USની PE ફર્મ વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ જિઓ પ્લેટફોર્મ્સમાં રૂ. 11,367 કરોડનું રોકાણ કરશે

News18 Gujarati
Updated: May 8, 2020, 8:22 AM IST
USની PE ફર્મ વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ જિઓ પ્લેટફોર્મ્સમાં રૂ. 11,367 કરોડનું રોકાણ કરશે
રિલાયંસ ઇન્ડસ્ટ્રીસના ચેરમેન મુકેશ અંબાણીની ફાઇલ તસવીર

જિઓ પ્લેટફોર્મ્સમાં ત્રણ અઠવાડિયાથી ઓછા સમયમાં અગ્રણી ટેકનોલોજીના રોકાણકારોએ 60,596.37 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ

  • Share this:
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ટેકનોલોજી ક્ષેત્રમાં એક મહિના કરતા પણ ઓછા સમયમાં ત્રીજા હાઇ પ્રોફાઇલ રોકાણમાં અમેરિકા સ્થિત ખાનગી ઇક્વિટી કંપની વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ 11,367 કરોડ રૂપિયામાં જિઓ પ્લેટફોર્મમાં 2.32 ટકા હિસ્સો ખરીદશે. આ સાથે જિઓ પ્લેટફોર્મ્સે હવે ત્રણ અઠવાડિયાથી ઓછા સમયમાં અગ્રણી ટેકનોલોજીના રોકાણકારો પાસેથી 60,596.37 કરોડ રૂપિયા એકઠા કર્યા છે.

વિસ્ટા ઈક્વિટી પાર્ટનર્સના રોકોણનું ઇક્વિટી મુલ્ય 4.91 લાખ કરોડ થાય છે જ્યારે એન્ટરપ્રાઇઝ મુલ્ય 5.16 લાખ કરોડ થાય છે. આ સોદાની કિંમત થોડા દિવસો પહેલા જિઓ પ્લેટફોર્મના 1.15 ટકા હિસ્સેદારી માટે યુએસ સ્થિત ખાનગી ઇક્વિટી કંપની સિલ્વર લેક દ્વારા ચૂકવવામાં આવેલી કિંમતને સમાન છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ફેસબુક પાછળ વિસ્ટા જિઓ પ્લેટફોર્મ્સમાં ત્રીજા નંબરના સૌથી મોટા રોકાણકાર છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ વિસ્ટા સાથેના જોડાણ અંગે ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે ' વિશ્વવ્યાપી ટેકરોકાણકાર સંસ્થાન વિસ્ટાને આવકારતા મને આનંદ થાય છે. અમારા અન્ય સાથીઓની જેમ વિસ્ટા પણ સમાન વિઝન ભારતની ડિજિટલ ઇકોસિસ્ટમના વિસ્તાર અને વિકાસમાં જોડાશે જેનો લાભ દરેક ભારતીયને મળશે'

તેઓએ ઉમેર્યુ કે ' વિસ્ટાના બંને લિડર રોબર્ટ અને બ્રાયનમાં મને ઉતકૃષ્ટ ટેકનોલોજી લીડર નજરે પડે છે. એમનો પરિવાર ગુજરાતનો છે અને તેઓ ભારતની ડિજીટલ સોસાયટીના આમુલચૂર પરિવર્તનમાં વિશ્વાસધરાવે છે. જિઓના લાભાર્થે વિસ્ટા વૈશ્વિક સ્તરે તેના રોકાણોમાં જે વ્યાવસાયિક કુશળતા અને મલ્ટિ-લેવલ સપોર્ટ આપે છે તેનો લાભ લેવા માટે અમે ઉત્સાહિત છીએ."

વિસ્ટા વૈશ્વિક રોકાણ કંપની છે જે મુખ્યત્વે સોફ્ટવેર, ડેટા, ટેકનોલોજી કંપનીસમાં રોકાણ કરે છે. વિસ્ટા પાસે 57 બિલિયન ડૉલર કરતા વધારેની સંચિત મૂડી પ્રતિબદ્ધતાઓ છે અને તેની વૈશ્વિક નેટવર્ક કંપનીઓ વિશ્વની પાંચમી સૌથી મોટી એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર કંપનીનું સામૂહિક પ્રતિનિધિત્વ કરે છે.

(ડિસ્ક્લેમર: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, જે જિઓની પણ માલિકી ધરાવે છે, તે સ્વતંત્ર મીડિયા ટ્રસ્ટનો એકમાત્ર લાભાર્થી છે જે નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડને નિયંત્રિત કરે છે)
First published: May 8, 2020, 8:05 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading