ફક્ત ત્રણ મહિનામાં UPI લેવડ દેવડ 90 ટકા વધી, જાન્યુઆરી-માર્ચમાં કુલ 14.55 અબજની લેવડ દેવડ
ફક્ત ત્રણ મહિનામાં UPI લેવડ દેવડ 90 ટકા વધી, જાન્યુઆરી-માર્ચમાં કુલ 14.55 અબજની લેવડ દેવડ
UPI લેવડ દેવડ 90 ટકા વધી,
વર્ષના પહેલા ક્વાર્ટરમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, મોબાઈલ વોલેટ, પ્રિપેઈડ કાર્ડ અને UPI પી2એમ જેવા અનેક માધ્યમોથી 10.25 લાખ કરોડના કુલ 9.36 અરબ ટ્રાન્ઝેક્શન થયા છે.
દેશમાં 2022ના પ્રથમ ત્રણ મહિનામાં UPI દ્વારા 26.19 લાખ કરોડ રૂપિયાના 14.55 અબજથી વધુ વ્યવહારો થયા હતા. આ લેવડ દેવડનો આંકડો 2021ના સમયગાળા દરમિયાન થયેલ લેવડ દેવડ કરતા 99 ટકા વધુ છે. આ આંકડો મૂલ્ય અનુસાર 90 ટકા કરતા વધુ છે.
વર્લ્ડલાઈને સોમવારે એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર વર્ષના પહેલા ક્વાર્ટરમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, મોબાઈલ વોલેટ, પ્રિપેઈડ કાર્ડ અને UPI પી2એમ (પર્સન ટુ મર્ચન્ટ) જેવા અનેક માધ્યમોથી 10.25 લાખ કરોડના કુલ 9.36 અરબ ટ્રાન્ઝેક્શન થયા છે.
જેમાં UPI પી2એમ (પર્સન ટુ મર્ચન્ટ) માધ્યમ ગ્રાહકોને સૌથી વધુ પસંદ આવી રહ્યું છે. જેની બજાર ભાગીદારીની માત્રા અનુસાર 64 ટકા અને મૂલ્ય અનુસાર 50 ટકા છે.
જાન્યુઆરીથી માર્ચ સુધીના સમયગાળામાં ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડની સંખ્યામાં વધારો થતા તે 99.12 કરોડ પર પહોંચી ગઈ છે. આ સમયગાળા દરમિયાન ક્રેડિટ કાર્ડની સંખ્યામાં 19 ટકાનો વધારો થતા 7.36 કરોડ પર પહોંચી ગઈ છે. ડેબિટ કાર્ડની સંખ્યામાં માત્ર બે ટકાનો વધારો થતા તે 89.8 કરોડથી વધીને 91.76 કરોડ પર પહોંચી ગઈ છે. આ દરમિયાન 2.3 કરોડ ડેબિટ કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે.
UPIથી નાણાંકીય લેવડ દેવડ કરવાની વાત કરવામાં આવે તો ફોનપે, ગૂગલ પે, પેટીએમ પેમેન્ટ્સ બેન્ક, એમેઝોન પે, એક્સિસ બેન્કની એપ્લિકેશનનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવ્યો છે.
માત્રાની વાત કરવામાં આવે તો ફોનપે, ગૂગલપે, પેટીએમની ભાગીદારી 94.8 ટકા રહી છે. મૂલ્ય અનુસાર આ ત્રણેય એપ્લિકેશનનો હિસ્સો 93 ટકા રહ્યો છે.
માત્રાની વાત કરવામાં આવે તો ક્રેડિટ કાર્ડની 7 ટકા, ડેબિટ કાર્ડની 10 ટકા, પ્રિપેઈડ કાર્ડની 4 ટકા, મોબાઈલ વોલેટની 15 ટકા ભાગીદારી રહી છે. મૂલ્ય અનુસાર કાર્ડની 26 ટકા, ડેબિટ કાર્ડની 18 ટકા, પ્રિપેઈડ કાર્ડની 2 ટકા, મોબાઈલ વોલેટની 5 ટકા ભાગીદારી રહી છે.
રિપોર્ટની અન્ય મહત્વપૂર્ણ જાણકારીઓ
ક્રેડિટ કાર્ડથી ત્રણ મહિનામાં 8.77 લાખ કરોડની 2.02 અરબ લેવડ દેવડ કરવામાં આવી છે.
ડેબિટ કાર્ડથી 1.81 લાખ કરોડની 94.27 કરોડની લેવડ દેવડ કરવામાં આવી છે.
માર્ચ 2022 સુધીમાં કુલ 60.7 લાખ POS મશીન ચાલુ હતા.
દેશનું ઈ-કોમર્સ બજાર 46.2 અરબ ડોલરનું છે, આ બજાર વર્ષ 2025માં વધીને 188 અરબ ડોલર થઈ જશે.
HDFC બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, ICICI બેન્ક, એક્સિસ બેન્ક, આરબીએલ બેન્કે સૌથી વધુ ક્રેડિટ કાર્ડ જાહેર કર્યા છે.
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, બેન્ક ઓફ બરોડા, કેનરા બેન્ક અને પંજાબ નેશનલ બેન્કે સૌથી વધુ ડેબિટ કાર્ડ જાહેર કર્યા છે.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર