EV ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવા જમીન માટે 25 ટકા રાહત આપશે UP સરકાર

પ્રતિકાત્મક તસવીર

આ નિર્ણયથી રાજ્યમાં 40 હજાર કરોડનું રોકણ આવશે અને 50 હજાર લોકોને રોજગારી મળશે

 • Share this:
  લખનઉ: ઉત્તર પ્રદેશ સરકારે નક્કી કર્યું છે કે, જે કંપનીઓ રાજ્યમાં ઇલેક્રિટક વાહનોનાં ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવા માંગે છે તેમને જમીન ખરીદવા માટે 25 ટકા રાહત આપશે.

  મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં આ નીતિ વિષયક નિર્ણય લેવાયો હતો.

  ઉત્તર પ્રદેશ સરકારના પ્રવક્તા સિદ્ધાર્થ નાથે જણાવ્યું કે, આ કેબિનેટ મિટિંગમાં ત્રણ નિર્ણયો લેવામાં આવ્યા. પહેલો એ કે, રાજ્યમાં વધુને વધુ ઇલેક્ટ્રિલ વાહનો બને. બીજું કે, સમગ્ર રાજ્યમાં ઇલેક્ટ્રિલ વાહનો ચાર્જ કરવા માટેનું નેટવર્ક બને અને ત્રીજું, આ ઇલેક્ટ્રિક વાહનો ખરીદવાની ડિમાન્ડ વધે,”

  પ્રવક્તાએ વધુમાં જણાવ્યું કે, જે કંપની આવા ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવા માંગશે તેમને માર્કેટ રેટની સરખામણીએ 25 ટકા રાહત (રિબેટ) આપવામાં આવશે. અમને એવી આશા છે કે, આ નિર્ણયથી રાજ્યમાં 40 હજાર કરોડનું રોકણ આવશે અને 50 હજાર લોકોને રોજગારી મળશે. પ્રથમ તબક્કામાં 10,000 ઇલેક્ટ્રિલ બસો ચલાવવામાં આવે અને જૂની બસોને રદ કરવામાં આવે. 2024 સુધીમાં 70 ટકા કોમર્શિલય વાહનો ઇલેક્ટ્રિલ હશે અને બે લાખ ચાર્જિલ સ્ટેશનો સ્થાપવામાં આવશે,”
  Published by:Vijaysinh Parmar
  First published: