Home /News /business /

Vijay Kedia Portfolio: વિજય કેડિયાના પોર્ટફોલિયોમાં સામેલ આ શેરમાં લાગી અપર સર્કિટ, જાણો તેજીનું કારણ

Vijay Kedia Portfolio: વિજય કેડિયાના પોર્ટફોલિયોમાં સામેલ આ શેરમાં લાગી અપર સર્કિટ, જાણો તેજીનું કારણ

તેજસ નેટવર્ક્સ શેર

Tejas Networks Stock: શેર ઇન્ડિયાના રવિ સિંહનું કહેવું છે કે સાંખ્યા લેબ્સમાં હિસ્સો ખરીદવાથી તેજસ નેટવર્કના વાયરલેસ પોર્ટફોલિયોનો વિસ્તાર થવાની સાથે જ ઘરેલૂ અને વિદેશી બજારોમાં કંપનીનો ગ્રાહકોનો બેઝ વધશે.

    મુંબઈ. Vijay Kedia portfolio: વિજય કેડિયાના પોર્ટફોલિયોમાં સામેલ તેજસ નેટવર્ક્સ (Tejas Networks) શેરે આજે (4 એપ્રિલ) સતત ચોથા ટ્રેડિંગ સેશનમાં અપર સર્કિટ હીટ કરી છે. તેજસ નેટવર્ક્સનો શેર (Tejas Networks stock) આજે શુક્રવારના પોતાના ક્લોજિંગથી પાંચ ટકા વધારે સાથે ખુલ્યો હતો. ઇન્ટ્રાડેમાં શેર 470.45 રૂપિયાના અપર સર્કિટ (Upper circuit) પર જઈને લોક થઈ ગયો હતો. આ બધુ બજાર ખુલ્યાની થોડી જ મિનિટોમાં થયું હતું.

    બજાર નિષ્ણાતોનું કહેવું છે કે વિજય કેડિયાના પોર્ટફોલિયોમાં સામેલ આ મલ્ટીબેગર શેર (Multibagger stock)માં હજુ વધારે તેજી જોવા મળશે. કારણ કે ટાટા જૂથે Saankhya Labs Pvt Ltd કંપનીમાં 64 ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે. તેજસ નેટવર્ક Saankhya Labs માં 35.60 ટકા ભાગીદારીની ખરીદી કરી શકે છે. આ ટેકઓવરની સાથે જ ટેલિકૉમ હાર્ડવેર કંપની Tejas Networks બજારમાં મોટી ભાગીદારી મેળવવા માટે પોતાને તૈયાર કરી રહી છે. આગળ પૂર્વ સ્વદેશી મેડ ઇન ઇન્ડિયા 5જી રોલઆઉટ કંપનીના ગ્રોથ માટે સારો મોકો હશે.

    નિષ્ણાતોનો અભિપ્રાય


    Proficient Equities ના મનોજ દાલમિયાનું કહેવું છે કે 5G ટેક્નોલોજીના વિસ્તાર અને Saankhya Labs માં હિસ્સો ખરીદવો કંપની માટે સારું પરિણામ લાવી શકે છે. બજારમાં કંપનીને બિઝનેસનો મોટો મોકો મળી શકે છે.

    શેર ઇન્ડિયાના રવિ સિંહનું કહેવું છે કે સાંખ્યા લેબ્સમાં હિસ્સો ખરીદવાથી તેજસ નેટવર્કના વાયરલેસ પોર્ટફોલિયોનો વિસ્તાર થવાની સાથે જ ઘરેલૂ અને વિદેશી બજારોમાં કંપનીનો ગ્રાહકોનો બેઝ વધશે.

    આ પણ વાંચો: વર્ષની શરૂઆતથી જ કરો ઇન્કમ ટેક્સ પ્લાનિંગ, આટલી વાતોને ધ્યાનમાં રાખો

    રવિ સિંહનું કહેવું છે કે તેજસ નેટવર્કની ચાર્ટ પેટર્ન ખૂબ સારી નજરે પડી રહી છે. આ સ્ટૉક 360 રૂપિયાના સ્વિંગ લૉથી હાયર હાઈ અને હાયર લૉ બનાવવાની સાઇકલમાં નજરે પડી રહ્યો છે. આ ઉપરાંત બીજા મોમેન્ટમ ઇન્ડિકેટર પણ આ સ્ટૉકમાં ભવિષ્યમાં તેજી આવવાના સંકેત આપી રહ્યા છે.

    તેજસ નેટવર્કમાં વિજય કેડિયાની ભાગીદારી


    તેજીસ નેટવર્ક્સની શેર હોલ્ડિંગ પેટર્ન પ્રમાણે ઓક્ટોબર-ડિસેમ્બર 2021 ત્રિમાસિકમાં વિજય કેડિયાએ તેજસ નેટવર્ક્સમાં પોતાની કંપની કેડિયા સિક્યોરિટી પ્રાઇવેટ લિમિડેટના માધ્યમથી રોકાણ કર્યું છે. તેજસ નેટવર્ક્સમાં કેડિયા સિક્યોરિટીની ભાગીદારી 39 લાખ શેર અથવા 3.42 ટકા છે.

    આ પણ વાંચો: HDFC Bank અને HDFCનું મર્જર, બનશે દેશની ત્રીજી સૌથી મોટી કંપની

    તેજસ નેટવર્ક્સ શેર


    તેજસ નેટવર્ક્સનો શેર 2021ના વર્ષમાં મલ્ટીબેગર સાબિત થયો હતો. છેલ્લા એક વર્ષમાં આ શેરે આશરે 170 ટકા વળતર આપ્યું હતું. આ દરમિયાન શેર 175 રૂપિયાથી વધીને 470 રૂપિયા પર પહોંચ્યો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Multibagger Stock, Share market, Stock tips

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन