Home /News /business /અમેરિકા-કેનેડામાં ડોલર લઈ ફરવાની જરૂર નથી, દરેક ભારતીય UPI દ્વારા પેમેન્ટ કરી શકશે, અન્ય દેશોમાં પણ શરૂ થઈ સુવિધા

અમેરિકા-કેનેડામાં ડોલર લઈ ફરવાની જરૂર નથી, દરેક ભારતીય UPI દ્વારા પેમેન્ટ કરી શકશે, અન્ય દેશોમાં પણ શરૂ થઈ સુવિધા

NRIs હવે તેમના આંતરરાષ્ટ્રીય મોબાઈલ નંબરો દ્વારા પેમેન્ટ માટે UPI એટલે કે યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસનો ઉપયોગ કરી શકશે.

UPI Payment: ઓનલાઈન પેમેન્ટના મામલામાં UPI એ ખૂબ જ ઓછા સમયમાં લોકપ્રિયતા મેળવી છે. અત્યાર સુધી આ સુવિધા માત્ર ભારતીય મોબાઈલ નંબર પર જ આપવામાં આવતી હતી. હવે ટૂંક સમયમાં તે આંતરરાષ્ટ્રીય નંબર પર પણ ઉપલબ્ધ થશે. આ પછી NRI ભારતીયો પણ UPI દ્વારા પેમેન્ટ કરી શકશે.

વધુ જુઓ ...
    UPI Payment for NRIs: હાલમાં, ઓનલાઈન પેમેન્ટ માટેનું સૌથી લોકપ્રિય માધ્યમ એટલે કે UPI પેમેન્ટ સિસ્ટમ. આ સુવિધા અન્ય દેશોમાં રહેતા ભારતીયો માટે પણ શરૂ કરવામાં આવી છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, NRIs હવે તેમના આંતરરાષ્ટ્રીય મોબાઈલ નંબરો દ્વારા પેમેન્ટ માટે UPI એટલે કે યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસનો ઉપયોગ કરી શકશે.

    NRI એ UPI દ્વારા ચુકવણી કરવા માટે તેમના બિન-નિવાસી બેંક (NRE/NRO) એકાઉન્ટને UPI સાથે લિંક કરવાની જરૂર રહેશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશને તેની તૈયારી માટે પાર્ટનર બેંકોને 30 એપ્રિલ સુધીનો સમય આપ્યો છે. માત્ર છ વર્ષમાં UPI દ્વારા ટ્રાન્ઝેક્શનમાં મોટો વધારો જોવા મળ્યો છે. ડિસેમ્બર મહિનામાં યુપીઆઈ દ્વારા 12 લાખ કરોડ રૂપિયાથી વધુના વ્યવહારો થયા હતા.

    આ પણ વાંચો:SIP Investment: SIPમાં આયોજન પૂર્વક રોકાણથી 15 વર્ષમાં રૂ.2 કરોડનું મજબૂત ફંડ ઉભું કરી શકાય

    NRE/NRO એકાઉન્ટ્સ શું છે


    NRE એકાઉન્ટ એટલે કે નોન રેસિડેન્ટ એક્સટર્નલ એકાઉન્ટ કે જે અન્ય દેશોમાં રહેતા ભારતીયોને તેમની કમાણી વિદેશમાંથી ભારતમાં ટ્રાન્સફર કરવામાં મદદ કરે છે. જ્યારે NRO એકાઉન્ટ એટલે કે નોન રેસિડેન્ટ ઓર્ડિનરી એકાઉન્ટ કે જે ભારતમાં તેમની કમાણીનું સંચાલન કરવામાં મદદ કરે છે. UPI દ્વારા, તેઓ હવે આ ખાતાઓમાંથી જ પેમેન્ટ કરી શકશે.

    આ દેશોમાં પ્રથમ સુવિધા


    શરૂઆતમાં, UPI દ્વારા પેમેન્ટ સુવિધા 10 દેશોમાં રહેતા NRIs માટે શરુ કરાશે. તેઓ હવે આંતરરાષ્ટ્રીય મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને UPI પેમેન્ટ પણ કરી શકશે. આ દેશોમાં સિંગાપોર, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, હોંગકોંગ, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને બ્રિટન વગેરેનો સમાવેશ થાય છે.


    ડિજિટલ પેમેન્ટ માટે 2600 કરોડની નવી યોજના


    વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટ સમિતિએ બુધવારે રૂપે ડેબિટ કાર્ડ અને ઓછી રકમના BHIM-UPI વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે રૂ. 2,600 કરોડની યોજનાને મંજૂરી આપી હતી. પીએમ મોદીએ એક ટ્વિટમાં કહ્યું, "રૂપે ડેબિટ કાર્ડ અને BHIM-UPI વ્યવહારોને પ્રોત્સાહન આપવાનો આજનો કેબિનેટ નિર્ણય ભારતને ડિજિટલ પેમેન્ટ્સમાં વધુ આગળ લઈ જશે."
    Published by:Darshit Gangadia
    First published:

    Tags: Business news, Online payment, Upi યુપીઆઈ, US Dollar

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन