જો તમે પણ આઈપીઓમાર્કેટમાં (Earn Money From IPO)માં પૈસા રોકવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારી પાસે સારો અવસર છે. આ સપ્તાહમાં બજારમાં 4 આઈપીઓઆવનાર (Upcoming IPOs) છે. આ આઇપીઓમાં તમારે ઓછામાં ઓછું રૂ.14000નું રોકાણ કરવું પડશે. તમે Aptus Housing Finance IPO, CarTrade Tech IPO, Chemplast Sanmar IPO, Nuvoco Vistas IPO દ્વારા કમાણી કરી શકો છો.
આપને જણાવી દઇએ કે આ વર્ષે રોકાણકારો આઈપીઓ દ્વારા માલામાલ થઇ ગયા છે. તત્વ ચિંતન, ક્લી સાયન્સ, જીઆર ઇન્ફ્રા સહિત અનેક આઈપીઓનું બજારમાં શાનદાર લિસ્ટિંગ થયું છે. તો આવો તમને આ ચાર નવા આવનાર આઇપીઓ વિશે જણાવીએ...
Aptus Housing Finance IPO
-આ આઇપીઓ માટે કંપનીએ 346-353 રૂપિયાનું પ્રાઇસ બેંડ નક્કી કર્યું છે.
-આ આઇપીઓની લોટ સાઇઝ 42 છે.
-પ્રાઇસ બેંડ અપર પ્રાઇસ અનુસાર રોકાણકારોને ઓછામાં ઓછા રૂ.14,826નું રોકાણ કરવું પડશે.
-આ આઇપીઓ 10 ઓગસ્ટે ખુલશે અને 12 ઓગસ્ટે બંધ થશે.
CarTrade Tech IPO
-આ આઇપીઓ માટે 1585-1618 રૂપિયાનું પ્રાઇસ બેંડ નક્કી કરાયું છે.
-આ આઇપીઓ 9 ઓગસ્ટ એટલે કે આજે ખુલી ગયો છે અને 11 ઓગસ્ટે બંધ થશે.
-CarTrade આ IPO દ્વારા 2998 કરોડ રૂપિયા એકત્રિત કરવાની તૈયારીમાં છે.
-CarTradeનો એક લોટ 9 શેરનો છે.
-આ આઇપીઓ માટે તમારે રૂ.14,256નું રોકાણ કરવું પડશે.
Chemplast Sanmar IPO
-આ આઇપીઓના ઇશ્યૂની પ્રાઇસ બેંડ 530-541 રૂપિયા રાખવામાં આવી છે.
- એક લોટ 27 શેરનો નક્કી કરવામાં આવ્યો છે.
-અપર પ્રાઇસ અનુસાર રોકાણકારોને ઓછામાં ઓછા 14,607 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે.
-આઇપીઓ સબ્સક્રિપ્શન માટે 10 ઓગસ્ટે ખુલશે અને 12 ઓગસ્ટે બંધ થશે.
-સ્પેશિયાલિટી કેમિકલ કંપની Chemplast Sanmarનો આઇપીઓ 3850 કરોડ રૂપિયાનો હશે.