Home /News /business /

IPOમાં રોકાણ કરી ઊંચું વળતર મેળવવું છે? આવી ગઈ નવી તક, SEBIએ આપી આ બે કંપનીઓને મંજૂરી

IPOમાં રોકાણ કરી ઊંચું વળતર મેળવવું છે? આવી ગઈ નવી તક, SEBIએ આપી આ બે કંપનીઓને મંજૂરી

પ્રતિકાત્મક તસવીર

તમે IPOથી પૈસા કમાવાનું વિચારી રહ્યા છો અને અગાઉના IPO મિસ કરી દીધા છે, તો હવે તમને બે મોટી કંપનીઓના IPOમાં રોકાણ કરવાની તક મળશે.

નવી દિલ્હી : તમને IPOમાં રોકાણ કરીને પૈસા કમાવાની વધુ એક તક મળવા જઈ રહી છે. જો તમે IPOથી પૈસા કમાવાનું વિચારી રહ્યા છો અને અગાઉના IPO મિસ કરી દીધા છે, તો હવે તમને બે મોટી કંપનીઓના IPOમાં રોકાણ કરવાની તક મળશે. જેમાં એક કંપનીનું નામ એગ્રોકેમિકલ્સ ટેક્નિકલ ફર્મ ઇન્ડિયા પેસ્ટીસાઈડ્સ છે, જ્યારે બીજીનું નામ ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ છે.

એગ્રોકેમિકલ્સ ટેક્નિકલ ફર્મ ઇન્ડિયા પેસ્ટીસાઈડ્સ (Agrochemical technical firm India Pesticides)ને IPO માટે સેબી પાસેથી મંજૂરી મળી ગઈ છે. ટૂંક સમયમાં India Pesticides IPO સ્ટોક માર્કેટમાં લોન્ચ કરી દેવાશે.

આ ઉપરાંત સેબી દ્વારા ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (KIMS)ને પણ IPO બહાર પાડવા માટે લીલીઝંડી આપવામાં આવી છે. આ કંપનીના IPOમાં રૂ. 200 કરોડ સુધીના નવા શેર આપવામાં આવશે. જ્યારે ઇન્ડિયા પેસ્ટીસાઈડ્સના રૂ. 800 કરોડના IPOમાં 100 કરોડના નવા શેર આપવામાં આવશે. ચાલો, આ બંને IPO અંગે વિગતવાર જાણીએ.

આ પણ વાંચોરાજકોટ ગંભીર અકસ્માત: સરપંચનો હાથ કપાઈ ટ્રકમાં ચોંટી ગયો, 'માતા માટે પ્રાણ વાયુ લેવા ગયેલ પુત્રનો અકસ્માતે પ્રાણ છીનવાયો'

આ બંને કંપનીઓની ઓળખ

ઇન્ડિયા પેસ્ટીસાઈડ્સ ઉત્તરપ્રદેશની કંપની છે. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પર કેન્દ્રિત એગ્રોકેમિકલ ટેકનોલોજી કંપની છે. જ્યારે ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ આંધ્રપ્રદેશ અને તેલંગણામાં સૌથી મોટી હોસ્પિટલ ચેન ચલાવનાર કંપની છે. KIMS હોસ્પિટલ્સ બ્રાન્ડ હેઠળ 9 મલ્ટી સ્પેશિયલિટી હોસ્પિટલોનું સંચાલન થાય છે.

રૂ. 800 કરોડનો IPO આવશે

કંપની દ્વારા જાહેર ડ્રાફ્ટ મુજબ ઇન્ડિયા પેસ્ટિસાઈડ્ઝ રૂ. 800 કરોડનો IPO લઈને આવી રહી છે. રૂપિયા 800 કરોડના આ IPOમાં રૂ. 200 કરોડનો ફ્રેશ ઇસ્યુ જાહેર થશે. જેમાં પ્રમોટર્સ અને અન્ય શેરધારકો દ્વારા રૂ. 700 કરોડ offer of sale (OFS) પણ સામેલ છે. ગત ફેબ્રુઆરીમાં કંપનીએ SEBI પાસે ડોક્યુમેન્ટ જમા કરાવ્યા હતા. 30 એપ્રિલે તેને મંજૂરી મળી ગઈ હતી.

આ પણ વાંચોઆ રીતે શરૂ કરો આ સિઝનલ વ્યવસાય અને 3 મહિનામાં કરો લાખોની કમાણી

રૂ. 75 કરોડનો થઈ શકે પ્રિ-આઇપીઓ

ડીઆરએચપીના મત મુજબ, કંપની રૂ.75 કરોડનો પ્રિ-આઇપીઓ પણ લાવી શકે છે. જો કંપની પ્રિ-આઇપીઓ પ્લેસમેન્ટ ઇસ્યુ દ્વારા વધુ ભંડોળ એકત્ર કરવા સક્ષમ હશે તો ફ્રેશ ઇસ્યુનું કદ ઘટી જશે. કંપની આ IPOના માધ્યમથી એકત્ર કરેલા ફંડથી જરૂરી કામ અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ પુરા કરશે.
First published:

Tags: BSE, Business news, Investment, IPO, NSE, Stock market

આગામી સમાચાર