મુંબઈ. Upcoming IPO: આઈપીઓ માર્કેટ માટે સારા સમાચાર છે. માર્કેટ રેગ્યુલેટર SEBI તરફથી છ કંપનીઓના આઈપીઓને મંજૂર આપવામાં આવી છે. આ કંપનીઓમાં રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala)ની રોકાણવાળી સ્ટાર હેલ્થ એન્ડ અલાયડ ઇન્શ્યોરન્સ (Star Health & Allied Insurance), અદાણી ગ્રુપની એફએમસીજી કંપની અદાણી વિલ્મર (Adani Wilmar) અને ઈ-કોમર્સ બ્રાન્ડ નાયકા (Nykaa) સામેલ છે. એક રિપોર્ટ પ્રમાણે આ કંપનીઓએ આઈપીઓ માટે શરૂઆતના દસ્તાવેજો સેબી (Securities and Exchange board of India) પાસે મે અને ઓગસ્ટ મહિનામાં જમા કરાવ્યા હતા.
સેબીએ ગત અઠવાડિયે 11થી 14 ઓક્ટોબર વચ્ચે આ છ કંપનીઓને આઈપીઓ લાવવા માટે લીલી ઝંડી આપી દીધી છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સેબી પાસે હાલ 52 કંપનીઓના આઈપીઓ સંબંધિત દસ્તાવેજ જમા છે. આ અંગે અંતિમ નિર્ણય બાકી છે.
દસ્તાવેજ પ્રમાણે બ્યૂટી એગ્રીગેટર Nykaaને ચલાવતી ઑનલાઇન માર્કેટપ્લેસ FSN ઈ-કોમર્સ વેન્ચર્સ લિમિટેડ આઈપીઓ મારફતે 525 કરોડ રૂપિયાના નવા શેર જાહેર કરશે. જ્યારે તેમના પ્રમોટર્સ અને વર્તમાન શેર ધારકો 4.31 કરોડ ઇક્વિટી શેર ઑફર ફૉર સેલ લાવશે. આ આઈપીઓથી નાયકાને 3500થી 4000 કરોડ એકઠા થશે તેવી આશા છે.
હૈદરાબાદની પેન્ના સીમેન્ટ આઈપીઓ (Penna cement ipo)મારફતે 1300 કરોજ રૂપિયાના નવા શેર જાહેર કરશે. જ્યારે 250 કરોડ રૂપિયાના શેર ઑફર ફૉર સેલ અંતર્ગત વેચશે.
દેશની સૌથી મોટી ખાનગી હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની (Private health Insurance company) સ્ટાર હેલ્થ ઇન્શ્યોરન્સ (Star Health Insurance)ને પણ આઈપીઓ માટે મંજૂરી આપી દીધી છે. સ્ટાર હેલ્થ ઇન્શ્યોરન્સની બજારમાં ભાગીદારી આશરે 15.8% છે. કંપની પોતાના પ્રસ્તાવિત આઈપીઓ મારફતે 5,500 કરોડ રૂપિયા એકઠા કરવા માંગે છે. કંપનીએ 2000 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ જાહેર કરશે. જ્યારે 6,01,04,677 ઇક્વિટી શેર ઑફર ફોર સેલમાં વેચશે. જે અંતર્ગત કંપનીના પ્રમોટર અને વર્તમાન શેર ધારકો પોતાનો હિસ્સો વેચશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર