Home /News /business /Upcoming Cars: જાન્યુઆરી 2022માં લૉંચ થશે Audi Q7થી લઈને Tata Tiago CNG કાર, જાણો સંપૂર્ણ વિગત

Upcoming Cars: જાન્યુઆરી 2022માં લૉંચ થશે Audi Q7થી લઈને Tata Tiago CNG કાર, જાણો સંપૂર્ણ વિગત

ટાટા ટિગોર (ફાઇલ તસવીર)

Upcoming Cars in January 2022: જાન્યુઆરી 2020માં જે કાર લૉંચ થશે તેમાં Audi Q7 Facelift, Skoda Kodiaq Facelift, Toyota Hilux, Tata Tiago CNG અને Tata Tigor CNG જેવી કાર સામેલ છે.

    મુંબઈ. Upcoming Cars in January 2022: નવા વર્ષે ભારતીય બજારમાં અનેક નવી કાર લૉંચ થઈ રહી છે. કોરોના મહામારીને પગલે હાલ કાર કંપનીઓની ઉત્પાદન (Car production) ક્ષમતા પર અસર પડી છે. બીજી તરફ સેમિકન્ડક્ટરની અછતને (Semiconductor shortage) પગલે સાત લાખ જેટલા ગ્રાહકો કારની ડિલિવરીની રાહ (New car waiting list) જોઈ રહ્યા છે. આ દરમિયાન અનેક કાર કંપનીઓ નવા વર્ષના પ્રથમ મહિનામાં જ તેમની નવી કાર લૉંચ કરવાની તૈયારી કરી રહી છે. જાન્યુઆરી 2020માં જે કાર લૉંચ થશે તેમાં Audi Q7 Facelift, Skoda Kodiaq Facelift, Toyota Hilux, Tata Tiago CNG અને Tata Tigor CNG જેવી કાર સામેલ છે.

    Audi Q7 Facelift

    ઑડી Q7 (Audi Q7) ક્યારેક જર્મન બ્રાન્ડના નામથી બેસ્ટ સેલર હતી. Q7 કારને આગામી મહિને ભારતમાં નવા અવતારમાં (revamped avatar) લોંચ કરવામાં આવશે. Q7 ફેસલિફ્ટને ફક્ત પેટ્રોલ એન્જીન અને 8-સ્પીડ ઑટોમેટિક સાથે લૉંચ કરવામાં આવશે. આ કારમાં અનેક શાનદાર ફીચર્સ હશે. આ કાર કંપનીના કેપેબલ ક્વાટ્રો AWD સિસ્ટમ સાથે આવશે.

    Skoda Kodiaq Facelift

    2022ના પ્રથમ મહિનામાં લૉંચ થનારી કારમાં VW ગ્રુપની Skoda Kodiaq ફેસલિસ્ટ સામેલ છે. BS-6 નિયમને પગલે આ કારને બંધ કરવામાં આવી હતી. હવે આ કાર ફરી ભારતીય બજારમાં લૉંચ થશે. આ કારમાં પેટ્રોલ-ઓનલી ડ્રાઇવટ્રેન જે 2.0 લીટર TSI એન્જીન સાથે લોંચ કરવામાં આવી શકે છે. કાર એક DSG ઓટોમેટિક યૂનિટ સાથે આવી શકે છે. કોડિએક ફેસલિફ્ટમાં ટર્બો પેટ્રોલ મોટર હશે.

    Toyota Hilux

    હાલ લોકો પીકઅપ કાર્સ પર પૈસા ખર્ચતા થયા છે. ટોયોટા આ વાત બરાબર જાણી ગઈ છે. આથી કંપનીએ ભારતીય બજારમાં Hilux પિકઅપ લૉંચ કરવાની તૈયારી કરી લીધી છે. Hilux કાર બે વર્ઝન Hilux અને Hilux Revo આવશે. કાર મેન્યુઅલ અને ઓટોમેટિક વિકલ્પ તેમજ બે એન્જીન વિકલ્પ સાથે આવી શકે છે. આ સાથે જ Toyota Hilux કારને 4WD લેઆઉટમાં રજૂ કરવામાં આવશે.

    આ પણ વાંચો:  લૉન્ચિંગ પહેલા જોવી મળી ટાટા ટિયાગો સીએનજી કારના ફીચર્સની ઝલક

    Tata Tiago CNG અને Tata Tigor CNG

    જાન્યુઆરી 2022માં ટાટા મોટર્સ પોતાની બે કાર ટિયાગો (Tiago) અને ટિગોર (Tigor)ના CNG વેરિઅન્ટ લોંચ કરશે. આ કાર 1.2 લીટર રેવોટ્રોન મોટર સાથે આવશે જે 86 PS અને 113 Nm ટોર્ક જનરેટ કરે છે. જોકે, CNG વેરિઅન્ટ હાલના મૉડલમાંથી પસંદગીના મૉડલમાં જ આપવામાં આવશે. કારના ફીચર્સમાં કોઈ ફેરફાર થવાની આશા નથી. એવી આશા રાખવામાં આવી રહી છે કે ટિગોર અને ટિયાગોના CNG વેરિઅન્ટની કિંમત હાલના ટ્રીમ મોડલ્સથી 60 કે 70 હજાર રૂપિયા વધારે હોઈ શકે છે.

    આ પણ વાંચો: ટાટાની સૌથી સસ્તી SUVના CNG અવતારે ઇન્ટરનેટ પર મચાવી ધૂમ

    ટાટા અલ્ટ્રોઝ DCT

    ટાટા અલ્ટ્રોઝ કારને જાન્યુઆરી 2020માં લોંચ કરવામાં આવી હતી. ત્યારબાદ જાન્યુઆરી 2021માં આ હેચબેક કારમાં 1.2 લિટર ટર્બો એન્જિન સાથે લૉંચ કરવામાં આવી હતી. હવે આ કારને જાન્યુઆરી 2022માં DCT (dual-clutch automatic) સાથે લોંચ કરવામાં આવી શકે છે. DCT ટ્રાન્સમિશન 1.2L ટર્બો એન્જિનમાં ઉપલબ્ધ હશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Automobile, CNG, CNG Cars, New year, Tata motors

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन