ઓક્ટોબર કરી દેશે માલામાલ! પોલીસી બજાર સહિત 12 કંપનીઓના આવશે IPO

પોલિસી બજાર સહિતની 12 કંપનીઓના આઈપીઓ છે લાઇનમાં કમાણી માટે છે મોટી તક

IPO in October : આઇપીઓ દ્વારા ફંડ એકત્રિત કરવામાં ઓક્ટોબર 2021 સૌથી વ્યસ્ત મહિનો રહેશે. આ મહિને 12 કંપનીઓ આઇપીઓ દ્વારા 20,000 કરોડ રૂપિયાથી વધુની યોજના પર કામ કરી રહી છે.જાણો વિગતો

 • Share this:
  Upcoming IPO in October :  કોરોના મહામારીના કારણે લોકોની આર્થિક પરિસ્થિતીને ભારે ફટકો પડ્યો છે. તેવામાં આ મુશ્કેલ સમયમાં ઓક્ટોબર માસમાં ઘર બેઠા કમાણી (Earn Money From Home) કરવાનો શાનદાર અવસર મળવા જઇ રહ્યો છે. કારણ કે ઓક્ટોબર માસમાં પોલીસી બજાર(Policy Bazaar) સહિત 12 કંપનીઓના IPO સબસ્ક્રિપ્શન  (IPO Subscription in October) માટે ખુલશે. ભારતીય કંપનીઓએ કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે નાણાકિય વર્ષ 2021-22માં અત્યાર સુધી 26 કંપનીઓએ પબ્લિક ઓફર દ્વારા 59,716 કરોડ રૂપિયા એકત્રિત(Fund Raising) કર્યા છે. તો ઘણી કંપનીઓ હજુ પણ પોતાના આઇપીઓ માટે SEBIની મંજૂર મળવાની રાહ જોઇ રહી છે. આવો જાણીએ કે ઓક્ટોબર 2021માં કઇ-કઇ કંપનીઓ ઇશ્યૂ લાવી રહી છે.

  સ્ટોક માર્કેટમાં મૂડીની અછત ન હોવાથી ફાયદો

  આઇપીઓ દ્વારા ફંડ એકત્રિત કરવામાં ઓક્ટોબર 2021 સૌથી વ્યસ્ત મહિનો રહેશે. આ મહિને 12 કંપનીઓ આઇપીઓ દ્વારા 20,000 કરોડ રૂપિયાથી વધુની યોજના પર કામ કરી રહી છે. સ્ટોક માર્કેટમાં તેજીનો સમય અને લિક્વિડિટીની કમી ન હોવાથી આઇપીઓ માટે શક્યતાઓ ઘણી વધી ગઇ છે. આઇપીઓ દ્વારા સપ્ટેમ્બરમાં 5 કંપનીઓએ લગભગ રૂ. 6700 કરોડ એકત્રિત કર્યા હતા. જેમાં એમિ ઓર્ગેનિક્સ, વિજયા ડાયગ્નોસ્ટિક્સ, સનસેરા એન્જીનિરિંગ, પારસ ડિફેન્સ અને આદિત્ય બિરલા સન લાઇફ એમસી જેવી કંપનીઓ સામેલ છે.

  IPO માટે શ્રેષ્ઠ માહોલ

  નાણાકિય વર્ષ 2021-22માં બીજા ભાગમાં મોટી સંખ્યામાં આઇપીઓ આવનાર છે. જેના દ્વારા કંપનીઓ 1 લાખ કરોડ રૂપિયાનું ફંડ એકત્રિત કરી શકે છે. કેપિટલવિલા ગ્લોબલ રિસર્ચ(Capitalvia Global Research)ના રિસર્ચ હેડ ગૌરવ ગર્ગે જણાવ્યું કે, હાલનું વર્ષ આઇપીઓના દ્રષ્ટિકોણથી જોઇએ તો ઘણું સારું રહ્યું છે. વર્ષના બીજા ભાગમાં આઇપીઓનું પ્રદર્શન સેકન્ડરી માર્કેટના પ્રદર્શન પર પણ આધારિત રહેશે. પ્રાઇમરી માર્કટને ફેડરલ રિઝર્વના બોન્ડ પરચેઝમાં કપાત કરવાથી મુશ્કેલી સર્જાઇ શકે છે. જોકે, ઇકોનોમિક રિકવરીમાં તેજી અને પરીણામોની જાહેરાતની શરૂઆતથી આપીઓ માટે માહોલ મજબૂત બની શકે છે.

  આ પણ વાંચો :  Top Gainer Stocks: ગુજરાતની સરકારી કંપની સહિતના આ 5 શેરે સપ્ટેમ્બરમાં 100% સુધી વળતર આપ્યું, ચેક કરો લિસ્ટ

  ઓક્ટોબરમાં આ કંપનીઓ લાવશે IPO

  ઓક્ટોબર 2021માં પોલીસી બજારનો રૂ. 6017 કરોડ રૂપિયા, નાયકાનો રૂ. 4000 કરોડ રૂપિયા, નોર્થન આર્ક કેપિટલનો રૂ. 1800 કરોડ. ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંકનો 1330 કરોડ રૂપિયા, એમક્યોર ફાર્માસ્યુટિકલ્સનો 4500 કરોડ રૂપિયા અને મોબિક્વિકનો 1900 કરોડ રૂપિયાનો આઇપીઓ આવી રહ્યો છે. આ ઉપરાંત ઓક્ટોબરમાં સ્ટાર હેલ્થ એન્ડ અલાઇડ ઇન્સ્યોરન્સ અને ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકનો પણ પબ્લિક IPO આવશે. હાલના નાણાકિય વર્ષમાં અત્યાર સુધીમાં 26 કંપનીઓના પબ્લિક ઓપર આવ્યા છે અને તેના દ્વારા 59,716 કરોડ રૂપિયા એકત્રિત કર્યા છે.
  First published: