Home /News /business /

Upcoming IPO: આવતા અઠવાડિયે આવી રહ્યા છે વધુ 4 IPO, જાણો ગ્રે માર્કેટ પ્રીમિયમ, પ્રાઇસ બેન્ડથી લઈને તમામ વિગત

Upcoming IPO: આવતા અઠવાડિયે આવી રહ્યા છે વધુ 4 IPO, જાણો ગ્રે માર્કેટ પ્રીમિયમ, પ્રાઇસ બેન્ડથી લઈને તમામ વિગત

પ્રતીકાત્મક તસવીર

IPOs next week: ગત અઠવાડિયે ચાર આઈપીઓ બાદ આગામી અઠવાડિયે વધુ ચાર કંપની પોતાના આઈપીઓ લઈને આવી રહી છે.

    નવી દિલ્હી: તાજેતરમાં ચાર આઈપીઓ (IPOs) માટે બોલી બંધ થયા બાદ આવતા અઠવાડિયે ફરી ચાર નવા આઈપીઓ (Upcoming IPOs) ખુલવા જઈ રહ્યા છે. આ ચાર આઈપીઓમાં કાર ટ્રેડ આઈપીઓ (Car Trade IPO) અને નુવોકા વિસ્ટાર આઈપીઓ (Nuvoco Vistas IPO) નવમી ઓગસ્ટ, 2021 અને અન્ય બે આઈપીઓ એપ્ટસ વેલ્યૂ હાઉસિંગ (Aptus Value Housing) અને કેમપ્લાસ્ટ સનમાર (Chemplast Sanmar)10મી ઓગસ્ટના રોજ ખુલશે.

    આઈપીઓમાં બોલી લગાવનાર લોકો માટે આવતું અઠવાડિયું ખૂબ વ્યવસ્થ રહેશે. કારણ કે Roelx Rings IPO ભારતીય શેર માર્કેટ પર 9મી ઓગસ્ટ એટલે કે સોમવારના રોજ લિસ્ટ થશે. શુક્રવારે બંધ થયેલા ચાર આઈપીઓ માટે શેરની ફાળવણી પણ આગામી અઠવાડિયે થવાની સંભાવના છે.

    ₹14,628 રૂપિયાના આઈપીઓ

    આગામી ચાર આઈપીઓમાંથી કાર ટ્રેડ ટેકના પ્રમોટરો જાહેર ઇશ્યૂથી ₹​​2,998.51 કરોડ રૂપિયા એકઠા કરશે. નુવોકો વિસ્ટાના પ્રમોટરો પોતાના બુક બિલ્ડ ઇશ્યૂથી ₹​5,000 કરોડ રૂપિયા એકઠા કરશે. જ્યારે એપ્ટસ વેલ્યૂ હાઉસિંગ ફાઇનાન્સ ઇન્ડિયા લિમિટેડનું લક્ષ્ય ₹2,780.05 કરોડ રૂપિયાનું છે. જ્યારે કેમપ્લાસ્ટ સનમાન આઈપીઓ મારફતે ₹3,850 કરોડ રૂપિયા એકઠા કરશે. એટલે કે ચારેય કંપનીઓ આઈપીઓથી કુલ ₹14,628.55 કરોડ રૂપિયા એકઠા કરશે.

    આ પણ વાંચો: પંજાબ નેશનલ બેંકની ખાસ ઑફર, 250 રૂપિયામાં ખોલાવો SSY ખાતું, 15 લાખ રૂપિયા સુધીનો ફાયદો

    ગ્રે માર્કેટ પ્રીમિયમ (Grey market premium)

    આગામી અઠવાડિયે ચાર કંપની દલાલ સ્ટ્રીટમાં દસ્તક દેશે. ઉલ્લેખનીય છે કે ગ્રે માર્કેટ પહેલાથી જ આઈપીઓ અંગે બજારના મૂડના સંકેત આપી દે છે. કાર ટ્રેડ આઈપીઓ અને નુવોકો વિસ્ટાસ આઈપીઓ માટે ગ્રે માર્કેટ પ્રીમિયમ હાલ ઉપલબ્ધ છે. હાલ કાર ટ્રેડ આઈપીઓ માટે જીએમપી (Car Trade IPO GMP) ₹450 છે. જ્યારે નુવોકો વિસ્ટાર આઈપીઓ માટે જીએમપી (Nuvoco Vistas IPO GMP)₹40 છે.

    ઇશ્યૂ ક્યારે ખુલશે (Subscription details)

    કાર ટ્રેડ આઈપીઓ અને નુવોકો વિસ્ટાસ આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 9 ઓગસ્ટ, 2021ના રોજ ખુલશે, જે 11 ઓગસ્ટ સુધી ભરી શકાશે. એપ્ટસ વેલ્યૂ હાઉસિંગ અને કેમપ્લાસ્ટ સનમાર આઈપીઓ 10 ઓગસ્ટના રોજ ખુલશે અને 12મી ઓગસ્ટ સુધી ભરી શકાશે.

    આ પણ વાંચો: UPSCની પરીક્ષામાં ઇન્ટરવ્યૂમાંથી બહાર થતાં યુવક-યુવતીનો આપઘાત, ચાર કલાકના અંતરાલમાં લટકતાં મળ્યાં

    ઇશ્યૂ પ્રાઇસ બેન્ડ (Issue Price Band)

    કાર ટ્રેડ ટેકના પ્રમોટરોએ પોતાના પબ્લિક ઇશ્યૂની કિંમત ₹1585થી ₹1618 નક્કી કરી છે, જ્યારે નુવોકો વિસ્ટાર આઈપીઓની પ્રાઇસ બેન્ડ ₹560થી ₹570 છે. એપ્ટસ વેલ્યૂ હાઉસિંગ આઈપીઓની કિંમત ₹346 से ₹353 છે. જ્યારે કેમપ્લાસ્ટ સનમાર આઈપીઓની પ્રાઇસ બેન્ડ ₹530થી ₹541 છે.

    આ પણ વાંચો: HDFC બેંકના ગ્રાહકો ધ્યાન આપે, ખાસ સેવા આજ સાંજથી રવિવાર રાત સુધી રહેશે બંધ

    શેર ફાળવણીની તારીખ (Allotment date)

    Car Trade IPO અને Nuvoco Vistas IPOના શેરની ફાળવણી 17 ઓગસ્ટ, 2021ના રોજ થવાની શક્યતા છે. જ્યારે Aptus Value Housing અને Chemplast Sanmar આઈપીઓ માટે શેરની ફાળવણી 19 ઓગસ્ટના રોજ થવાની શક્યતા છે.

    આઈપીઓ લિસ્ટિંગ (IPOs listing)

    ચારેય આઈપીઓ NSE અને BSE પર લિસ્ટ થશે. કાર ટ્રેડ અને નુવોકો વિસ્ટાસના શેરનું લિસ્ટિંગ 23 ઓગસ્ટ અને એપ્ટસ વેલ્યૂ હાઉસિંગ અને કેમપ્લાસ્ટ સનમારના શેરનું લિસ્ટિંગ 24 ઓગસ્ટે થવાની સંભાવના છે. આ તારીખોમાં કંપનીઓ ફેરફાર કરી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: BSE, GMP, Investment, IPO, NSE

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन