આર્થિક મંદીની ચિંતા વચ્ચે નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે કહ્યું કે સરકારને એવા પગલાં ઉઠાવવાની જરૂર છે જેનાથી ખાનગી ક્ષેત્રની કંપનીઓ રોકાણ માટે આગળ આવે. તેઓએ નાણાકીય ક્ષેત્રમાં ઊભા થયેલા અનપેક્ષિત દબાણનો સામનો કરવા માટે લીગથી હટીને પગલાં લેવા પર ભાર મૂક્યું. તેઓએ એમ પણ કહ્યું કે ખાનગી રોકાણ ઝડપથી ભારતના મધ્યમ આવકના દાયરાથી બહાર કાઢવામાં મદદ મળશે.
કુમારે કહ્યું કે નાણાકીય ક્ષેત્રમાં ચાલી રહેલા સંકટની અસર હવે આર્થિક વિકાસ ઉપર પણ દેખાવા લાગ્યો છે. એવામાં ખાનગી ક્ષેત્રના રોકાણ માટે પ્રોત્સાહિત કરવાની જરૂર છે, જેગી મધ્યમ વર્ગની આવકમાં વધારો થઈ શકે. તેની અસર દેશની અર્થવ્યવસ્થા ઉપર પણ દેખાશે. તેઓએ કહ્યું કે છેલ્લા 70 વર્ષોમાં નાણાકીય ક્ષેત્રની આવી હાલત ક્યારેય નથી રહી. ખાનગી ક્ષેત્રમાં હજુ કોઈ કોઈના પર વિશ્વાસ નથી મૂકી રહ્યું અને ન તો કોઈ લોન આપવા તૈયાર છે. દરેક ક્ષેત્રમાં રોકડ અને પૈસાને એકત્ર કરવામાં આવી રહ્યા છે. આ પૈસાને બજારમાં લાવવા માટે સરકારને વધારાના પગલાં ઉઠાવવા પડશે.
#WATCH: Rajiv Kumar,VC Niti Aayog says,"If Govt recognizes problem is in the financial sector... this is unprecedented situation for Govt from last 70 yrs have not faced this sort of liquidity situation where entire financial sector is in churn &nobody is trusting anybody else." pic.twitter.com/Ih38NGkYno
અર્થવ્યવસ્થામાં સુસ્તી વિશે નીતિ આયોગના ઉપાધ્યક્ષે કહ્યું કે પૂરી સ્થિતિ 2009-14 દરમિયાન સમજ્યા-વિચાર્યા વગર આપવામાં આવેલી લોનનું પરિણામ છે. તેનાથી 2014 બાદ નોન પર્ફોમિંગ એસેટ (NPA) વધી છે. તેઓએ કહ્યું કે ફસાયેલો લોનમાં વૃદ્ધિથી બેંકોની નવી લોન આપવાની ક્ષમતા ઓછી થઈ છે. આ ઘટની ભરપાઈ બિન-બેકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી)એ કરી. તેનાથી લોનમાં 25 ટકાની વૃદ્ધિ થઈ. એનબીએફસી લોનમાં આટલી વૃદ્ધિનું પ્રબંધન ન કરી શકે અને તેનાથી કેટલાક મોટા એકમોમાં રોકડ ચૂકવણી ડિફોલ્ટની સ્થિતિ ઊભી થઈ. અંતે તેનાથી અર્થવ્યવસ્થામાં સુસ્તી આવી.
નોટબંધી અને જીએસટી બાદ રોકડમાં આવ્યો ઘટાડો
કુમારે કહ્યું કે નોટબંધી અને જીએસટી તથા ડિફોલ્ટર કાયદાના કારણે રમતની સમગ્ર પ્રકૃતિ બદલાઈ ગઈ. પહેલા 35 ટકા રોકડ ફરી રહી હતી, તે હવે ખૂબ ઓછી થઈ ગઈ છે. આ બધા કારણોથી એક જટિલ સ્થિતિ બની ગઈ છે. તેનું કોઈ સરળ સમાધાન નથી. સરકાર અને તેના વિભાગો દ્વારા વિભિન્ન સેવાઓ માટે ચૂકવણીમાં વિલંબના મુદ્દે તેઓએ કહ્યું કે આ પણ સુસ્તીનું એક કારણ હોઈ શકે છે. પ્રશાસન પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે શક્ય તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.