LIC IPO News: ભારત સરકાર હસ્તકની દેશની સૌથી મોટી જીવન વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ (Life Insurance Corporation of India- LIC)ના આઇપીઓ (LIC IPO)ની રોકાણકારો ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં મીડિયા અહેવાલ આવી રહ્યા છે કે, LICનો એક IPO લાવવાને બદલે બે આઇપીઓ (LIC IPO May Split into Two) લાવવામાં આવી શકે છે, અને આ બંને આઇપીઓ વચ્ચે થોડાક મહિનાઓનું અંતર રાખવામાં આવશે.
LIC આઇપીઓના માધ્યમથી એક લાખ કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર કરવા માંગે છે. ‘ટાઇમ્સ ઓફ ઈન્ડિયા’ના અહેવાલ મુજબ, એવો મત ઊભો થયો છે કે એક જ વારમાં આટલા મોટા આઇપીઓને માર્કેટ અને રોકાણકારો વહન નહીં કરી શકે. મીડિયા રિપોર્ટ મુજબ, કોર્નરસ્ટોન ઇન્વેસ્ટર્સ અને Marquee એસેટ મેનેજર્સ આઇપીઓ પહેલા મોટું રોકાણ કરી શકી છે. એક અધિકારીએ TOI સાથે વાત કરતા જણાવ્યું કે, LICના આઇપીઓને સફળ બનાવવા માટે તમામ વિકલ્પો ખુલ્લા રાખવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, મનીકન્ટ્રોલ દ્વારા આ સ્ટોરીની પુષ્ટિ નથી કરવામાં આવી.
ટાઇમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતાં અધિકારીઓએ જણાવ્યું કે, શેર બજારમાં હાલના સમયમાં અસંખ્ય આઇપીઓ આવ્યા છે જેમાં રોકાણકારો નાણા રોકાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં 50,000 કરોડ રૂપિયાનું ફંડ આઇપીઓ દ્વારા ઊભું કરવામાં આવ્યું છે. મનીકન્ટ્રોલ સાથે વાત કરતા વિશેષજ્ઞોએ જણાવ્યું કે, ઓગસ્ટ મહિનામાં 18 કંપનીઓ પોતાના આઇપીઓના માધ્યમથી 28,000 કરોડ રૂપિયાનું ફંડ ઊભું કરશે.
બીજી તરફ, સમાચાર એજન્સી રોઇટર્સ મુજબ, સરકાર ભારતીય જીવન વીમા નિગમના આઇપીઓને ચાલુ નાણાકીય વર્ષ 2021-22ના અંત સુધીમાં લાવી શકે છે.
DIPAMના સેક્રેટરી ટુહીન કાંતા પાંડેએ તાજેતરમાં જણાવ્યું હતું કે, ભારત સરકાર ભારત સરકાર હસ્તકની એરલાઇન એર ઈન્ડિયા અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનનું ચાલુ નાણાકીય વર્ષમાં 100 ટકા પ્રાઇવેટાઇઝેશન કરવાનું આયોજન કરી રહી છે.
માનવામાં આવી રહ્યું છે કે, LICનું લિસ્ટિંગ ભારતનું સૌથી મોટું શેર વેચાણ હશે. આ શેર માટે લાખો રોકાણકારો લાઇન લગાવીને ઊભા છે. બધા LIC IPOની રાહ જોઈ રહ્યા છે. રિટેલ રોકાણકારો ઉપરાંત આ લાઇનમાં 18 ઇન્વેસ્ટમેન્ટ બેન્કો પણ સ્પર્ધામાં છે જે LICના શેરને મેનેજ કરવા માંગે છે. દેશની જે બેંકોને આઇપીઓ માટે બોલી લગાવવાની તક મળી શકે છે તેમાં કોટક મહિન્દ્રા કેપિટલ, ICICI Securities, જેએમ ફાઇનાન્સિયલ, ડીએમએ કેપિટલ, HDFC Bank, યેસ સિક્યુરિટીઝ, SBI Capital અને IIFLના નામ છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર