કોરોના મહામારીની પરિસ્થિતિમાં પણ આ વર્ષે સતત IPO બહાર પાડવામાં આવી રહ્યા છે. ગયા વર્ષ કરતા આ વર્ષે કંપનીઓએ IPOથી સૌથી વધુ પૈસા એકત્ર કર્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં 18 IPO બહાર પાડવામાં આવ્યા છે. રોકાણકારોએ આ વર્ષે સારી કમાણી કરી છે. જો તમે હજુ સુધી IPOમાં પૈસા રોક્યા નથી, તો તમે હજુ પણ IPOમાં પૈસા રોકી શકો છો. આગામી દિવસોમાં અનેક કંપનીઓ IPO બહાર પાડવા જઈ રહી છે. જેમાંથી કેટલીક કંપનીઓને સેબીની મંજૂરી મળી ચૂકી છે.
અર્થવ્યવસ્થામાં રિકવરીની આશા
પ્રાથમિક બજારમાં IPOમાં રોકાણકારોનો રિસ્પોન્સ અને અર્થવ્યવસ્થામાં રિકવરીની આશાએ અનેક કંપનીઓ IPO લોન્ચ કરી રહી છે. જેમાં ડોડલા ડેરી, ઈન્ડિયા પેસ્ટીસાઈડ્સ, KIMS હોસ્પિટલ, ગ્લેનમાર્ક લાઈફ સાયન્સ, શ્યામ મેટેલિક્સ અને આરોહણ ફાયનાન્સિયલ જેવી પ્રમુખ કંપનીઓ શામેલ છે.
ઈન્ડિયા પેસ્ટીસાઈડ્સ
ઈન્ડિયા પેસ્ટીસાઈડ્સ રૂ. 800 કરોડનો IPO લઈને આવી રહી છે. રૂ. 800 કરોડના આ IPOમાં રૂ. 100 કરોડના ફ્રેશ ઈશ્યૂ જાહેર કરવામાં આવશે. જેમાં પ્રમોટર્સ અને અન્ય શેરધારકો દ્વારા રૂ. 700 કરોડની ઓફર ફોર સેલ પણ શામેલ છે.
ડીઆરએચપી અનુસાર કંપની રૂ. 75 કરોડના પ્રી-IPO લાવી શકે છે. જો કંપની પ્રી-IPO પ્લેસમેન્ટ ઈશ્યૂની મદદથી અધિક ફંડ એકત્ર કરી શકશે, તો ફ્રેશ ઈશ્યૂની રકમ પણ ઓછી થઈ જશે. IPOથી એકત્ર કરવામાં આવેલ રકમની મદદથી જરૂરી કામ અને સામાન્ય કોર્પોરેટના ઉદ્દેશ્ય પૂર્ણ કરવામાં આવશે. ઈન્ડિયા પેસ્ટીસાઈડ્સ ઉત્તરપ્રદેશની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પર આધારિત કૃષિ રસાયણ ટેકનોલોજીકલ કંપની છે
KIMS
કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ(KIMS) IPOથી રૂ. 200 કરોડના નવા શેર જાહેર કરશે. પ્રમોટર્સ અને બીજા રોકાણકારો દ્વારા 21,340,931 ઈક્વિટી શેર ઓફર ફોર સેલથી વેચવામાં આવશે. કંપનીના પ્રમોટર્સ ભાસ્કર રાવ બોલિનેની, રાજ્યશ્રી બોલિનેની અનુક્રમે રૂ. 7.75 લાખ અને રૂ. 11.63 લાખ શેર વેચી શકે છે.
BRMH 3.87 લાખ શેર કંપનીમાં રોકાણકાર જનરલ એટલાન્ટિકની રૂ.1.39 કરોડ શેર વેચવાની યોજના કરી રહ્યા છે. KIMS આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં સૌથી મોટી હોસ્પિટલ ચેન ચલાવનાર કંપની છે. KIMS હોસ્પિટલ બ્રાંડ હેઠળ 9 મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઓપરેટ કરવામાં આવી રહી છે.
આરોહણ ફાયનાન્સિયલ સર્વિસીસ
આરોહણ ફાયનાન્સિયલ સર્વિસીસ, આવિષ્કાર ગૃપની પ્રમોટેડ કંપની છે. આ કંપનીના IPOથી રૂ. 850 કરોડના ફ્રેશ ઈશ્યૂ જાહેર કરવામાં આવશે. તેમાં 2,70,55,893 ઈક્વિટી શેરને ઓફર ફોર સેલમાં પણ લાવવામાં આવશે.
IPOથી જે પણ રકમ એકત્ર કરવામાં આવશે તેનો કેપિટલ બેઝ વધારવા માટે અને ભવિષ્યના જરૂરી કામોને પૂર્ણ કરવા માટે કરવામાં આવશે. ઈડેલવાઈઝ ફાયનાન્સિયલ સર્વિસીસ, ICICI સિક્યોરિટીઝ લિમિટેડ, નોમુકા ફાયનાન્સિયલ એડવાઈઝરી એન્ડ સિક્યોરિટીઝ પ્રાઈવેટ લિમિટેડ અને SBI કેપિટલ માર્કેટ લિમિટેડ આ ઈશ્યૂ કરવા માટેના લીડ મેનેજર છે.
ડોડલા ડેરી
ડોડલા ડેરી IPOથી રૂ. 50 કરોડ સુધીના ફ્રેશ ઈશ્યૂ જાહેર કરશે અને તેમાં 10,085,444 ઈક્વિટી ઓફર ફોર સેલ પણ શામેલ હશે. IPOની ઓફર ફોર સેલમાં TPG Dodla Dairy Holdings Pte Ltd, Dodla Sunil Reddy, Dodla Deepa Reddy, Dodla Family Trust કંપની તેમની હોલ્ડિંગ વેચશે.
ડોડલા ડેરી આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને તમિલનાડુમાં બિઝનેસ કરે છે તથા વિદેશમાં યૂગાન્ડા અને કેન્યામાં પણ બિઝનેસ કરી રહી છે.
IPOથી જે પણ રકમ એકત્ર કરવામાં આવશે તેનાથી દેવું ચૂકવવાની સાથે કંપનીની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં આવશે અને કોર્પોરેટ કાર્યોમાં કરવામાં આવશે. આ IPO માટે લીડ મેનેજર એક્સિસ કેપિટલ અને ICICI સિક્યોરિટીઝ છે.
શ્યામ મેટાલિક્સ
સ્ટીલનું ઉત્પાદન કરતી કંપની શ્યામ મેટાલિક્સ એન્ડ એનર્જી લિમિટેડ રૂ. 1107 કરોડ એકત્ર કરવા માટે IPO લોન્ચ કરવા જઈ રહી છે. પબ્લિક ઈશ્યૂ માટે કંપની રૂ. 657 કરોડના ફ્રેશ ઈક્વિટી શેર જાહેર કરશે. કંપનીના પ્રમોટર અને રોકાણકારો ઓફર ફોર સેલથી IPO માટે રૂ. 450 કરોડના શેર જાહેર કરશે.
IPOથી એકત્ર કરવામાં આવેલ રકમનો ઉપયોગ કંપની અને સહયોગી કંપની SSPLનું દેવું ચૂકવવા માટે કરવામાં આવશે. શ્યામ મેટાલિક્સના ICICI Securities, એક્સિસ કેપિટલ, IIFL સિક્યોરિટીઝ, જેએમ ફાયનાન્સિયલ અને SBI કેપિટલ લીડ મેનેજર રહેશે.
ગ્લેનમાર્ક લાઈફ સાયન્સિસ
ગ્લેનમાર્ક લાઈફ સાયન્સિસ કંપની ગ્લેનમાર્ક ફાર્માની સહયોગી કંપની છે. કંપનીના IPO માટે રૂ. 1,160 કરોડના ફ્રેશ શેર જાહેર કરવામાં આવશે અને ઓફર ફોર સેલથી 73,10,000 ઈક્વિટી શેર જાહેર કરવામાં આવશે.
ફ્રેશ શેરની મદદથી એકત્ર કરવામાં આવેલ ફંડમાંથી રૂ. 900 કરોડ API બિઝનેસની ખરીદી માટે ઉપયોગમાં લેવાશે. બાકી રહેલ રૂ. 152.76 કરોડનો ઉપયોગ મૂડી ખર્ચાની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે કરવામાં આવશે. આ કંપનીમાં ગ્લેનમાર્ક ફાર્માની 100% ભાગીદારી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર