Home /News /business /કાર ખરીદવાનું વિચારી રહ્યો છો તો જરા થોભો! Tata Tiago સહિત આ ત્રણ CNG કાર બહુ ઝડપથી થશે લૉંચ

કાર ખરીદવાનું વિચારી રહ્યો છો તો જરા થોભો! Tata Tiago સહિત આ ત્રણ CNG કાર બહુ ઝડપથી થશે લૉંચ

ટાટા ટિયાગો (ફાઇલ તસવીર)

Upcoming CNG Cars: Tata Tiago, Swift Dzireથી લઈને Maruti Celerio સુધી, બહુ ઝડપથી ભારતીય બજારમાં લૉંચ થશે આ શાનદાર CNG કારો.

નવી દિલ્હી. Upcoming CNG cars in India: પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel price) એટલી વધી ગઈ છે કે કોઈ સામાન્ય માણસ કાર લેવાનો વિચાર પણ માંડી વાળે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોને પગલે લોકો હવે સીએનજી કાર (CNG cars) તરફથી વળ્યાં છે. જોકે, સીએનજીના ભાવ પણ હવે પહેલાની સરખામણીમાં વધવા લાગ્યા છે. જોકે, પેટ્રોલ-ડીઝલ કારની સરખામણીએ સીએનજી કાર ચલાવવી ખૂબ સસ્તી પડતી હોવાથી લોકો આ કાર્સ તરફ વળ્યાં છે. બીજી તરફ અનેક કાર નિર્માતાઓ પણ આગામી દિવસોમાં પોતાની કારના સીએનજી વેરિઅન્ટ (CNG variants) લોંચ કરવા જઈ રહ્યા છે.

હ્યુન્ડાઈ અને મારુતિ બાદ હવે ટાટા મોટર્સ પણ સીએનજી કાર લાવી રહ્યું છે. તાજેતરમાં મળેલા સમાચાર પ્રમાણે કંપની પોતાની એન્ટ્રી લેવલની હેચબેક ટિયાગોનું સીએનજી વેરિઅન્ટ (Tata Tiago CNG Variant) લોંચ કરવાની તૈયારી કરી રહી છે. આજે અમે તમને એવી કાર્સ વિશે માહિતી આપી રહ્યા છીએ જે આગામી થોડા દિવસોમાં ભારતીય બજારમાં લોંચ થશે. ઉલ્લેખનીય છે કે આ કારની કિંમત તેને વર્તમાન વેરિઅન્ટ કરતા થોડી વધારે હશે.

Maruti Celerio CNG

મારુતિ સુઝુકી ભારતીય બજારમાં પોતાની સેલેરિયો કારને એક નવા જ અવતારમાં લોંચ કરવાની છે. કંપનીની આ કાર પહેલાથી જ સીએનજી વેરિઅન્ટમાં આવે છે. હવે કંપની તેને એક નવા જ અવતારમાં લોંચ કરવાની તૈયારી કરી રહી છે. આ કાર સાઇઝમાં વર્તમાન મોડલથી વધારે મોટી હશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મારુતિ પોતાની નવી સેલેરિયો કારમાં પણ કંપની ફિટેડ સીએનજીને જેમનું તેમ રાખી શકે છે. મારુતિ સુઝુકી સેલેરિયોના એન્જિન અને પાવરની વાત કરીએ તો તેમાં BS6 કમ્પ્લાયન્ટ 1.0 લીટર ટ્રિપલ સિલિન્ડર K10B એન્જિન આપવામાં આવ્યું છે. જે 67 bhp મેક્સિમમ પાવર અને 90 Nm ટૉર્ક જનરેટ કરી શકે છે. આ એન્જિન પાંચ સ્પીડ મેન્યુઅલ ગિયરબૉક્સ સાથે આવે છે. નવી કારમાં 5 સ્પીડ AGS ઓટોમેટિક ટ્રાન્સમિશન પણ આપવામાં આવશે.

આ પણ વાંચો: TATA Punch SUV લૉંચ: તસવીરો સાથે જુઓ કારના ફીચર્સ અને માઇલેજ સહિતની વિગત

Tata Tiago CNG

ટાટા મોટર્સ બહુ ઝડપથી લોકોની ફેવરિટ હેચબેક કાર ટાટા ટિયાગોનું સીએનજી વેરિઅન્ટ લોંચ કરશે. આ માટે કંપનીએ તૈયાર કરી લીધી હોવાનું જાણવા મળે છે. એવા સમાચાર પ્રાપ્ત થયા છે કે કંપની તહેવારની સિઝન દરમિયાન પોતાની ટિયાગો સીએનજી લોંચ કરી શકે છે. જ્યારે મીડિયા રિપોર્ટસમાં પ્રમાણે અમુક ડીલર્સે ટિયાગોના સીએનજી વેરિઅન્ટનું બુકિંગ લેવાનું પણ શરૂ કરી દીધું છે. આ માટે 11 હજાર રૂપિયાનું ટોકન લેવામાં આવે છે.

આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી પરેશાન છો? આ 5 કાર તમારું ખિસ્સું હળવું થતું બચાવશે, આપશે શાનદાર માઇલેજ

Tata મિડ-સ્પેક XT અને Xz ટ્રિમ્સના આધારે Tiago CNG 1.2 L, 3 સિલિન્ડર એન્જીન સાથે આવશે, જે 86 PS અને 113 Nm ટોર્ક પેદા કરવા માટે સક્ષમ છે. ફીચર્સની વાત કરીએ તો Tiago CNG XZ વેરિઅન્ટમાં પહેલા જેવા જ ફીચર હશે, જે સ્ટાન્ડર્ડ XZ ટ્રિમમાં હાજર છે. તેમાં એન્ડ્રોઇડ ઑટો અને એપલ કારપ્લે કનેક્ટિવિટી સાથે સાત ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વૉયસ કમાન્ડ, સ્ટીયિંગ માઉન્ટેડ ઓડિયો અને ફોન કંટ્રોલ, હાઇટ એડજસ્ટેબલ સીટ, વનટચ ડ્રાઇવર વિન્ડો, કૂલ્ડ ગ્લવ બૉક્સ અને અન્ય ફીચર સામેલ છે.

આ પણ વાંચો: ટાટાની આ 4 કારનું નવું CNG વેરિએન્ટ તમારું ખિસ્સું હળવું થતું બચાવશે, મળશે દમદાર માઇલેજ

Maruti Dzire CNG

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી ભારતમાં પહેલાથી જ સીએનજી કાર વેચી રહી છે. કંપની હવે પોતાના સીએનજી કાર્સના પોર્ટફોલિયોમાં વધુ એક કાર ઉમેરી રહી છે. કંપની પોતાના સીએનજી કારના પોર્ટફોલિયોમાં કૉમ્પેક્ટ સિડાન કાર ડિઝાયરને ઉમરવા જઈ રહી છે. તાજેતરમાં જ સ્વિફ્ટ ડિઝાયરને ટેસ્ટિંગ કરતા રસ્તા પર જોવામાં આવી હતી. રિપોર્ટ પ્રમાણે ડિઝાયર ઉપરાંત મારુતિ સ્વિફ્ટને પણ સીએનજી વેરિઅન્ટમાં લોંચ કરી શકે છે. સ્વિફ્ટ ડિઝાયર સીએનજીની સીધી ટક્કર હ્યુન્ડાઈની ઓરા (Hyundai Aura)ને સીએનજી સાથે થશે.
First published:

Tags: CNG, Maruti suzuki, TATA, Tata Tiago, કાર