Home /News /business /ડૉલરની સામે રૂપિયો ગગડીને રૂ. 80ની સૌથી નીચલી સપાટીએ પહોંચ્યો, રૂપિયો નબળો પડવાની તમારા પર શું અસર થશે?
ડૉલરની સામે રૂપિયો ગગડીને રૂ. 80ની સૌથી નીચલી સપાટીએ પહોંચ્યો, રૂપિયો નબળો પડવાની તમારા પર શું અસર થશે?
ડોલર વી. રૂપિયો
US Dollar Vs Rupees: રૂપિયાના મૂલ્યમાં સતત ઘટાડાની અસર સ્થાનિક શેરો પર પડી રહી છે. વિદેશી રોકાણકારો માટે રૂપિયામાં ઘટાડો સામાન્ય રીતે નકારાત્મક હોય છે.
નવી દિલ્હી: યૂએસ ડૉલર (US Dollar) સામે રૂપિયો આજે શરૂઆતી ટ્રેડમાં રૂ. 80 પ્રતિ યૂએસ ડૉલરની વધુ એક ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચ્યો છે. સોમવારે તે 80 રૂપિયા પ્રતિ ડૉલરની સીમા વટાવી ગયો હતો. પરંતુ 79.97 પર બંધ થવા સાથે થોડો સુધારો થયો હતો. મોટાભાગની એશિયન કરન્સીની જેમ જ પાછલા કેટલાક મહિનાઓમાં રૂપિયો ગગડી રહ્યો છે, કારણ કે યૂએસ ફેડરલ રિઝર્વ દ્વારા ઊંચા ફુગાવાને કાબૂમાં લેવા માટે આક્રમક રીતે દર વધારવાની અપેક્ષાઓથી રિસ્ક બાબતે ઉદાસીનતા ફેલાયેલી છે.
સોમવારે નાણાંમંત્રી નિર્મલા સીતારામને સંસદમાં એક લેખિત નિવેદનમાં રૂપિયાના તીવ્ર ઘટાડા માટે બાહ્ય પરિબળોને જવાબદાર ગણાવ્યા હતા. તેણીએ કહ્યું હતું કે, "રશિયા-યુક્રેન સંઘર્ષ જેવા વૈશ્વિક પરિબળો, ક્રૂડ ઓઈલની વધતી કિંમતો અને વૈશ્વિક નાણાંભીડની પરિસ્થિતિએ યૂએસ ડૉલર સામે ભારતીય રૂપિયો નબળો પડવાના મુખ્ય કારણો છે."
ભારતીય રિઝર્વ બેંક (RBI) રૂપિયાના ઘટાડાને ધીમું કરવા માટે સ્પોટ અને ફોરવર્ડ બંને માર્કેટમાં હસ્તક્ષેપ કરી રહી છે અને વિદેશી ભંડોળના પ્રવાહને આકર્ષવા માટે તાજેતરના અઠવાડિયામાં ઘણા પગલાં લેવામાં આવ્યા છે.
રૂપિયો નબળો થવાની સ્થિતિ તમને કઈ રીતે અસર કરશે?
● રૂપિયાના મૂલ્યમાં સતત ઘટાડાની અસર સ્થાનિક શેરો પર પડી રહી છે. વિદેશી રોકાણકારો માટે રૂપિયામાં ઘટાડો સામાન્ય રીતે નકારાત્મક હોય છે.
● નબળા પડી રહેલા રૂપિયાની સૌથી વધુ અસર મોંઘવારી પર પડે છે. કસ્ટમરે આયાત કરાયેલા ઉત્પાદનો માટે વધુ ખર્ચ કરવો પડશે.
● અમેરિકી ડૉલર સામે રૂપિયો વિક્રમી ઘટ્યો હોવાથી વિદેશથી ભારતમાં નાણાં મોકલનારાઓએ વધુ ખર્ચ કરવો પડશે.
● નબળો પડતો રૂપિયો એટલે ઈંધણ અને ઊર્જાના ભાવમાં વધારો. ભારત 80 ટકાથી વધુ ક્રૂડ ઓઈલની આયાત કરે છે. તેના પરિણામે ભારતમાં ગ્રાહકો માટે ઈંધણ અને ઉર્જાના ભાવમાં વધારો થશે, કારણ કે તેલ કંપનીઓ વધારાના વિનિમય દરનો બોજ પણ ભાવમાં લાદશે.
● ચલણ નબળું થવાનો અર્થ એ છે કે હવે તમારે વિદેશમાં એ જ અભ્યાસ અને આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે વધુ રૂપિયા ચૂકવવા પડશે.
● આયાત માટે ચૂકવણી ડોલરમાં કરવાની શરત કરેલ હોય છે, તેથી નબળો રૂપિયો આયાત કરતા માલની કિંમતમાં વધારો કરે છે. પરિણામે સ્થાનિક બજારોમાં પણ અમુક વસ્તુઓના ભાવ ઊંચા જઈ શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર