Tips and Tricks: હવે ઇન્ટરનેટ વિના તમે કરી શકશો UPI પેમેન્ટ, આ જુગાડ કરશે કામ

*99# યુએસએસડી કોડનો ઉપયોગ કરીને, તમે ઇન્ટરનેટ વગર યુપીઆઈ( UPI) પેમેન્ટ કરી શકો છો.

Tips and Tricks:*99# યુએસએસડી કોડનો ઉપયોગ કરીને, તમે ઇન્ટરનેટ વગર યુપીઆઈ( UPI) પેમેન્ટ કરી શકો છો. *99#દ્વારા UPI ચુકવણી કરવા માટે, તમારો ફોન નંબર બેંક ખાતા સાથે લિંક કરવો અને તે જ નંબર પરથી BHIM એપ (BHIM App) પર નોંધણી કરાવવી જરૂરી છે.

  • Share this:
    નવી દિલ્હી: આજના ડિજિટલ યુગમાં આપણું જીવન ઈન્ટરનેટ પર ઘણું નિર્ભર છે. ખાસ કરીને ફંડ ટ્રાન્સફર અને અન્ય ફંડ ટ્રાન્સફર અને ઓનલાઇન ચુકવણી પદ્ધતિઓ જેવી કે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ/યુપીઆઈ મહત્વની છે. કલ્પના કરો કે, જો તમે કોઈને પૈસા મોકલી રહ્યા હોવ અને અચાનક ઇન્ટરનેટ કનેક્શન બંધ થઈ જાય તો શું? ચિંતા કરવાની જરૂર નથી તેના માટે પણ એક ઉપાય છે, તેથી ગભરાવાની જરૂર નથી. તમે ઇન્ટરનેટ વગર પણ તમારા ફોનથી UPI ચુકવણી કરી શકો છો. જો ઇન્ટરનેટ ન હોય તો, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની (NPCI) *99# સુવિધા એટલે ઉપયોગી થશે.

    *99# NPCI ની USSD આધારિત મોબાઇલ બેન્કિંગ સેવા છે, જે નવેમ્બર 2012 માં શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં આ સેવા માત્ર BSNL અને MTNL વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ હતી. એ નોંધવું અગત્યનું છે કે *99#દ્વારા UPI ચુકવણી કરવા માટે, તમારો ફોન નંબર બેંક ખાતા સાથે જોડાયેલ હોવો જોઈએ. આ સિવાય, ભીમ એપ પર પણ એકવાર રજીસ્ટ્રેશન થયેલુ હોવું જોઈએ.

    આ ત્રણ સ્ટેપથી ઈન્ટરનેટ વિના જ થઈ જશે UPI ટ્રાન્સફર 

    સ્ટેપ 1- સૌથી પહેલા ફોનના ડાયલ પેડને ખોલો અને *99#ટાઇપ કર્યા બાદ કોલ બટન પર ટેપ કરો. આ તમને 7 વિકલ્પો સાથે નવા મેનૂ પર લઈ જશે. મેનુમાં Send Money, Receive Money, Check Balance, My Profile, Pending Requests, Transactions અને UPI PIN જેવા વિકલ્પોની યાદી હશે.

    સ્ટેપ 2- જો તમે માત્ર પૈસા મોકલવા માંગતા હો, તો ડાયલ પેડ પર નંબર 1 દબાવીને સેન્ડ મની વિકલ્પ પસંદ કરો. આ પછી, તમે ફોન નંબર, UPI ID અથવા એકાઉન્ટ નંબર અને IFSC કોડનો ઉપયોગ કરીને પૈસા મોકલી શકશો.

    સ્ટેપ 3- પછી રકમ દાખલ કરો અને વ્યવહાર પૂર્ણ કરવા માટે તમારો 4 અથવા 6 અંકનો UPI પિન દાખલ કરો. પછી તમારે ફક્ત 'send' ટેપ કરવાનું છે.

    યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ / યુપીઆઇ (Unified Payments Interface) એક રીયલ ટાઇમ પેમેન્ટ સિસ્ટમ છે, જે મોબાઇલ એપ દ્વારા તરત જ બેંક ખાતામાં નાણાં ટ્રાન્સફર કરી શકે છે. UPI મારફતે, તમે એક બેંક ખાતાને  UPI એપ્લિકેશન્સ સાથે લિંક કરી શકો છો. એક યુપીઆઈ એપ દ્વારા અનેેક બેંક ખાતાઓ ચલાવી શકાય છે.
    Published by:kuldipsinh barot
    First published: