Home /News /business /

Masked Aadhaar એટલે શું? તેને કેવી રીતે ડાઉનલોડ કરી શકાય? શા માટે શરૂ કરવામાં આવી આ સેવા?

Masked Aadhaar એટલે શું? તેને કેવી રીતે ડાઉનલોડ કરી શકાય? શા માટે શરૂ કરવામાં આવી આ સેવા?

આધાર કાર્ડ

Masked Aadhaar Card: યૂઆઈડીએઆઈ તરફથી જાહેર કરવામાં આવતા માસ્ક્ડ આધાર કાર્ડમાં જે તે વ્યક્તિના આધાર નંબરના છેલ્લા ચાર આંકડા જ દ્રશ્ય હોય છે. આધાર કાર્ડના પ્રથમ આઠ આંકડા લખવામાં આવતા નથી તેની જગ્યાએ 'XXXX-XXXX' લખવામાં આવે છે.

    નવી દિલ્હી: વિવિધ સરકારી સ્કીમ્સ (Government schemes) અને સરકારી સબસિડી (Government subsidy)નો લાભ મેળવવા માટે આધાર કાર્ડ (Aadhaar Card) એક ફરજિયાત KYC (Know your client) દસ્તાવેજ છે. બેંક ખાતું ખોલાવવા માટે પણ આધાર કાર્ડ મહત્ત્વનો દસ્તાવેજ છે. જોકે, આજકાલ આધાર કાર્ડ ધારકો ઓનલાઈન કેવાયસીના નામે છેતરપિંડીનો પણ ભોગ બની રહ્યા છે. આથી આવી છેતરપિંડીને અટકાવવા માટે યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા (UIDAI)એ 'માસ્ક્ડ આધાર' કાર્ડ લોંચ કર્યું છે.

    માસ્ક્ડ આધાર કાર્ડ એટલે શું?


    યૂઆઈડીએઆઈ તરફથી જાહેર કરવામાં આવતા માસ્ક્ડ આધાર કાર્ડ (Masked Aadhaar Card)માં જે તે વ્યક્તિના આધાર નંબરના છેલ્લા ચાર આંકડા જ દ્રશ્ય હોય છે. આધાર કાર્ડના પ્રથમ આઠ આંકડા લખવામાં આવતા નથી તેની જગ્યાએ 'XXXX-XXXX' લખવામાં આવે છે. આથી કોઈ અજાણ્યા વ્યક્તિના હાથમાં આધાર કાર્ડ આવે તો તેને આખો આધાર નંબર માલુમ પડતો નથી. આ રીતે આધાર કાર્ડનો દુરુપયોગ અટકાવી શકાય છે.

    માસ્ક્ડ આધાર કાર્ડ ડાઉનલોન કેવી રીતે કરશો?


    ઉપર પ્રમાણેની સુરક્ષા સાથે જો તમે પણ આધાર કાર્ડ ડાઉનલોન કરવા માંગો છો તો તમે એકદમ સરળ એવા છ સ્ટેપ્સમાં આવું કરી શકો છો:

    1) UIDAIની અધિકૃત વેબસાઇટ પર જઈને 'Download Aadhaar' વિકલ્પ પર જાઓ.

    2) આધાર/વીઆઈડી/એનરોલમેન્ટ આઈડી વિકલ્પ પસંદ કરો. ત્યાર બાદ માસ્ક્ડ આધાર પસંદ કરો.

    3) માંગવામાં આવેલી વિગત ભરો અને 'Request OTP' વિકલ્પ પસંદ કરો.

    4) આઘાર સાથે લિંક હોય તે મોબાઇલ પર ઓટીપી આવશે.

    5) ઓટીપી દાખલ કરી અને 'Download Aadhaar' પર ક્લિક કરો.

    6) આટલું કરતા જ તમારું માસ્ક્ડ આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે તૈયાર હશે.

    સુરક્ષા માટે પાસવર્ડ


    માસ્ક્ડ આધાર કાર્ડ પીડીએફ ફોર્મેટમાં ઉપલબ્ધ હશે. આ પીડીએફ ફાઇલ પાસવર્ડથી સુરક્ષિત હશે. માસ્ક્ડ આધાર કાર્ડ માટેનો પાસવર્ડ તમારા ઈ-મેઇલ પર મોકલવામાં આવશે.

    આ પણ વાંચો:  આધાર કાર્ડ સાથે મોબાઇલ નંબર લિંક કરવાની સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શિકા

    આ રીતે મેળવો પીવીસી આધાર કાર્ડ


    Aadhaar PVC service : ઓપન માર્કેટમાં પીવીસી આધાર કાર્ડ (PVC Aadhaar Card) બનાવવું સુરક્ષા સામે ખતરો બની શકે છે. આ વાતને ધ્યાનમાં રાખીને UIDAI (Unique Identification Authority of India) તરફથી પીવીસી આધાર કાર્ડ સેવા શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત નિશ્ચિત ફી ચૂકવીને યુઆઈડીએઆઈ તરફથી જ આધાર કાર્ડ ધરાવતા લોકોને પીવીસી આધાર કાર્ડ તૈયાર કરી આપવામાં આવે છે. યુઆઈડીએઆઈ (UIDAI) તરફથી જ આધાર કાર્ડ બનાવવામાં આવતું હોવાથી કાર્ડ ધારકની મહિતી લીક થવાનું પણ જોખમ નથી રહેતું. આ માટે ઓનલાઇન જ અરજી (Online apply for PVC Aadhaar Card) કરવાની રહેશે. જે બાદમાં ઑથોરિટી તરફથી તમારા સરનામાં પર કાર્ડ મોકલી આપવામાં આવે છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Aadhaar, Aadhaar card, UIDAI

    આગામી સમાચાર