પતંજલિના રૂ.6000 કરોડના ફૂડપાર્કને UP સરકારની મંજૂરી

News18 Gujarati
Updated: June 21, 2018, 3:03 PM IST
પતંજલિના રૂ.6000 કરોડના ફૂડપાર્કને UP સરકારની મંજૂરી

  • Share this:
દિલ્હીઃ ઉત્તર પ્રદેશ સરકારે પતંજલિ આયુર્વેદ પ્રાઇવેટ લિમિટેડના મેગા ફૂડ પાર્કને મંજૂર આપી દીધી છે. યુપી સરકારે પતંજલિની સહાયક કંપનીના રૂ.6000 કરોડના ફૂડ પાર્ક માટે ગ્રેટર નોઇડામાં જમીનના હસ્તાંતરણસંબંધમાં તમામ નિયમો અને શરતો પૂરાં કરવાની પરવાનગી આપી દીધી છે. નોંધનીય છે કે પતંજલિએ આમાંથી 86 એકર જમીન ફૂડ પાર્કના નામ પર ઉપયોગ કરવા માટેની પરવાનગી માગી હતી.

ઉત્તર પ્રદેશ સરકારે આ નિર્ણય પછી હરિદ્વારસ્થિત કંપનીને 30 જૂનની સમયમર્યાદાની અંદર જમીનના હસ્તાંતરણસંબંધી તમામ નિયમો અને શરતોને પૂર્ણ કરવાની પરવાનગી આપે છે, જેથી ફૂડ પાર્કની સ્થાપના માટે અંતિમ મંજૂરી મળી શકે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પતંજલિને એની સહાયક કંપનીને પોતાની જમીન ટ્રાન્સફર કરવાની મંજૂરી આપવાનો નિર્ણય મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં પ્રધાનમંડળની બેઠકમાં લેવામાં આવ્યો છે.

ઉત્તર પ્રદેશ સરકારનો આ નિર્ણય એવા સમયે સામે આવ્યો છે જ્યારે પતંજલિ ગ્રપે યુપી સરકારની કાર્યશૈલી પર પ્રશ્ન ઉઠાવતી વખતે પોતાના ફૂડ પાર્કને કોઈ અન્ય રાજ્યમાં ખસેડવાની ધમકી આપી હતી.

આ પછી યુપી કેબિનેટે જમીન ટ્રાન્સફર કરવાની મંજૂર આપી દીધી હતી. નોંધનીય બાબતે એ કે પહેલાં પતજંલિ આયુર્વેદના મેનેજિંગ ડિરેક્ટર અને પતંજંલિ યોગપીઠના સહ-સ્થાપક આચાર્ય બાલકૃષ્ણને કહ્યું હતું કે રાજ્ય સરકારનું નિરાશાજનક વલણ અમે જોઈ રહ્યા છીએ, એટલે પ્રસ્તાવિત ફૂડ પાર્કને ઉત્તરપ્રદેશમાં શિફ્ટ કરી રહ્યા છીએ.
First published: June 20, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading