ચીનમાં ઠપ થયો આ બિઝનેસ, ભારતીયો પાસે છે મોટો કમાણીનો મોકો

US અને ચીન ટ્રેડ વોરના કારણે ભારત માટે બિઝનેસના અવસર તૈયાર થઈ રહ્યા છે. ચીનની એક સમસ્યાથી ભારતમાં પણ એક આવો જ અવસર બની રહ્યો છે.

News18 Gujarati
Updated: May 16, 2019, 5:17 PM IST
ચીનમાં ઠપ થયો આ બિઝનેસ, ભારતીયો પાસે છે મોટો કમાણીનો મોકો
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: May 16, 2019, 5:17 PM IST
US અને ચીન ટ્રેડ વોરના કારણે ભારત માટે બિઝનેસના અવસર તૈયાર થઈ રહ્યા છે. ચીનની એક સમસ્યાથી ભારતમાં પણ એક આવો જ અવસર બની રહ્યો છે. આ અવસર ભારતના માંસના વેપારીઓ માટે છે. હાલમાં, ચીનમાં આફ્રિકન સ્વાઈન ફિવર ફેલાઈ ગયો છે. આ મહામારીના કારણે અહીં છેલ્લા બે વર્ષમાં 1.4 અબજ ભૂંડ(સૂવર)ના જીવ લેવા પડ્યા છે. સૂવરોની સંખ્યા ચીનની જનસંખ્યાના બરાબર છે. આટલી મોટી સંખ્યામાં સૂઅરોને મારવાથી ચીનમાં આ વર્ષે સૂવરના માંસના ભાવમાં મોટો વધારો થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

ચીન સૂવર માંસના ઉત્પાદોમાં સૌથી મોટો ઉત્પાદક છે. તમને જણાવી દઈએ કે, દુનિયામાં સૌથી વધારે સૂવરના માંસની ખપત પણ ચીનમાં જ થાય છે. હવે ભારતના ફાયદાના હિસાબે વિચારીએ તો, દુનિયામાં સૂવરોની પાંચમી સૌથી મોટી આબાદીવાળઓ દેશ ભારત હોવાથી ચીની માર્કેટથી પોતાની તાકાત વધારવાનો મોકો છે. ભારતમાં સૂવર-માંસનો ઉદ્યોગ ફૂલે-ફાલે તેવી અપાર સંભાવના છે, કેમ કે, અહીં હજુ દુનિયાના 1.5 ટકા સૂવર છે.

સૂવરોની સંખ્યા 20 કરોડ સુધી ઘટવાની આશંકા

ચીની કેલેન્ડર અનુસાર, 2019 સૂવરોનું વર્ષ છે, પરંતુ, વિડંબના જુઓ કે, અહીં આ વર્ષના અંત સુધી સૂવરોની સંખ્યા 20 કરોડ સુધી ઘટવાની આશંકા છે. આની પાછળનું કારણ છે બિમારીના કારણે સૂવરોનું મોત અને તેને મારી નાખવાનું.

ગત વર્ષે ઓગષ્ટમાં આ મહામારી ફેલાયા બાદ ચીનમાં સૂવરના માંસની કિંમત આ વર્ષે ફેબ્રુઆરી-એપ્રિલ વચ્ચે આસમાને પહોંચી ગઈ. હાલમાં પણ જીવતા સૂવર 1.73 ડોલરથી લઈ 2.25 ડોલર પ્રતિ કિલોના દરે વેચાઈ રહ્યું છે. અનુમાન છે કે, ટુંક સમયમાં આ આંકડો 2016ના 3.05 ડોલર પ્રતિ કિલોના સર્વોચ્ચ સ્તરને પાર કરી જશે. ત્યારબાદ પમ આ કિંમતો વધી શકે છે. તેમને ડર સતાવી રહ્યો છે કે, જનતાનો રોષ ન ભભૂકી ઉઠે, કારણ કે અહીં સૂવરના માંસની ખુબ ડિમાંડ છે.
First published: May 16, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...