા છે જ્યારે સિલિકોન વેલી બેંકના પતન પછી બેંકિંગ સેક્ટરમાં તણાવ જોવા મળી રહ્યો છે. ફેડરલ રિઝર્વે આ બેંકિંગ કટોકટી માટે સાવચેતીભર્યો અભિગમ દર્શાવ્યો હતો અને સંકેત આપ્યો હતો કે વ્યાજ દરો તેની ટોચની નજીક છે. એટલે કે, આ સતત વધારો ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે.

આ પણ વાંચોઃ ભારતના 6 ધનવાન ધર્મગુરુઓ, કરોડોની સંપત્તિના માલિક, જુઓ કોણ કોનાથી આગળ?

ફેડે એક નિવેદનમાં કહ્યું, 'યુએસ બેંકિંગ સિસ્ટમ મજબૂત અને સ્થિતિસ્થાપક છે. તાજેતરની ઘટનાઓને લીધે, વ્યક્તિઓ અને કંપનીઓ માટે લોન મેળવવામાં થોડી મુશ્કેલી પડી શકે છે. ઉપરાંત, તેનાથી આર્થિક પ્રવૃત્તિઓ, ભરતી અને ફુગાવા પર અસર થવાની સંભાવના છે. જોકે આ અસરોની માત્રા અનિશ્ચિત છે. કમિટી ફુગાવાને લગતા જોખમો અંગે વધુ સતર્ક છે.'


વ્યાજદરમાં વધારા બાદ વોલ સ્ટ્રીટમાં તેજી


US Fed ની જાહેરાત વ્યાપક રીતે બજારની અપેક્ષાઓ અનુસાર જ રહી છે. મોટાભાગના વિશ્લેષકોએ વ્યાજ દરોમાં 0.25% વધારાની આગાહી કરી હતી. ફેડરલ રિઝર્વની જાહેરાત બાદ S&P-500 ઇન્ડેક્સ 0.26% વધ્યો હતો. જોકે, આ સમયગાળા દરમિયાન ડૉલર ઇન્ડેક્સ 0.465% ઘટીને 102.680 થયો હતો.
First published:

Tags: Business news, Inflation, Interest Rate, Share market, Stock market

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો